નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નાચ ન જાને પર આંગન ‘તેરા મેરા’

દોસ્તો, ગઈ કાલની પોસ્ટ સોશિયલ મીડિયાની સામાજિક સમજૂતી પર ‘નાચ’ની વાત તો લખાઈ ગઈ પણ એક મસ્ત મજાની વાત અધૂરી રહી ગઈ. એ વાત છે એક લચલચતા છોકરા ‘મેટ‘ ની…

આ મેટને હવે તો લાખો લોકોએ જોયો હશે…મળ્યા હશે (સમજોને કે ‘મેટ’ થયા હશે). પણ ૨૦૦૮ની સાલમાં એને મગજમાં ગતકડું ભરાયું કે “પોતાની એક અલગ ‘હટકે સ્ટાઈલમાં નાચીને દુનિયા ફરવી છે.”  પોતાના ઘરનું આંગણું વાંકુ પડે એ પહેલા આખી દુનિયામાં નાચવાની આ ચળે એને યુ-ટ્યુબ મશહૂર કરી દીધો.

દુનિયા ફરવાનો, જોવાનો, નાચવાનો, અરે..લોકોને સાથે પણ નચાવવાની આ લગની તેને કેમ લાગી અને એની પાછળ કોણે, કઈ રીતે મદદ કરી એની તો એક આખી અલગ ‘નેટ-વેપારી‘ વાત છે.  પણ સાચું કહું તો સોશિયલ મીડિયાનું આ એક ખરેખરું સાચું ઉદાહરણ બન્યું છે. જેના વિશે મારા સોશિયલ મીડિયા ગુરુ ડેવિડ સ્કોટે (ઓફ કોર્સ, એમના વિશે પણ વાત જણાવીશ) વિગત વાર લખ્યું છે.

જ્યારે કોઈ વાતની લગની લાગે ત્યારે ગાંધી વાળી આંધી સર્જાય છે. જેમાંથી આવા ‘મેટ’ જેવા મિત્રની પણ મિટિંગ મળે છે.

જોઈ લ્યો એની મસ્તીનો શો…૧૪ મહિનાની મુસાફરી અને ૪૨ દેશોની નાચ ભરેલી મસ્તી…પછી ના કહેતા…હાયલા…આવું તો મને ય નાચવું’તું…લે હું ક્યા રહી ગયો?

7 responses to “નાચ ન જાને પર આંગન ‘તેરા મેરા’

 1. Chetan January 8, 2012 at 5:38 am

  REAL REAL…REAL meditation.

 2. Pingback: સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી! « નાઇલને કિનારેથી….

 3. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી January 8, 2012 at 3:36 pm

  બિન્દાસ અને પ્રેરક્પૂરે તેવો નાચ… સુંદર લીંક..

  ધન્યવાદ !

 4. jjkishor January 9, 2012 at 8:42 am

  જેને નથી જ નાચવું એને ગમે તેવાં મજાનાં આંગણાં પણ વાંકાં જ લાગવાનાં;
  જેમને નાચવું જ છે એમને દુનિયાનાં બધાં આંગણામાં સાથીઓય મળી રહેવાનાં.

  વાંદરાઓ પણ જોડાયા છે, ને સ્પેસમાંય આ જણ નાચ્યો છે.

  બહુત નાચ્યો મેટ. बहु रत्ना वसुंधरा !!

 5. BHARAT MODI May 17, 2012 at 2:50 pm

  અરે બોસ્સ તમારા હોમવર્ક અને તમારા Variety of Subjects માટે 1000 Salutes. We dont understand how do u manage to do all these along with your professional life….? We are so much busy earning bread butter and can’t think beyond that. Salute to your hard work for variety of subjects. It refresh us whenever I come to your blog.

  Best Wishes

  BHARAT MODI

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 17, 2012 at 4:05 pm

   દોસ્ત, એક જ શબ્દમાં તેનો જવાબ: ‘પેશન’.

   માર્કેટિંગ વિશે લખવું, વાંચવું, વિચારવું, વહેંચવું અને પછી જરૂરી લાગે તો વેચવું મારું હડહડતું પેશન જ છે. પણ આ બાબતે મેં જોયું છે કે…કેટલાંક પોઈન્ટસ તે થોડાં વધારે લીધા છે. તારી અથાક મહેનત દ્વારા….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: