નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આપણે…એક!…અલિફ….આલ્ફા કે અલ્ફ?

Alf-to-Alfa

એક અવાજ…આડ વાતને શાણપણથી સમજાવી શકે છે…

એક ર્હદય…તેના ધબકારાથી સાચી વાત જણાવી શકે છે…

એક આશા…મનની શક્તિનો સંચાર (રિચાર્જ) કરી શકે છે…

એક સ્પર્શ…મૂક-ભાષા દ્વારા બીજી વ્યક્તિની સંભાળ બતાવી શકે છે…

એક હૂકમ…સહસ્ત્ર-સેનાને કૂચ કરાવી જીત મેળવી શકે છે…

એક તારો જહાજને રસ્તો બતાવી શકે છે…

એક ધૂમતુ ગીત…આખા ઓડિયેન્સને ઝૂમતું કરી શકે છે…

એક ખીલેલું ફૂલ…આખો બાગ રચી મહેકાવી શકે છે…

એક ઉગતું ક્ષૂપ…ઝાડ બની આખું જંગલ રચી શકે છે…

એક નાનકડું પક્ષી…કલરવ પેદા કરી વસંત સર્જી શકે છે….

એક નાનકડો ટેકો… આખી જમાતમાં કેટલાંયને ઉભા કરી શકે છે..

એક મત (કે એકમત)…દેશ (કે દેશની નેતાગીરી)ને બદલી શકે છે..

એક મીઠ્ઠું હાસ્ય ભવની દોસ્તી સર્જી શકે છે….

એક મુક્ત હાસ્ય દર્દીલા માહોલને મિટાવી શકે છે…

એક નોખો વિચાર….અનોખો શબ્દ સર્જી શકે છે…

એક શબ્દ…એક ધ્યેય બની શકે છે…

એક લક્ષ્ય…અગણિત અંતરાયોને પણ દુર્લક્ષ કરી શકે છે….

એક સળગતી મીણબત્તી…ગાઢ અંધકારને દૂર કરી શકે છે…

એક સૂર્ય-કિરણ આખો ઓરડો પ્રકાશિત કરી શકે છે….

એક પગલું….લાંબી યાત્રા-પ્રવાસ કરાવી શકે છે…

એક જીવન…..પણ બીજાને ‘આયખું’ અર્પણ કરી શકે છે…

આપણે માત્ર એક!…આલ્ફાઅલીફ…

‘અલ્ફ’ બની શું શું કરી શકીએ છીએ?!?!!?!?!!

(ઘરની નજીક જ આવેલા તાહરીર ‘સ્ક્વેર’માં રચાયેલા ‘સર્કલ’ ને જોઈ સર્જાયેલી ‘એક’ વિ‘દેશી’ રચના)

અરેબિકમાં…અલિફ= એક | અલ્ફ= હજાર

‘નિલ’કણ  

Life is Short…Live Your Dreams!

4 responses to “આપણે…એક!…અલિફ….આલ્ફા કે અલ્ફ?

 1. Dipen Shah November 23, 2011 at 5:52 am

  એક ની તાકાત! “એક”ડા વગર ના મીંડા ની શું વિસાત?

 2. Vimesh Pandya November 23, 2011 at 4:50 pm

  એક વિમેશ પંડ્યા…..

 3. jjkishor November 30, 2011 at 9:29 am

  એક, ટેક, નેક, ઠેક, ગ્હેક,

  (મારી વાત ન ગમે તો) છેક !

 4. Pingback: વેપાર વિમાસણ: દોઢશો વસ્તુઓ લઇને આવુ કે ન આવુ? « ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: