નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે….

7-types-of-People

એક એન્જિનીયરીંગ કંપનીના રીસેપ્શન-કાઉન્ટર પાસેના હાર્ડ-બોર્ડ પરથી મળી આવેલાં સોફ્ટ-સૂત્રો…

 અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે….

૧.   એવી જેઓ મુશ્કેલીઓ તો સર્જે છે પણ તેમને ખુદ ખબર નથી પડતી કે એમણે શું કર્યું?!?!?!

૨.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે પણ પછી તેના ઉકેલ (સોલ્યુશન) માટે કાંઈ પણ કરતા નથી.

૩.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી તેઓ બીજાને એ મુશ્કેલી જણાવીને ‘ટ્રાન્સફર‘ કરી દે છે.

૪.  એવી જેઓને એટલીસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજાને એ મુશ્કેલી સ્ટિકી-નોટ્સ કે (હવે ઈમેઈલ કે SMS)થી ‘જાણ‘ કરી દે છે.

૫.  એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે પોતાની જાતને સચેત રાખે છે. (જેને અમે નોકરીની તકો ખુલ્લી કરી આપીએ છીએ.)

૬.   એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને સચેત કરી દે છે. (જેને માટે અમારે ત્યાં નોકરીના દ્વાર હમેશાં ખુલ્લા છે.)

૭.  એવી જેઓને એટલિસ્ટ ખબર તો પડે છે કે તેમણે મુશ્કેલીઓ સર્જી છે ને પછી એનો ઉકેલ જાતે લઇ આવી બીજી વાર જરાયે ન થાય એ માટે બીજાને પણ સચેત કરે છે. (એવી લીડર વ્યક્તિઓની અમારી શોધ સતત  ચાલુ રહે છે.)

મગજ અને હાથ બંનેને નીલઆમ કરી દેતી (ઘન)ચક્કર પેટી

 પાછલી ક્લિપમાં તો પેલી પેટી ચાલો સમજ્યા કે થોડી સેકન્ડ્સમાં ખુલી ગઈ…પણ આ તો એની પણ દાદી બનીને આવી છે. બેખબરી માટે તો કલાકમાં પણ ન ખુલે તેવી આ પઝલ-પેટી માટે ચોરને પણ આખરે કહેવું પડે

 “મેં તો થઅઅઅક ગયા બોસ!”…..

 

9 responses to “અહીં તમને સાત પ્રકારની વ્યક્તિઓ જોવા મળશે….

 1. jjkishor November 16, 2011 at 12:47 am

  આ સાતેય પ્રકારની વ્યક્તિઓ (વ્યક્તિ હંમેશાં નારીજાતિમાં લખાય છે…એવા નહીં પણ એવી) મુશ્કેલી તો સર્જવાના જ છે તેમ માની લેવાયું છે. કંપની આટલું ચલાવી લેવા તો તૈયાર છે જ.

  પેટીઓ તમે ક્યાંકથી જબરી શોધી લાવ્યા છો !! સરસ ને ગમતીલી રજુઆતો છે.

  ધન્યવાદ સાથે.

 2. Saralhindi November 16, 2011 at 3:00 am

  સામાજિક મીડિયા મેં લોગોં કે 7 પ્રકાર સે બચને કે લિએ
  http://smallbiztrends.com/2011/04/the-7-types-of-people-to-avoid-in-social-media.html
  http://www.copyblogger.com/stfu/
  one may speak Hindi but write in easy Gujarati script!

 3. ASHOK VAISHNAV November 16, 2011 at 3:49 am

  I liked this – so much that I have taken liberty to forward it to Ahmedabad Management Association.

 4. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 16, 2011 at 4:39 am

  @સરલહિન્દી સાહબ! બહોત હી સુંદર લેખ હમલોગો કે સાથ બાંટનેકે લીયે…આપકા ખૂબ આભાર. આપકા સ્વાગત હૈ…ખુશ રહીએ…આબાદ રહીએ…

  @અશોકભાઈ, આ મેનેજમેન્ટ વાળી વાતથી તો મને પણ આશ્ચર્ય થયું છે. નાઇલના ટીપાં સાબરમતીમાં વહેશે!!!!!

 5. સુરેશ જાની November 16, 2011 at 1:50 pm

  આ પેટી જેવી જ જિંદગીની પઝલ હોય છે.
  અવલોકન માટે સરસ વિચાર ! વિડિયો ઊઠાંતરી લીધો છે….આ રહ્યો:
  http://hobbygurjari.wordpress.com/2011/11/16/puzzle-box/

 6. Anila Patel. November 16, 2011 at 4:08 pm

  આઠમી વ્યક્તિ એક એવી પણ મળેકે જેની પાસે સોલ્યુશન પહેલેથીજ હોય છતા બિજાને મુશ્કેલીમા મૂકવાનુ
  ઇચ્છતી હોય!
  પેટી મઝાની છે બીજી આવી પેટીઓ મોકલતા રહેશો.

 7. Pingback: See Seven types of persons here « The world is too small? or Is it?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: