નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

મોહબ્બત…ખરેખર ક્યાંથી મળે છે?

Zen-Monks

એક માણસ ‘પ્રેમ’ શું છે એ જાણવા અને અનુભવવા એક ઝેન સાધુ પાસે આવ્યો.

“સાહેબ! બચપણથી હું અનાથ છું. પણ મારી મહેનત થકી આજે હું કરોડપતિ બન્યો છું. મારી પાસે અઢળક ધન-દૌલત છે. પણ ‘પ્રેમ’ શું છે એનો અનુભવ હજુ મને થયો નથી. આપ મને બતાવશો કે આ પ્રેમ કયાં, કેવી રીતે અને કેટલામાં મળે?- હું એને કોઈ પણ ભાવમાં ખરીદવા માંગુ છું.”

“ભાઈ, તું તો ઓલરેડી ‘પ્રેમ’ માં જ છે. મારી પાસે નકામો આવ્યો.”ઝેન સાધુ માત્ર એટલુંજ બોલ્યા.

“પણ સાહેબ!..એજ તો મને દેખાતો નથી. તો હું અનુભવ કરી કેમ શકું?” – માણસે પોતાની દુવિધા મજબૂત કરી.

“..તને પ્રેમનો અનુભવ કરવો છે ને? તો હું તને જ્યાં પણ લઇ જાવુ ત્યાં મારી પાછળ આવું પડશે. પણ મારી એક માત્ર શરત છે કે જ્યાં સુધી હું કાંઈ પણ ન બોલું ત્યાં સુધી તને પણ ચુપ રહેવું પડશે. પ્રેમને જોવાની અને અનુભવવાની મારી આ એક રીત છે.– જો મંજૂર હોય…તો ચાલ મારી સાથે.” –ઝેન સાધુ ચેલાને લઇ ચાલતા થયા.

સાધુ અને ચેલો… નદી-નાળા-જંગલ-સમુદ્ર કિનારો પાર કરતાં-કરતાં, કાંઈ પણ ખાધા-પીધા વગર કલાકો સુધી ચાલવા લાગ્યા. આખરે એક ખૂબ ઉંચા પર્વતની ટોચ પર પહોંચી ગયા. જ્યાંથી જાણે સમગ્ર વિશ્વ-શ્રુષ્ટિ દેખાતી હોય એવી જગ્યા (પિક-પોઈન્ટ) પર બંને એ  વિસામો લીધો.

એક અદભૂત દ્રશ્ય તેમની સામે ખડું હતું…જમીન, સમુદ્ર, પર્વતો, વૃક્ષો..કુદરતની હર તરેહની લીલા એમની નજરો-નજર હતી. ખાવા-પીવાનું કે સુવાનું ભાન ન રહે એવી એ જગ્યા હતી. બસ સમજો કે કુદરતની ચારે બાજુ મહેર હતી. સાધુ સાહેબ તો હજુયે ચૂપ હતાં જાણે પરમ આનંદમાં તલ્લીન. એમના ચેહરા પર કોઈ થાક કે અણગમો દેખાય નહિ.

પણ આ નવા નવા ચેલાશ્રી હવે ખરેખર અકળાવા લાગ્યા. પણ ગુરૂની શરતથી બંધાયેલા એટલે આ એમને ચૂપ રહેવુ અને સહન કરવુ જરૂરી હતું. તો પણ એની સીમા કેટલી? ભૂખથી-પ્યાસથી ચેલાજી હવે હાર માની ચુક્યા. સામે રહેલા દ્રશ્યને બાજુ પર મૂકી…કોઈ વાત કરવાને બહાને ગુરુને ફક્ત એટલું જ કહ્યું: “વાહ! શું સરસ દ્રશ્ય છે નહિ?….આપ શું માનો છો?”

“ભાઈ, તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જ પાછો વળી જ. પ્રેમ મેળવવો તારા હાથની વાત નથી.” – સાધુ-ગુરુજી એ ઝટકો આપ્યો.

“અરે એમ કેમ?…હું તો આપની પાસે એ લેવા આવ્યો છું. એ લીધા વગર કેમ જઇ શકું?”- ચેલાજી એ ટેન્શન વ્યકત કર્યું.

“એ બરોબર. પણ જે ઘડીથી તું મને મળવા આવ્યો કે આ ઘડી સુધી મેં તને પ્રેમની સૃષ્ટિમાં ફરતો રાખ્યો. પણ બોલીને અંદરથી ‘પ્રેમ’ ન માણવાને બદલે તું એનાથી અળગો થઇ ગયો. હવે પ્રેમના બીજા ક્વોટા (હિસ્સા) માટે તારું મન ક્યારે તૈયાર થશે એ તો તું જ જાણે.”

એક દ્રષ્ટીએ જોવા જઈએ તો આવું આપણું પણ છે. ‘આઈ લાવ યુ!…બી માય વેલેન્ટાઈન…યુ આર માય વર્લ્ડ!…આઈ કાંટ લીવ વિધાઉટ યુ!…જેવા વાક્યોની પાછળ પડી…એક્સપ્રેસ કરી ને લવ મેળવવાનો અને આપવાની ઘડીઓ ગુમાવતા જઈએ છીએ.

નિલ’અંબર

દોસ્તો, આ કહાની પછી સૃષ્ટિને ઉપરથી જોવાનું મન તમને પણ થાય ખરું ને…તો પછી જોઈજ લ્યો અમેરિકાની નાસા સંસ્થા દ્વારા થોડાં વખત પહેલા સેટેલાઇટથી લેવામાં આવેલી અદભૂત પૃથ્વી પરિક્રમા… બેઠાં બેઠાં…

Advertisements

7 responses to “મોહબ્બત…ખરેખર ક્યાંથી મળે છે?

 1. સુરેશ જાની November 20, 2011 at 3:39 pm

  પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ
  પ્રેમની ઓળખ માટે ઓશોને વાંચવા નહીં, સમજવા, અનુભવવા પડે.
  જીવનનો પાયો જ પ્રેમ છે. પરમ તત્વનું શૂન્ય, જડ,ચેતન, શક્તિ, બળ સાથનું સંયોજન એ પાયાનો પ્રેમ.

  અને આ શરાબ …
  http://dhavalrajgeera.wordpress.com/2011/11/20/yoga/#comment-9030

 2. jjkishor November 21, 2011 at 12:30 am

  સ–પ્રેમ ધન્યવાદ !

 3. Heena Parekh November 21, 2011 at 4:06 am

  ‘આઈ લવ યુ!…બી માય વેલેન્ટાઈન…યુ આર માય વર્લ્ડ!…આઈ કાંટ લીવ વિધાઉટ યુ!…

  જેવા વાક્યોની પાછળ પડી…એક્સપ્રેસ કરી ને લવ મેળવવાનો અને આપવાની ઘડીઓ ગુમાવતા જઈએ છીએ.-એકદમ સાચી વાત. અને નાસા દ્વારા લેવાયેલા વિડિયોથી પૃથ્વીની પરિક્રમા કરી…અદ્દભુત.

 4. Dipen Shah November 21, 2011 at 4:50 am

  અદભૂત!!
  પ્રેમ એટલે કે….
  સાવ ખુલ્લી આંખો થી થતો મળવાનો વાયદો
  સ્વપ્નમાં પળાય એવો કાયદો
  પ્રેમ ની કોઈ ભાષા નથી. બોલીને જ પ્રગટ થાય એ જરૂરી નથી.

 5. prafulthar November 22, 2011 at 10:14 am

  Good..
  Praful Thar

 6. himanshupatel555 November 22, 2011 at 3:00 pm

  મથાળે ચિત્ર અને તળમાં ભૂતળ અદભૂત છે.
  વચ્ચે પ્રેમની કથની અકળ છે…..

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 22, 2011 at 9:08 pm

   હિમાંશુભાઈ, વાહ!…તમે મજાનું પકડી પાડ્યું ‘ફલક-તાઃહ’

   અરેબિકમાં: ફલક = આસમાન અને તાઃહ = ઝમીન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: