નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નાનકડાં નીલ ન્યુઝ…વ્યુઝ..

ધોવાણ…ઘોડા સાથે ગાડી ધોનારનું!

કેરોની નજીક અહીંના એક ટાઉનની સીમા પાસે આવેલા પેટ્રોલ-પંપ પર એક ઘોડા-ગાડીવાળો આરબી (ગામડીયો) આવીને ત્યાંના કોઈ એક વોશરમેન પાસે રોકાયો.  “મારી ઘોડાગાડી ધોઈ આપો”

“પણ ભાઈ! આ તો પેટ્રોલની ગાડીને ધોવાનું સ્ટેશન છે. તારી આ ખચ્ચર જેવી ગાડી ધોવાનું નહિ.”– વોશરમેનનો વિરોધ.  આનાકાનીમાં પેલો આરબી… ઘોડો અને ગાડીને ત્યાંજ મૂકી ચાલી નીકળ્યો અને અડધો કલાક પછી પોતાના કેટલાંક સાગરીતોને લઇ પાછો આવ્યો.

પરિણામ: ગાડી તો ધોવાઈ ગઈ..સાથે પેલો વોશરમેન પણ ‘ધોવાઈ’ ગયો…

રોકસકો તો ‘રોક’ લો

પોર્ટ સઈદ’ શહેરના ગવર્નર સાહેબે શહેરની કેટલીક ઉંચી ઈમારતો પર રાતના સમયે રોક્સ (નાનકડાં પથ્થર) ફેંકી શકે એવા સાગરીતોની ટીમ ‘ઈમ્પોર્ટ’ કરી છે.

કારણ?: અરે ભાઈ!…આ મધરાતના વખતે પોતાની બાઈક્સ પર ‘રોક મ્યુઝિક’થી વારંવાર ખુબ ઊંચા અવાજે ઘોંઘાટ મચાવતા બાઈકર્સથી તો બાપ….રે બાપ પરેશાન છે. એટલે ‘રોક મ્યુઝિક’ કા જવાબ રોક્સ સે.

અબ ઉન્હેં રોક શકો તો રોક લો!

નીલ ‘નૂર’

જ્યારે તમને એમ લાગે કે ઝીંદગીમાં અંધારું છે…ચારેકોર જાણે અંધકાર છવાયેલો છે. ત્યારે અલબત્ત ઈશ્વર સમક્ષ પૂરા દિલથી પ્રાર્થના કરજો. અને તે છતાં પણ એમ લાગે કે હજુયે અંધારું દૂર થયું નથી ત્યારે….પહેલું કામ તમારુ ઈલેક્ટ્રીસિટીનું બિલ ભરવાનું કરજો…ભઈશાબ!

8 responses to “નાનકડાં નીલ ન્યુઝ…વ્યુઝ..

 1. સુરેશ જાની November 17, 2011 at 2:03 pm

  આ તમારી ભૂલ છે. આવા લેખ ‘વેપારી‘ને ન શોભે. આ તો હાસ્ય-દરબારનો મસાલો કહેવાય. આવી વાતો હવેથી અમને મોકલી, ‘હાદજન’નો ઈલ્કાબ કાના માતર વગર મેળવી લો!
  આ કોપી કરું તો બ્લોગર જમાત મારી ધોલાઈ કરી નાંખે!

 2. સુરેશ જાની November 17, 2011 at 2:05 pm

  આ રોજ નવા હેડર ? સરસ મજાના છે. એ બધાંની ઓળખ આપતા હો તો? અમારું નોલેજ વધે ને? !

 3. Capt. Narendra November 17, 2011 at 3:52 pm

  ભાઇજાન, દાદાગિરીમાં આપડું કામ નહિ. ફકત વાંચીને ‘લાઇક’ કરીશું. સમજદાર કો ઇશારા કાફી! આ આપડી અમદાવાદી કાફી છે, અરબી કાહવા જેવી સ્ટ્રૉંગ નથી. ભુલચૂક માફી સાથે કાફી!

 4. Patel Chetankumar Dahyabhai November 18, 2011 at 4:24 am

  Like,..Liked philosophy.

 5. બગીચાનો માળી November 18, 2011 at 8:16 am

  આ રોક્સ ટીમને અમદાવાદમાં “ઇમ્પોર્ટ” કરી શકાય… અહિયા પણ આખી રાત લોહી પીવા-વાળા ઓછા નથી સાહેબ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: