નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

 • દુન્યવી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે પોષતું તે જ મારતું એ ક્રમ દીસે કુદરતી…”
 • વેપારી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

એક તરફ ઇરાન પ્રબળ રીતે અમેરિકાનું (ઓલમોસ્ટ) બધી બાજુએથી વિરોધ કરી રહ્યું છે ત્યારે એના જ કેટલાંક ટેકનોલોજીકલ-વેપારિક વીરલાંઓ અમેરિકામાં રહી આખી દુનિયાને પોતાની ઉદ્યોગસાહસિકતાથી હલાવી રહ્યાં છે. આમ તો લિસ્ટ લાંબુ છે. પણ એમની જ પારસીયન સ્ટાઈલમાં ‘થોરામાં ઘન્નું’ બતાવવા ૩ ઉદાહરણો મુકવા ગમશે.

 • Omid Kordestani: ગૂગલનો જ શરૂઆતી એક સ્થાપક અને હાલમાં સિનીયર એડવાઈઝર

 • Omid Saadati:  – ફેસબૂકનો એક મુખ્ય પાર્ટનર કમ એન્જીનિયર

 • Pierre Omidyar: – ઈબે.કૉમ (Ebay.com) નો સ્થાપક

દોસ્તો, આ ત્રણે પોતાની ધરી પર એટલા સાબૂત છે કે વેપાર અને ટેકનોલોજીની જૂની વ્યાખ્યાઓને તો ક્યારની ફેરવી નાખી છે.

સ્વાર્થથી ભરપૂર આ દુનિયામાં રાજકીય ચકલાં તો કદાચ દુનિયાને બતાવવા માટે જ ચૂંથવામાં આવે છે. પોતાનો હેતુ સિદ્ધ થતો હોય ત્યારે ઇરાની કે ઇન્ડિયન, જાપાની કે જર્મન ટેગને (યા તેગ પણ બોલોને) મ્યાનમાં ભરવી દેવામાં આવે!

આપણે કોણ અથવા શું છીએ?” એ કરતા “આપણે શું કરી શકીએ છીએ” કદાચ વધારે મહત્વનું છે ને?

5 responses to ““જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

 1. Dipak Dholakia July 24, 2012 at 4:42 am

  ઝઘડો હંમેશાં સરકારો વચ્ચે હોય છે; જનતાઓ વચ્ચે નહીં..

 2. jjkishor July 24, 2012 at 8:17 am

  વેપારની દુનિયા વિશાળ હશે બાકી મારે તો એમાં કાળા અક્ષર કુહાડે જેવું…પણ તમારી વેપારજગતની વાતો વાંચીને મને થયું કે તમે તેને એક નવો આકાર (નવો અવતાર કહું તોય ખોટું નથી) આપ્યો છે. ભાષાનેય તમે વેપારી વિષયમાં રુડી રીતે પ્રયોજી છે…ક્યારેક તો તમારાં લખાણો જીવનસુત્રો શાં હોય છે…તમે, અશોક અને શકીલ વગેરે સૌ શુષ્ક વિષયને જીવતા કરી મુકો છો.

  આનંદ.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! July 24, 2012 at 1:29 pm

   જે.કે.દાદા, આ આપની મોહબ્બતનો તકાઝો છે. બાકી તો જે વિષય પરત્વે અમને મોહબ્બત હોય છે એ માટેના શબ્દો પણ દિલમાંથી એમ જ સ્ફૂરી આવે છે. જે આપના જેવા સાહેબોને તસલ્લી આપે છે.

   ખૂબ આભાર. ઘણું લખવું છે…વહેવું છે…વહેવડાવવું છે.

   • jjkishor July 24, 2012 at 1:47 pm

    અહો, વહો !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: