નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અક્કલમંદી થી અક્કલની મંદીની સફરના આ છે રહ્યાં-સહ્યાં રસ્તા…

“અક્કલમંદ કેમ થવું? “એવી વાત તો સૌ કોઈ કરે…(ફેસબૂક પર આવેલા મારા આ ફોટો-આલ્બમમાં આવેલી ગુન્જરેજી ક્વોટ્સની એક મોટી દિવાલ જ જોઈ લ્યોને).

ખૈર, પણ આજે વાત કરવી છે…. “મંદ અક્કલના કઈ રીતે થવું?” – નેટ-સંશોધન પરથી મળી આવેલા આ ૧૭.૫ રસ્તાઓ પર ચાલવાથી અક્કલમંદ થી મંદ અક્કલની સફર કરી ઝિંદગીમાં ઘણું ‘સફર’ કરી શકવાની તકો મળે છે.

૧.  ભરપૂર ‘રિયાલિટી શો’ઝ જોવા.(કંટાળો આપે એવો કાંટાળો રસ્તો)

૨.  નકરી ખાંડના બનતા પીણાં (હવે એમાં કોક-પેપ્સીનો ઉલ્લેખ કરવો જરૂરી ખરો?) સસ્તામાં વારંવાર ગટગટાવવા.

૩.  એકસાથે અનેક કામો કરી ‘સંત’ બનવાની કોશિશ કરતા રહેવું. 

૪.  દરરોજ ‘સમયસર’ ચ્યુઈંગ-ગમ ચગળતા રહેવું.

૫.  બાઘા બની હાસ્યસભર ન્યુઝચેનલ્સ જોતા રહેવું (આજતક સે પરસો તક…કે વરશો-વર્ષ તક!). 

૬.  જાડિયા બનતા રહેવું (કે પછી જાડિયા કેમ છીએ એની માત્ર ફિકર કરતા રહેવું).

૭.  બંને પગો વધુ સમયે લટકતાં રાખવા (પછી ભલે ને એ આપણને લટકાવી દે).

૮.  ફલોરાઈડ-યુક્ત પાણી પીતા રહેવું.

૯.  મોજીલી મિટીંગોમાં ટિંગાયા કરવું (કે એમાં જઈ અર્થહીન ગાયા કરવું).

૧૦.  બાળકોને કારણહીન મારતા રહેવું, વઢતા રહેવું, બાનમાં રાખતા રહેવું.

૧૧.  ‘પાવરપોઇન્ટ’ વાળા (બોરિંગ) પ્રવચનો કરતા રહેવું ને સાંભળતા રહેવું.

૧૨.  સમય પસાર કરવા કાર્ટૂન ફિલ્મોમાં (સ્પોન્જબોબ તો ખાસ) હસતા રહેવું (ને પછી ખાસતા રહેવું)

૧૩.  સિગરેટ-બીડીનાં ધૂમાડાથી ધૂમ મચાવવી.

૧૪.  મદિરા-પાન કે રાજપાઠની સ્થિતિમાં રચ્યા-પચ્યા રહેવું.

૧૫.  ખોબેખોબા ભરી મગજમાં ફિકરો ભરી રાખવી. (ટૂંકમાં સ્ટેટસ માંથી સ્ટ્રેસમાં રહેવું)

૧૬.  …ને પછી માથાના દુઃખાવાની ગોળીઓ મગજમાં અને મોંમાં માર્યા કરવી.

૧૭.  શરીરમાંથી આયોડિનનું બેલેન્સ ગુમાવી દેવું (ભલે ને દેવું થઇ ગયું હોય તો પણ)

અને છેલ્લે બાકી રહેલી ૦.૫. …ને આવા રસ્તા બતાવતી ‘ટિપ્સ’ને એક આંખથી વાંચી બીજી આંખે નિકાલ કરવો. 

2 responses to “અક્કલમંદી થી અક્કલની મંદીની સફરના આ છે રહ્યાં-સહ્યાં રસ્તા…

  1. નિરવ ની નજરે . . ! August 31, 2012 at 6:11 am

    1) Comedy circus માં અર્ચના પુરણસિંહ ને બકાસુરની જેમ દાંતિયા કાઢતી જોવી !

    2) laugh India laugh માં ચંકી પાંડેને બેવકુફની જેમ હસતો જોવો .

  2. Pingback: પૈસા કેવી રીતે વેડફી શકાય « પ્રયાસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: