નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

૧૧-૧૧-‘૧૧થી ‘નીલ’ની શરૂઆત….

એ દિવસે પણ ૨૭મી ઓક્ટોબર હતી…ને ફક્ત ૧૫ દિવસ પહેલાં પણ ૨૭મી ઓક્ટોબર જ હતી. ફર્ક માત્ર ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે વીતી ગયેલા દસકાનો છે. એ દિવસે મિસરની સરઝમીન પર નાઈલને કિનારે આવવાનો મારો પહેલો કદમ હતો ને આજે….નાઈલને કિનારેથી બ્લોગની શરૂઆત કરવાનો આ પહેલો કદમ છે. ૧૧-૧૧-’૧૧. રાતના ૧૧:૧૧નો સમય.

‘૧૦ વર્ષ’….’દશકો’…’દાયકો’…’ટેન યર્સ’ અને મિસરી ભાષામાં જ કહું તો ‘આશરા સનીન’.  આમ જોવા જઈએ તો ૩૬૫ x  ૧૦ = ૩૬૫૨ દિવસોનું જ સરવૈયું કહી શકાય (લીપ યર્સ ગણીને જ સ્તો) …પણ જેમ ક્ષણમાં જ અસંખ્ય ઘટનાઓ બની જતી હોય છે ત્યારે આટઆટલાં દિવસોમાં તો શું થઇ શકે?!?!?!- કલ્પનાનો ડોર છુટ્ટો મુકીએ તો ક્ષણભરમાં બીજો દસકો પણ પસાર થઇ જાય એમ છે. માટે…વાતની આ ‘ડોર’ને લાંબો છોડી ઝૂલવા મુકવાને બદલે….એ ‘ડોર’ (દરવાજા) પર નજર ફરાવવી છે. જ્યાંથી આ મુર્તઝા પટેલ પ્રવેશ્યો છે.

સમૃદ્ધિનું પ્રતિક એવી નાઇલ નદી માત્ર ઈજીપ્ત જ નહિ પણ એ જ્યાં જ્યાં થઇને વહે છે એ દરેક પ્રદેશોના ગ્રેસ-પ્રોગ્રેસ-ખુશહાલીની જવાબદારી પોતાની પીઠ પર લઈને વહે છે.  એવી જ ખુશહાલીના વ્હેણમાં વહેતા મારા વિચારો, સ્મરણો, અનુભવો અને લાગણીઓના પ્રવાહને લઇ ‘નાઇલ ને કિનારેથી’ બ્લોગ શરુ કરું છું. આ બ્લોગ શરુ કરવા પાછળ એક મુખ્ય કારણ: …મન અને મગજમાંથી પસાર થઇ જતા (સમજોને કે વહી જતા) આચારો-વિચારો, સમાચારોને શબ્દોના બંધ વડે બાંધવું. નાઈલની બીજે પાર અપરંપાર સમૃદ્ધિઓ સમાયેલી છે. એમાં જાત ભાતના રંગો, ઢંગો ઉમંગો તરંગો ઉમેરવા છે. બસ…છુટ્ટા હાથે અને મને કાંઈ પણ લખવું છે. મારા પેલા વેપારી બ્લોગ નેટ વેપાર’થી થોડું અલગ.

સાચું કહું?!…આ ટાઈટલ અચાનક જ મળી આવ્યું છે. એ પણ એક વાર કિનારે બેઠા બેઠા. વેપારી મન ચગડોળે ચઢ્યું હોય, શબ્દો ગુલાંટીઓ ખાતા હોય ત્યારે લખવાની ચાનક તો ઉપડે ને એમાં પણ આવો કિનારો હોય ત્યારે હાલત કેવી થાય?!?!?!

તો દોસ્તો, તમને પણ e-શબ્દસંબંધો દ્વારા નાઈલને કાંઠેથી  e-જીપ્ત ની સફરમાં શામેલ થવું છે ને?- તો બસ….e-મોશન્સ સાથે આવી જાવ…

‘નાઇલ’ (અરેબિકમાં ખરો શબ્દ ‘નીલ’) માટે…શરૂઆત પૂરતું ફક્ત એટલું કહી શકું કે…બસ નીલ ન હોત તો …માત્ર ઈજીપ્ત જ નહિ પણ આખું પૂર્વ આફ્રિકા ‘નીલ’ (Nil) હોત. એના પાણીમાં ‘પાણી’ છે…હરકત છે, બરકત છે…એ તો સારું છે કે કોઈ ‘નિલાચાર્ય’ નામના સંતની કોઈ લોકવાયકા નથી છતાં વાયકા તો છે જ (ને પછી હકીકત બને છે) કે નીલનું પાણી જે સ્થળે તમે પીવામાં આવે ત્યાં ફરીવાર આવવાનું થાય છે. એવું શું કારણ છે એ વિશે કોઈ ટ્રુથ તો ઠીક પણ તેનું બંધાયેલું પ્રૂફ પણ મળતું નથી.

પણ જે હોય તે…નાઇલ એટલે નાઇલ…એની તોલે બીજી કોઈ નાંઈ.

‘નીલ’અંજન:

નવો નવો અહીં આવ્યો ત્યારે એક મીસરી દોસ્તે પુછ્યું: “Why Did You Come to Misr?”

“Because My ‘Dad-Mummy’ was calling.”  – મારો સરકતો જવાબ.

(એ દોસ્ત હજુયે ‘એમના’ વિશે ખબર અંતર પૂછતો રહે છે)

23 responses to “૧૧-૧૧-‘૧૧થી ‘નીલ’ની શરૂઆત….

 1. Dipen Shah November 12, 2011 at 5:07 am

  Great! Murtuzabhai. Khub Sari Sharuat. Keep it up.

 2. Mansoor N. Nathani November 12, 2011 at 5:10 am

  Congrats and best wishes for your unstoppable imigination journey !!!!

 3. અખિલ સુતરીઆ November 12, 2011 at 6:15 am

  સાત સમંદર પારની તમારી લાગણી તમારા વિચાર, શબ્દો, તસવીરો અનુભવના પેકેટ દ્વારા મોકલતા રહેજો …

 4. યશવંત ઠક્કર November 12, 2011 at 6:17 am

  ભાઈ મુર્તઝા પટેલ,
  અભિનંદન. ખૂબ જ મજાનું કામ કર્યું છે. ખાત્રીપૂર્વક કહું છું કે જામશે.
  નેટ વેપાર પર અમુક વાતોને અવકાશ નહોતો. જ્યારે અહીં વિશાળ ફલક મળશે.
  મળીએ.

 5. Capt. Narendra November 12, 2011 at 6:59 am

  Let this be Nile the Perennial! My best wishes for our journey together in the blog world..

  http://www.captnarendra.blogspot.com

 6. captnarendra November 12, 2011 at 7:03 am

  Let this be like the Perennial Nile! My best wishes.

 7. Preeti November 12, 2011 at 7:34 am

  Best wishes to your journey.

 8. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 12, 2011 at 8:03 am

  @ડિયર દીપેનભાઈ, @મહોદય મન્સૂરભાઈ, @પ્રિય યશવંતબાપા, @આત્મન અખિલભાઈ, @પ્રિય પ્રીતીબેન, @કેપ્ટન

  આપ સૌની લાગણી, મોહબ્બત અને શુભેચ્છા માટે ઘણો આભારી છું. શુક્રિયા….શુક્રિયા….શુક્રિયા….

  Let’s Move Around Misr!

 9. સુરેશ જાની November 12, 2011 at 8:22 am

  સરસ શરૂઆત. હવે ઇજિપ્ત ગયા વિના, પિરામીડોની અંદરની મમી જોવા મળશે .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 12, 2011 at 8:27 am

   ઓયે દાદા….આ ‘ગયા વિના’ની વાતને જવા દો. આ બધુ એક અર્થમાં તો ‘માર્કેટિંગ મિસર‘ જ છે. આપ જેવા ‘નવજુવાન‘ લોકોને આકર્ષવાનો એક શાબ્દિક પ્રયત્ન. આખરે વેપારી ખરોને!..ક્યાંક ને ક્યાંક એની અસર પણ આવવાશે તો ખરી જ.

 10. રૂપેન પટેલ November 12, 2011 at 8:37 am

  congretulation for ur new blog .

 11. Rajul Shah November 12, 2011 at 12:54 pm

  નાઇલની સફર ચોક્કસ ખુબ રોમાંચક જ રહી હશે તો આટલા ૩૬૫૦ દિવસ પછી પણ એને વાગોળવાનુ મન થયુને!
  હવે e-શબ્દ દેહે અમે પણ તમારી સફરના સાથી બનીશુ ને?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 12, 2011 at 1:11 pm

   અરે રાજુલબેન…સમજોને કે જાણે ઝીંદગીના શરૂઆતી સાબરમતી ૩૦ વર્ષ અહીંયા નાઈલમાં દશ વર્ષમાં જીવ્યો છું.

 12. vkvora Atheist Rationalist November 12, 2011 at 2:58 pm

  વાહ !!!!! વાહ !!!!!
  e-શબ્દસંબંધો દ્વારા નાઈલને કાંઠેથી e-જીપ્ત ની સફર…..e-મોશન્સ સાથે………….

 13. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી November 12, 2011 at 4:19 pm

  શ્રી મુર્તઝાભાઈ,

  વેપાર ની વાતો છોડી અને નાઈલની સ્વપ્નોની દુનિયામાં લાવી જાણે કેરો- ઈજિપ્ત ની સફરે લઇ જવા માંગતા હોઈ તેવી સુંદર શબ્દના દેહરૂપી શરૂઆત, કલમ પર ખૂબજ સારી પક્કડ ધરાવો છો અને શબ્દોની ખૂબજ સુંદર સજાવટ કરી જાણો છો.. ધન્યવાદ !

 14. pragnaju November 13, 2011 at 1:14 am

  એક નાનકડો પથ્થર ઇતિહાસનાં અદભુત રહસ્યોને ખોલનાર ચાવી બની શકે?હા, તેનું નામ છે રોઝેટા સ્ટોન ઇજિપ્તની નાઇલ નદીના કિનારે હજારો વર્ષ પહેલાં ઇજિપ્તની સભ્યતા વિકસી હતી.
  દુનિયાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ તે નાઇલ કિનારાની ઇજિપ્તની સભ્યતા.
  નાઇલ સંસ્કૃતિના ઇજિપ્તનો પ્રાચીન ઇતિહાસ ચિત્રલિપિઓમાં સચવાયેલો છે. દાયકાઓ સુધી આ ચિત્રલિપિઓને ઉકેલવા પુરાતત્વવિદો મથતાં રહ્યાં.
  Most satellite instruments look only straight down, or toward the edge of the planet. To fully understand Earth’s climate, and to determine how it may be changing, we need to know the amount of sunlight that is scattered in different directions under natural conditions. MISR is a new type of instrument designed to address this need — it will view the Earth with cameras pointed at nine different angles. One camera points toward nadir, and the others provide forward and aftward view angles, at the Earth’s surface, of 26.1°, 45.6°, 60.0°, and 70.5°. As the instrument flies overhead, each region of the Earth’s surface is successively imaged by all nine cameras in each of four wavelengths (blue, green, red, and near-infrared).
  In addition to improving our understanding of the fate of sunlight in the Earth’s environment, MISR data can distinguish different types of clouds, aerosol particles, and surfaces. Specifically, MISR will monitor the monthly, seasonal, and long-term trends in:
  * the amount and type of atmospheric aerosol particles, including those formed by natural sources and by human activities;
  * the amount, types, and heights of clouds; and
  * the distribution of land surface cover, including vegetation canopy structure.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 13, 2011 at 8:14 am

   પ્રજ્ઞાજુબેન, મારાથી શુક્રિયાનો આટલો મોટો ‘સ્ટોનીક’ ભાર નથી ઝીલી શકાતો…આપના જ્ઞાનની પાસે હજુયે બાળક જ છું.

 15. GUJARAT PLUS November 13, 2011 at 3:02 am

  Let us know how proud the Egyptians are of their ancient land and culture and what they say about democracy!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 13, 2011 at 8:10 am

   પટેલ સાહેબ…ઈ-નાઈલને યુ-ટ્યુબ દ્વારા આ રીતે ત્યાંથી વહેવડાવવા બદલ હું કેટલો આ-ભાર માની શકું?- મને ગર્વ છે કે મારી પાસે આવા મજ્જાના વાંચકોનો સાથ છે.- શુક્રિયા

 16. husainali vohra November 13, 2011 at 9:00 am

  વ્હોરાજી જ્યાં જાય ત્યાં વેપાર તો હોય જ. પણ લાગણીની નસ તેમના અન્દર વહે છે [નાઇલ રૂપે]………..કારણ વહોરાનુ મૂળ તો નાઇલ માંથી જ છે.

 17. Harshad / Madhav November 14, 2011 at 5:12 am

  Superb Start Murtazabhai.

 18. utkantha November 17, 2011 at 1:26 am

  Great. congratulation.. Will eager to read..

 19. Vinod R. Patel November 19, 2011 at 6:13 am

  Congratulation and best wishes for your new blog started from 11-11-11 ,naailne kinaarethi.
  You have got a special style of expressing your thoughts in Gujarati language . It is pleasure to
  read what you write.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: