નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અત થી અનંત સુધીની એક અનોખી અને અદ્ભૂત સફર….

“Man must understand his universe in order to understand his destiny…

Who knows what mysteries will be solved in our lifetime and

What new riddles will become the challenge of

the new generations.”

– Neil A. Armstrong –

દેખીતું છે કે..નાઇલના કિનારે છું એટલે ‘નિલ’ આર્મસ્ટ્રોંગ સાહેબના ક્વોટથી શરૂઆત કરવાથી અવકાશમાં તેની અસર પધારે પડે, ખરુને?- પણ દોસ્તો, નિલકણથી નિલાંબર થયેલી તેમની ચંદ્ર સફરનો અનુભવ આપણને એક ફિલ્મ દ્વારા મળેલો છે. જેની આજે વાત બતાવવી છે.

 ‘લાઈફ એટલે શું?’- “ક્વેશ્ચનથી ‘કોમા’માં પહોંચી, ફૂલ-સ્ટોપથી ફરી પાછી ક્વેશ્ચન સુધીની સતત સફર?!?!?! યા પછી આગળ પણ કાંઈક?

જો કે અબજો લોકોએ કરોડો વાર પૂછેલો આ સવાલ દરેક વખતે જવાબ દ્વારા એક સવાલ મુકતો જાય છે. કેટલાંક તો એ માટે આખી લાઈફ જ પસાર કરે છે.

પંદર વર્ષ પહેલા સિંગાપોરની સફર દરમિયાન ત્યાંના સાયન્સ-સેન્ટરમાં આવેલા OmniMax થિયેટરમાં લગભગ ચાલીસ મિનિટની એક અદ્ભુત ફિલ્મ જોઈ હતી.The Cosmic Voyage.

આપણી ઝિંદગીને અતિસુક્ષ્મથી લઇ મહા-મહા-મેગા સ્વરૂપમાં ખૂબ સરળ ભાષામાં સમજાવે એવી ઘણી ફિલ્મો આવી હશે. પણ અત્યાર સુધી તેના જેવી બીજી ફિલ્મ મેં હજુ સુધી જોઈ નથી.

(આ વાક્ય ફરીથી વાંચજો): તત્વનું અતિસુક્ષ્મ સ્વરૂપ ‘ક્વાર્ક’ને પણ અતિમહા સ્વરૂપમાં બતાવવી અને બ્રહ્માંડના અતિમહા સ્વરૂપને અતિસુક્ષ્મ સ્વરૂપમાં ખેંચી બતાવતી જોવા ખરેખર તો આ ફિલ્મ આઈ-મેક્સના પાંચ માળ જેટલાં ઉંચા સિનેમામાં જ જોવાની મજા આવે. એટલા માટે જ તેને બનાવવા ખાસ એવા હાઈ-રેઝ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વળી આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું વોઇસઓવર મને ગમતા હોલીવૂડી મોર્ગન ફ્રિમેન સાહેબે કર્યું છે. એટલે શબ્દો અને અવાજ પણ કોસ્મિક અસર આપે છે.

જેને ખૂબ ચાહીએ તે વસ્તુ કોઈકને કોઈ રીતે આપણી સાથે જોડાયેલી રહે છે. દૂર કે નજીક એ તો માત્ર એક આભાસ છે. યુ-ટ્યુબની મહેરબાનીથી આજે એવી સ્મૃતિપટ આપણી પાસે ચિત્રપટ બનીને આવી ગયું છે. ત્યારે જેમને ૩૬ મિનિટમાં એક યાદગાર સફર કરવી છે, તેમને માટે આજે એ ફિલ્મ મફતમાં જોઈ શકાય છે…  

ટૂંકમાં, મોબાઈલ, ચેટિંગ, રૂમનો દરવાજો બંધ કરી, સ્પીકરનો વોલ્યુમ અને સ્ક્રિનનું સેટિંગ મોટ્ટું કરી બૈરી-બચ્ચાં લોગને સાથે બેસાડી અત થી અનંત સુધીની એક અનોખી રીતે સરળ બનાવતી સફર ઘરબેઠાં કરવી હોય તો કોસ્મિક વોયેજ માટે ઉપડવા તૈયાર થઇ જજો.

આજના રવિવારે જીવનમાં….કાંઈક જોયું લેખે લાગશે એની પાકી ગેરેંટી.

.

Advertisements

4 responses to “અત થી અનંત સુધીની એક અનોખી અને અદ્ભૂત સફર….

 1. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' June 17, 2012 at 9:44 am

  અત્ થી અંત સુધીની એક ખરેખર અનોખી સર તમારા સહયોગથી માણવા મળવી. ખૂબજ સુંદર માહિતી સાથે જાણકારી !

  ધન્યવાદ !

 2. ashwinahir June 17, 2012 at 1:38 pm

  g0od!

 3. pragnaju June 18, 2012 at 3:27 am

  મઝાની વાત

 4. Heena Parekh June 19, 2012 at 5:24 am

  ડાઉનલોડ કરું છું. પછી શાંતિથી જોઈશ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: