નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘જીત’કર….’હાર’કર: મનની છે બહુ મોટી બંકર

Winners-Losers

 • જીતકર કહે છે  “એમાં મુશ્કેલીઓ છે પણ શક્ય છે.”
 • હારકર – “એ કામ શક્ય છે પણ ઘણું મુશ્કેલભર્યું છે.”
 • જીતકર કહે છે ‘સંભવ થઇ શકે છે.’
 • હારકર કહે છે ‘ અસંભવ છે.’
 • જીતકર કહેશે ” લાવો હું કરી આપુ.”
 • હારકર કહેશે “આ મારું કામ નથી.”
 • જીતકર કહેશે” આ મને કરવુજ જોઈએ.
 • હારકર કહેશે “તમને આમ કરવું જોઈએ.”
 • જીતકર જવાબદારી લઇ લે છે.
 • હારકર જવાબદારી છોડી દે છે.
 • જીતકર ટીમનો એક મેમ્બર જ હોય છે.
 • હારકર ટીમથી અળગો હોય છે.
 • જીતકર પાસે સ્વપ્નું હોય છે.
 • હારકર પાસે વિચાર હોય છે.
 • જીતકર બાજી પલટાવી શકે છે.
 • હારકરબાજી પલટાય એની રાહ જુવે છે.
 • જીતકર ભૂલો સ્વીકારી લઇ કહે છે -“હું ખોટો પડ્યો.”
 • હારકર ભૂલો કરી કહે છે – “પણ એ મારી ભૂલ નથી.”
 • જીતકર મુશ્કેલીઓમાં રસ્તા શોધશે.
 • હારકર રસ્તાઓમાં મુશ્કેલીઓ.
 • જીતકર લાભ જુવે છે.
 • હારકર લોભ જુવે છે.
 • જીતકર શક્યતાઓ શોધે છે.
 • હારકર મુશ્કેલીઓ શોધે છે.
 • જીતકર હંમેશા સામા પક્ષ સાથે win-win મંતવ્ય રાખશે.
 • હારકર હંમેશા હું જ જીતવો જોઈએ એવું.

‘નિલ’ અંબર

Advertisements

15 responses to “‘જીત’કર….’હાર’કર: મનની છે બહુ મોટી બંકર

 1. અખિલ સુતરીઆ January 16, 2012 at 3:18 am

  સરસ …

 2. preeti January 16, 2012 at 4:20 am

  Very Nice

 3. ASHOK M VAISHNAV January 16, 2012 at 4:55 am

  જીતકરને જે ગ્લાસ અર્ધો ભરેલો લાગે તે હારકરને અર્ધો ખાલી લાગે.

  જીતકર સાત વાર પછડાય તો પણ આઠમો પ્રયત્ન કરે અને હારકર પોતાની નકારાત્મક જાળમાં ફસાય.

  જીતકર ઉંચું નિશાન લઇને હારવાનું પસંદ કરે અને હારકર લે નીચું નિશાન અને નિશાન નીચું છે માટે નથી રમવું કહીને રમત છોડે.

  જીતકરની હારમાં પણ જીત હોય [કારણકે તેમાંથી નવું જ શીખે] અને હારકરની જીતમાં પણ હાર હોય [કારણે કે તેને કયાં કારણોસર જીત મળી તે પણ બહુધા ખબર નથી હોતી].

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 17, 2012 at 9:24 am

   મુ. અશોકભાઈ, અને દિપકભાઈ, આપ બંનેનું શેરિંગ આવકાર્ય…આભાર.

 4. Dipak Dholakia January 16, 2012 at 6:46 am

  જીતકર – હારકરનું સારૂં વિશ્લેષણ કર્યું છે. આ બન્ને શબ્દો પણ ગમ્યા. અશોકભાઈએ એને નિખાર આપ્યો છે.
  હારકર લઘુતાગ્રંથિથી પિડાતો હોય છે, એટલે એ ક્યારેક જીતી જાય તો પણ છીછરાપણું કરે છે અને જીતકર હારે તો પણ પોતાને ગરિમા જાળવી રાખે છે.

 5. jjkishor January 16, 2012 at 9:16 am

  સામસામે, છેવાડે રહેતાં બે વ્યક્તીત્વોને આમ સાવ પાસે પાસે મુકીને અસરકારક વાત રજુ કરાઈ છે. આટલી વીગતો હોવા છતાં એકસુરીલાપણું – મોનોટોનસ – લાગતું નથી.

 6. MechSoul January 16, 2012 at 2:13 pm

  મુર્તઝાભાઈ,
  સ-રસ ..
  આપણી આસપાસ ના “હાર-કર” સાથે બાથ ભીડવા નો કોઈ ઉકેલ ખરો ??

  -જીત + ઈશ = જીતેશ

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 16, 2012 at 4:05 pm

   કેમ નહિ દોસ્ત….!!…એમની સાથે બાથ ભીડવાનો ખ્યાલ જ છોડી દેવો. ને આપણે વધુને વધુ ‘જીત’એશ-કર’ બનતા રહેવાના પ્રયત્નો ચાલુ રાખવાના…બસ ! પછી જો ઉકેલો એની મેળે ઉકેલાતા જશે….

 7. સુરેશ જાની January 16, 2012 at 2:35 pm

  જીતકર હારકર ઘણા વખત પહેલાં અંગ્રેજીમાં વાંચ્યા હતા.
  winners vs losers

  Nice video.

 8. વિનય ખત્રી January 17, 2012 at 9:15 am

  વિનર વર્સેસ લૂઝરનું આ મજાનું ગુજરાતી રૂપાંતરણ ગમ્યું.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 17, 2012 at 9:23 am

   આભાર વિનુભાઈ, આ તો બીજા એડિશનલ પોઈન્ટસ લઇ આવ્યા તમે તો..જે વિશે તો હું પણ અજાણ જ છું. 🙂

   છેવટે આપણે સૌને કાંઈક નવું જ વધુ જાણવા મળ્યું છે.

 9. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી January 17, 2012 at 2:39 pm

  જીતકર ને હારકર દ્વારા જીવનને જીવવાનો અને સમજવાનો એક સુંદર દ્રષ્ટિકોણ મળે છે, સુંદર વાત ! ધન્યવાદ !

 10. readsetu January 30, 2012 at 10:45 am

  ગમ્યું
  આ તમારું ‘લાઇક’નું બટન ‘સભ્યનામ’ અને ‘પાસવર્ડ’ કેમ માગે છે ?

 11. Manisha Shah June 11, 2012 at 9:44 am

  ‘Haarkar’ svabhav ni vyakti ni majority aapdi aas pass hoy to shun karvu joiye?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: