નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આભાર ‘દે’ થી આભાર ‘ડે’ સુધી….

Thank_You_To_All

વિશ્વભરમાં આજનો દિન ‘Thanks Giving Day’ તરીકે ઉજવાય છે. તેની શરૂઆત આમ તો અમેરિકામાં વર્ષો પહેલા થઇ છે. પણ તેના ડોલરની જેમ વાઈરલ અસર આખી દુનિયામાં ફેલાઈ ચુકી છે તેમ ત્યાંથી ઉદભવેલા ઉજવણીના દિવસો પણ આખી દુનિયામાં ફેલાયા છે. આ ઈન્ટરનેટ-માર્કેટિંગની કમાલ !!!!
જન્મથી લઇ મોત સુધીની દરેક ક્રિયાઓ-પ્રક્રિયાઓ આ ‘આભારના’ ભાર હેઠળ રહેલી છે. શ્વાસથી લઇ વિશ્વાસ સુધી વિકાસની સુવાસ ફેલાવવાની એક માત્ર ચાવી એટલે ‘આભાર’, ‘થેંક યુ‘, ‘શુક્રિયા‘, ‘મેરસી‘, ‘ગ્રેસિયા‘, કે ‘તિરીમા કાશી‘….જે કહો તે..દિલમાંથી નીકળતા સાચા Gratitude ના એ તારોનો Attitude એક સરખો જ હોય…
બ્લોગની દુનિયામાં કોઈ એક વ્યક્તિ માટે તો સમજ્યા…પણ આખી બ્લોગ જમાતના સહિયારા સાથથી સારા કામો સફળ થતા રહે ત્યારે આ ‘આભાર’ નું વજન થોડું વધારે વધતું જાય છે. મારા પ્રિય વાંચકો, દોસ્તો, આપ લોકો સમય કાઢી આ બિલિયન બ્લોગની દુનિયામાં મારા જેવા એક મિસરી માનુષને વાંચો છો, સમજો છો, કોમેન્ટ દ્વારા કિલકિલાટ અને ‘લાઈક’ બટન દ્વારા એકબીજાને ગમતા રહો છો….તો આ બધાનું ઘણું મોટું વજન લઇ…આજે માત્ર એટલુજ કહેવા માટે આવ્યો છું…
આભાર…વ્હાલાઓ!  
આ તો આજના દિવસની ગનીમત લઇ આપને આ દિવસની વેલ્યુમાં વધારો કરું છું બાકી  મારો તો દરેક દિવસ ‘આભાર’ની ‘આભા’થી થાય છે,
તમારું કેમનું છે?

નિલ‘શુક્ર’

માઈકલ જેક્સન…’આભાર’ ટુ અલ્લાહ!

11 responses to “આભાર ‘દે’ થી આભાર ‘ડે’ સુધી….

 1. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી November 24, 2011 at 10:04 am

  શ્રી મુર્તઝાભાઈ,

  એ હકીકત છે કે આપણું જીવન આભાર ના ભાર અને ભાસ અને આભાસ થી જ ભરેલું છે, અને આજના લેખ દ્વારા જે સુંદર માહિતી સાથે તમારી કલમના શબ્દોની પક્કડ નો એહસાસ સાથે આનંદ કરવા મને મળ્યો તે બદલ આભાર ..!

 2. pragnaju November 24, 2011 at 12:20 pm

  الله أكبر الله اكبر
  والله أكبر فوق كيد المعتدي
  الله للمظلوم خير مؤيد
  أنا باليقين وبالسلاح سأفتدي
  بلدي ونور الحق يسطع في يدي
  قولوا معي قولوا معي
  الله الله الله أكبر
  الله فوق المعتدي

 3. Atul Jani (Agantuk) November 24, 2011 at 2:39 pm

  જન્મથી લઈને મૃત્યું સુધી આપણે કોઈને કોઈના આભાર હેઠળ જીવતા હોઈએ છીએ. જેમના મુખે આભાર જેવા હળવા કરી દેતા શબ્દો નથી તે જીવનભાર ભાર ઉપાડીને ફરતા હોય છે.

  આભાર દોસ્ત આભાર કેટલો અગત્યનો છે તે સમજાવવા માટે.

  આભાર માટેનો યે દિવસ? ખરા છે આ અમેરિકનો 🙂

 4. himanshupatel555 November 24, 2011 at 3:51 pm

  માઇકલ જેક્સનનું unmute કરવા છતાં પકડી રખાયેલું mute ગમ્યું ‘આભાર’.

 5. jjkishor November 25, 2011 at 9:03 am

  તમારો શબદનો વેપાર ને વહેવાર બન્ને સ્પર્શી જાય તેવા છે.

 6. GUJARATPLUS November 25, 2011 at 4:53 pm

  MurtazaBhai,

  What we thank for may not be true for other living beings. I hope you will think over links I sent you earlier.
  Have a fun in Egypt and don’t let this people take away your Indian Sufism!

  Happy Thanksgiving to you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: