નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

મનના મેજીક માટે માનવાલાયક ઉપાય…

WaterGlass

પાછલાં મહિનાઓમાં થયેલા રાજકીય-પરિવર્તનની શૈક્ષણિક અસર કોલેજ-યુનિવર્સીટીઓ પર તો પડી. પણ સાથે-સાથે એના તણાવ અને ઉલઝનથી ફસાયેલા વિદ્યાર્થીઓમાં પણ અસર અનુભવાઈ. પ્રશ્નો, સમસ્યાઓના મારા વચ્ચે પણ શાંત અને સમજુ રહી પ્રોફેસર શિરાઝીએ પોતાના વિદ્યાર્થીઓને માનસિક મદદ કરવાની બનતી કોશિશ આજે કલાસની શરૂઆત ડોહ્ળુ પાણી ભરેલા ગ્લાસને હાથમાં ઊંચકીને કરી.

 “તમને શું લાગે છે… આ ગ્લાસનું વજન કેટલું હશે?”– તેમણે વિધાર્થીઓને સવાલ કર્યો.

“ઉસ્તાઝ!  ૧૦૦ ગ્રામ…’ ‘૨૦૦ ગ્રામ…’ ‘૨૫૦ ગ્રામ... વિધાર્થીઓએ એમ અલગ અલગ જવાબો આપ્યા.

“જ્યાં સુધી આનું ચોક્કસ વજન ન કરુ ત્યાં સુધી આમ અંદાજ કેમ લગાવી શકાય.” – પ્રોફેસરે સમજાવ્યું.  “પણ હવે મારો સવાલ છે: “જો આને હું આમ જ થોડી વાર ઊંચકી રાખું તો શું થશે?”  

“કંઇ નહીં થાય બસ આપના હાથમાં પકડાઈ રહેશે.” – પાછળની હરોળમાં બેસેલી દિનાએ જવાબ આપ્યો.

“બરોબર. પણ હવે આ ગ્લાસને હું આમ થોડાં કલાકો ઊંચકી રાખુ તો શું થશે?” – પ્રોફેસરે વળી પૂછ્યું.

“સર! તમારો હાથ દુઃખવા લાગશે.”  – આગળ બેસેલા અલીએ હવે જવાબ આપ્યો.

“રાઈટ!…પણ હવે કહો, કે હું એને એક આખો દિવસ ઊંચકીને ફરું તો?” – પ્રોફેસરે સવાલનો સિલસિલો ચાલુ રાખ્યો.

“તો તો સર…પોસિબલ છે કે આપના ખભા દુ:ખવા લાગે, સ્નાયુઓ જકડાઇ શકે કે પછી…દિમાગ ચક્કર ખાવા લાગે….જેને લીધે આપને દવાખાને પણ જવું પડે.” – શરીફે જવાબ આપ્યો અને બધાં જ હસવા લાગ્યા.

“વન્ડરફુલ! પણ શું આ સમય દરમિયાન ગ્લાસના વજનમાં કોઇ ફેરફાર થાય?”–  પ્રોફેસરે પૂછ્યું.

“ના…જરા પણ નહીં.” – હવે બધાં એકસાથે બોલી ઊઠયા.

“તો પછી ખભામાં દુઃખાવો અને સ્નાયુઓ ન જકડાઈ એ માટેનો ઉપાય શું કરવો?”– પ્રોફેસરે એ સૌની કળ પકડી.

“સર! સિમ્પલી….ગ્લાસ નીચે રાખી દો યા ખાલી કરીને તેની જગ્યા પર મૂકી આવો.” – એક વિધાર્થી એ ટાપસી પૂરી.

“બિલકુલ સાચું.” – પ્રોફસરે કહ્યું. આપણી ઝિંદગીની સમસ્યાઓ આવી જ હોય છે. એને થોડી વાર માટે મગજમાં રાખીએ તો બધું બરોબર રહે છે. પણ લાંબો સમય સુધી રાખો તો એ તકલીફ આપવાનું શરૂ કરી દે છે. અને ઘણા લાંબા સમય સુધી રાખો તો એ તમને લાચાર બનાવી દે છે.

જીવનમાં આવેલા પડકારો કે સમસ્યાઓ વિશે થોડું વિચારવું મહત્વનું છે પણ એથીયે મહત્વનું છે તેને ત્યજી દેવું. દોસ્તો, દરરોજ રાતે સૂતા પહેલાં આવા પ્રોબ્લેમ્સનું પોટલું બાંધી નાઈલમાં વહેવડાવી દો. પછી જુઓ. રિફ્રેશિંગ થતા મનના મેજીકની કમાલ.”

 અરેબિકમાં…

 • શિરાઝ = પ્રકાશિત દીવો
 • ઉસ્તાઝ = શિક્ષક માટે માનપૂર્વક બોલવામાં આવતો શબ્દ. દેશી ભાષામાં આપણે જેને ઉસ્તાદ (ચાલાક) કહીએ છીએ.  

‘નીલ’ અંજન

 ગર્લફ્રેન્ડને ગઝલ કરવાને બદલે ‘પઝલ’ માં મૂકી દેતી પેટી

 પહેલી નજરમાં ભલે (ગર્લફ્રેન્ડ જેવી જ) સીધી સાદી લાગતી આ પેટી થોડી અટપટી છે…..જોઈ લીધા પછી થાય છે કે…પેલીને પહેલેથી જ ‘કિસ’ કરવા કરતા ‘કિઝ’ કરી આપવું જરૂરી છે…

 ઓયે પાપે!… ‘કી’ ‘ગલ્લ’ કર રહી હૈ સાડ્ડી પેટી!

 

Advertisements

10 responses to “મનના મેજીક માટે માનવાલાયક ઉપાય…

 1. રૂપેન પટેલ November 14, 2011 at 2:38 am

  khubj saras bodh janva malyo.

 2. himanshupatel555 November 14, 2011 at 3:53 am

  બોધકથા અને પઝલ(ચિત્ર)કથા બન્ને કાલે ઉપકારક નીવડે તો…..!?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 14, 2011 at 3:57 am

   તો તો પછી નાઈલના પાણીની અસર તેના કિનારાથી પર પણ થાય છે!!!!! એની મને ઘણી..ઘણી ખુશી થાય. 🙂

 3. Hasan November 14, 2011 at 5:44 am

  great …salah…

 4. સુરેશ જાની November 14, 2011 at 3:19 pm

  અંગ્રેજીમાં મેળવેલ સંદેશનું સરસ ગુજરાતીકરણ ગમ્યું.
  મુન્નાભાઈનો ચેલો – “ભાઈ બોલા હૈ; ટેન્શન રખનેકા ચ નહી.”
  પઝલ બોક્સ ખૂલતાં બહુ વાર થાય છે, ખુલશે એટલે જોવી જ પડશે !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 15, 2011 at 8:18 am

   દાદુ, સંદેશો વહેતો આવે કે મનમાંથી ફૂટે….’અગર કુચ અચ્છા મિલતેલા હૈ ફરક કિસકુ પડતેલા હૈ…’

 5. jjkishor November 15, 2011 at 6:43 am

  મજાની પેટી. મજાની વાત.
  કારીગરની કમાલ ને તમે દીધેલો સંદેશ.

 6. Deepak November 15, 2011 at 12:55 pm

  પેટીની કારીગરી અદ્‍ભુત છે પણ એના કરતા તમારો લેખ વાંચવાની વધારે મજા પડી!

 7. readsetu November 15, 2011 at 2:46 pm

  congretulations for new blog….

  Lata Hirani

 8. Pingback: અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે…. « નાઇલને કિનારેથી….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: