નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અસ્ત થઇ ગયેલા મારા પિતા-ગુરુ ‘સીરાજ’ને મારી શબ્દ શ્રધ્ધાંજલિ…..

તા. ૨૯મી જાન્યુઆરીએ આંસુઓનો એક ખોબો નીલના કિનારેથી વહીને સાબરમતીમાં આવી ગયો. જે નામથી મને ગર્વ છે..તે મારા પિતા સીરાજભાઈ પટેલ મોડી  રાતે લાંબી બીમારી બાદ જન્નત-નશીન થઇ ગયા. એમની દફનવિધિ માટે અચાનક અમદાવાદ આવવું પડ્યું અને આજે એ ૪ દિવસના ગાળા બાદ આપ લોકોને અહીંથી જ આ દુખદ સમાચાર આપુ છું. પપ્પા વિશે સમયાંતરે ઘણું કહી શકાય એટલું બધું છે…. પણ હાલ પુરતું એટલુજ કે…

શબ્દો થકી ગુજરાતી ખરેખર લખતા-વાંચતા શીખવાડ્યું જેની અસર આજે આપ લોકો આ લખાણમાં જોઈ શકો છો તેવા મારા બાયો- અને ખરેખર ‘લોજીકલ’ કહી શકાય તેવા અસ્ત થઇ ગયેલા ગુરુ ‘સીરાજ’ને મારી શબ્દ- શ્રધ્ધાંજલિ…..

પપ્પાના લંગોટિયા દોસ્ત એવા શેખાદમ આબુવાલા અંકલ કહી ગયા છે ને કે..

“કોઈ હસી ગયો,
કોઈ રડી ગયો,
કોઈ ચડી ગયો ને
કોઈ પડી ગયો,
નાટક હતું મજાનું
થઇ આંખો બંધ
ઓઢ્યું કફન ને
પડદો પડી ગયો..”

Advertisements

25 responses to “અસ્ત થઇ ગયેલા મારા પિતા-ગુરુ ‘સીરાજ’ને મારી શબ્દ શ્રધ્ધાંજલિ…..

 1. Dipak Dholakia February 3, 2012 at 11:01 am

  શ્રી મુર્તઝાભાઈ,
  દુઃખદ સમાચાર જાણ્યા.
  “ઓઢ્યું કફન ને
  પડદો પડી ગયો..”
  પણ પાછળ રહી જનારા માટે કઈં એ નાટક નથી હોતું કે ક્ફન કોઈ ઓઢે અને પડદો પડે પાછળ રહેનારા પર!
  અમને સપરિવાર તમારા દુઃખમાં સહભાગી ગણશો.

 2. Atul Jani (Agantuk) February 3, 2012 at 2:51 pm

  હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી

 3. રૂપેન પટેલ February 3, 2012 at 3:47 pm

  ભાઈ આપના પિતાની આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી અંતરાત્માથી પ્રભુને પ્રાર્થના.
  ભાઈ અત્યારે ગીતાના સાર માંથી એક શ્લોક યાદ આવે છે ,
  ” ન આ શરીર તમારુ, ન તમે શરીરના છો. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલુ છે અને એમાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે, પછી તુ ક્યા છે ? તુ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આને સહારે જીવે છે, તે ભય, ચિંતા, શોકથી હંમેશા મુક્ત છે.”

 4. bazmewafa February 3, 2012 at 7:57 pm

  ઇન્ના લિલ્લાહે વ ઇન્ન ઇલય હે રાજેઉન.
  આલ્લા જલ્લેશાનહુ મરહુમની બાલબાલ મગફિરત ફરમાવે.જાન્નતુલ ફિદૌસમાં ઉંચો મુકામ અતા ફર્માવે.
  આપ સહુ કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે.
  દુઆએ મગફિરત માટે હાથ બદસ્તે દુઆ છે.
  મર્હુમ શેખાદમના મિત્રો મારા મિત્ર છે.એક મિત્ર ગુમાવ્યાનો શોક છે.
  સબ કહાં લાલાઓ ગુલમેં નિહાયાં હો ગઈ
  ખાકમેં ક્યા સૂરતેં થી જો પિન્હાં હો ગઈ
  વસ્સલામ
  અહકર
  મુહમ્મદઅલી વફા
  Brampton ON canada
  Friday3Feb.2012

 5. Chetan February 4, 2012 at 4:04 am

  સદાય તમારી સાથે હશે .પહેલા કરતા વધારે નજીક રહેશે.તેઓ ‘સિરાજ ‘છે. હમેશા પ્રજ્વલિત રહેશે.

 6. himanshupatel555 February 4, 2012 at 6:02 am

  sorry to hear about sad demise of your dad,please accept our condolences,and may god bless his soul and rest in peace.
  HImanshu & family(USA)

 7. surya February 4, 2012 at 11:29 am

  મુર્તુઝા ભાઈ , આપના પિતા ના આત્મા ને પ્રભુ શાંતિ અર્પે તેમજ આ દુખદ પ્રસંગની વેળાએ આપ તેમજ આપના સર્વે કુટુંબી જનોને પ્રભુ શક્તિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના.

 8. jjkishor February 4, 2012 at 12:01 pm

  કદાચ પડદો ઉઘડી ગયો એમ કહી શકો. આજ સુધી જે શરીર હતા તે શરીરીને નીરખવા/ઓળખવાનું હવે જ શક્ય બન્યું છે. સાવ અંગત હોય તેમને માટે વેદનાનો આંખ આડે આવી જતો આંસુઓનો પડદો નીરખવા/ઓળખવા દેતો નથી…પણ ખરેખર તો ‘પડદો ઊપડી ગયો’ છે, જનારને માટે ને જો દેખી શકાય તો અહીં રહેનારને માટે પણ.

  તમે એમને પિતા ઉપરાંત ગુરુ કહીને શરીરથી ઉપર ઊઠેલા સંબંધને પ્રકાશ્યો છે ને એ જ બતાવે છે કે, પડદાની પેલી પારનું દૃષ્ય ઝાંખુય તમને દેખાયું છે. અમારાં સહુની પ્રાર્થના છે. તમ સૌને ખુદા શક્તિ આપે.

 9. Govind Maru February 4, 2012 at 2:18 pm

  વહાલા મુર્તઝાભાઈ,
  હાલ, આપના પીતાજીના દેહાવસાનનું વાચીને દુ:ખ થયુ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માબાપની વીદાય હંમેશા આપણા દીલમાં ખાલીપાનુ સર્જન કરી જાય છે. આ દુખદ વેળાએ આપના સર્વ પરીવારજનો મારી દીલી દીલસોજી સ્વીકારજો.

 10. હમઝા ઘાંચી February 6, 2012 at 5:37 am

  ઇન્ના લિલ્લાહે વ ઇન્ન ઇલય હે રાજેઉન.

  I am sorry to know about the death of your father. I send my condolences to you and other members of the family. May his soul rest in peace.

  અલ્લાહ તેમની રૂહ ને જન્નાતુલ ફિરદોસમાં આલા મકામ અતા ફરમાવે… આમીન ..

 11. Shailesh K. February 6, 2012 at 4:32 pm

  મુર્તુઝા ભાઈ , આપના પિતા ના આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રભુ ને પ્રાર્થના.

 12. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 6, 2012 at 4:44 pm

  વ્હાલા દોસ્તો, આપ સૌના મોહબ્બત ભરેલા સંદેશાઓ અને દોઆઓથી ખૂબ ખૂબ આભારી છું. – અલ્ફ શુક્રિયા.

 13. SHAKIL MUNSHI February 18, 2012 at 1:52 pm

  “ઇન્ના લિલ્લાહે વ ઇન્ન ઇલય હે રાજેઉન”
  આલ્લા જલ્લેશાનહુ મરહુમની મગફિરત ફરમાવે.જન્નતુલ ફિદૌસમાં ઉંચો મુકામ અતા ફર્માવે.
  આપ સહુ કુટુંબી જનોને સબ્રે જમીલ અતા ફરમાવે.

 14. અશોક મોઢવાડીયા February 19, 2012 at 6:40 pm

  શ્રી મુર્તઝાભાઈ,
  અમોને આપની અને સહુ કુટુંબીજનોની આ દુઃખની પળોમાં સહભાગી ગણશો.
  શાંતિઃ

 15. અખિલ સુતરીઆ March 4, 2012 at 10:07 am

  …. in silence ….
  …. loosing father and to learn to live with his memories have taught me to be ….
  …. in silence ….

  …. let him live in YOU ….

 16. SANJAY C SONDAGAR March 5, 2012 at 4:36 am

  MAY MAY GOD BLESS HIS SOUL AND REST IN PEACE

 17. hadiya March 5, 2012 at 6:38 am

  i will always miss him,,,,,,,,,,,,,,

 18. Krishnakumar March 5, 2012 at 12:23 pm

  મુર્તઝાભાઇ,
  ઘણો મોડોં છું, પણ જ્યારે સમાચાર વાંચ્યા ત્યારે આપને તથા આપના સમગ્ર પરિવારને આવી પડેલ ખોટ સહન કરવાની શક્તિ માટે ઉપરવાળા ને દિલથી દુઆ !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 5, 2012 at 12:26 pm

   કૃષ્ણકુમારજી ! મેસેજ મળે છે એ મારા માટે ઘણું મહત્વનું છે. મોડો કે વહેલો એવું આપણને લાગતું હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ નિયમિત બ્લોગ પોસ્ટ માટે સમય ફાળવો છો. આવતા રહેશો…

 19. SHAFEE AHMED SUBEDAR March 6, 2012 at 10:07 pm

  DUAA E MAGFIRAT AUR SABREY JAMEEL ALLAHPAAK MARHUM KO JANNAT MI AALADAJA ATAA KAREY AAME YA RBBAL AALAMIN

 20. દીપક March 14, 2012 at 5:55 am

  મુર્તઝાજી, દિલગીરી વ્યકત કરવામાં મોડો પડ્યો છું. ઈશ્વર સદ્‍ગતના આત્માને શાંતિ અર્પે. સાચ્ચે જ, મા-બાપમાં જ જેને ગુરૂ મળી જાય એના જેટલી નસીબદાર વ્યક્તિ બીજી કોઈ પણ નથી.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 14, 2012 at 6:09 am

   સ્નેહી દીપકભાઈ. આપની લાગણીઓથી આભારી છું. મોડું ક્યાંય થતું નથી ભાઈ. કોઈ પણ ક્ષણે લાગણી જાગે તે જ મહત્વની હોય છે.

 21. mansoor n nathani May 14, 2012 at 3:31 am

  Innalillallahe wa inna illayahe rajiun. May Allah give you and your family strength to bear this sorrowful moment…..

 22. Pingback: એમાં હવે ‘એન્ટ્રી’ બંધ છે ને ‘એક્ઝિટ’ સતત ચાલુ છે. આજે પણ, અત્યારે પણ.. « નાઇલને કિનારેથી….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: