નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

… કુછ તો ‘લોગ’ કહેંગે, પર ‘લિગો’ કા કામ હૈ કરના!

Lego_Packs

જાગૃત ચેતવણી: આજની આ પોસ્ટ માટે સત્તર મિનીટ કાઢી શકતા હોવ તો જ… વાંચજો. અથવા જ્યારે લાગે કે ૧૭ મિનીટનો સદુપયોગ કરવો છે, તો પાછા આવી અહીંથી આગળ વાંચવા લાગજો.

પહેલા બાળકોને સૌથી પ્યારા બનીને પછી મોટેરાઓ માટે બિલ્ડીંગ ‘બ્લોક્સ’ થયેલા….ઉપસેલા ગોળ ખાંચાથી બનેલા ‘લિગો’ પ્લાસ્ટિકના એ નાનકડાં ટુકડાઓ ‘ક્રિયેટિવિટીની’ દુનિયામાં કદાચ સૌથી વધુ રાજ કરી રહ્યાં છે. ક્યાં ક્યાં રાજ કરી રહ્યા છે એનું લિસ્ટ બહુ લાંબુ છે. આ રહ્યું આ લિંક પર આખો સ્ટોર જ બનેલો છે.

દોસ્તો. સમજોને કે પ્લે-ગ્રુપથી લઇ પ્લેનેટ સુધીના લગભગ બધાંજ ક્ષેત્રોમાં ‘લિગો’ના બ્લોક્સ ‘મોડેલિંગ માટે વપરાય છે.

આપણે તો કદાચ તેને રમવામાં કાઢી નાખીએ…કે પછી વખત આવ્યે ભંગારીયામાં પણ નાખી દઈએ. પણ તેનું અસ્તિત્વ બહાર આવતા અને ટકાવી રાખવામાં બહુ મોટી મજલ કપાયેલી છે.

બ્લોક્સની આ દડમજલ બતાવવા વિશે જસ્ટ થોડાં જ દિવસો અગાઉ ૧૭ મિનીટની આ એક નાનકડી એનિમેશન ફિલ્મ આવી ગઈ છે.

પેલા ડાઈલોગની જેમ ‘સત્રહ મિનીટ હૈ તુમ્હારે પાસ!’માં આખી સફર અદભૂત રીતે બતાવવામાં આવી છે. હવે જો તમારો કોઈ ડ્રિમ-પ્રોજેક્ટ શરુ થવાનો હોય યા ચાલતા પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલીઓ આવી રહી હોય ત્યારે…લિગોની આ લીગ-વાર્તાને જરૂર યાદ રાખજો. થોડું (અરે ઘણું બધું) મોટિવેશનના બ્લોક્સ બિલ્ડ થઇ જશે. ગેરેન્ટેડ!

આવી નાનકડી ફિલ્મ માહિતીઓના મહાસાગરમાં કદાચ ધીમી તરતી હોય. પણ નેટ પર ફરતા-ફરતા મારી પાસે આ ફિલ્મ આવી ત્યારે મારા મોંમાંથી આ વાક્ય તુરંત બહાર આવી ગયું:

 સાચે જ… … કુછ તો ‘લોગ’ કહેંગે, પર ‘લિગો’ કા કામ હૈ કરના!

6 responses to “… કુછ તો ‘લોગ’ કહેંગે, પર ‘લિગો’ કા કામ હૈ કરના!

 1. નિરવ ની નજરે . . ! September 10, 2012 at 8:42 am

  1) મારી પ્રિય ગૃહ રમતોમાની એક , હજી ક્યારેક મારા ભાણીયા સાથે હાથ અજમાવી લઉં છું 🙂

  2) ત્રણ પેઢીની સંઘર્ષગાથા જાણીને ઘણું જાણવા મળ્યું . 3) & Legoland , wanna visit some day !

 2. Krishnakumar September 10, 2012 at 12:05 pm

  ખરેખર લિગો ની સફરમાં મજા આવી ગઈ આભાર આપનો મુર્તઝાજી આવો સરસ લેખ અને વીડીયો શેર કરવા માટે

 3. Ameeta dharia September 10, 2012 at 6:42 pm

  Very nice film!! Thanks for sharing.

 4. સુરેશ જાની September 11, 2012 at 12:48 am

  કદાચ એનો ઉચ્ચાર ‘ લેગો’ છે – ભૂલચૂક લેવી દેવી !
  વોલમાર્ટ્માં એમાંથી બનાવેલો આઠ ફૂટ ઊંચો રોબોટ જોયેલો છે.
  એક વખતે, અહીંની નવરાશમાં મારી એક હોબી. પાર્ટ્સ નું બહુ મોટું કલેક્શન છે. પણ હવે છોકરાંવને એમાં રસ નથી. વિડિયો ગેમ જેવી આ થોડી ફાસ્ટ હોબી થાય? !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 11, 2012 at 2:23 am

   શક્ય છે ‘લેગો’ પણ કહી શકીએ દદ્દુ. જો કે…ફિઝીકલ ક્રિયેટિવિટીમાં ‘લેગો’એ એનો ‘પગ’પેસારો એવો કર્યો છે કે…દરરોજ મને કોઈકને કોઈ બાજુ સમાચારમાં તેના કોઈક નવા જ ક્રિયેશન વિષે જોવા-જાણવા મળે છે. એના ફેન્સ, હોબીઈસ્ટ એને આજના સુપર વિડીઓ એજમાં પ્રોમોટ કરવા પણ ઘણું કરી રહ્યા છે. બીજી એક વાત એમ પણ છે કે…લેગોએ ડીજીટલ અને ઓગમેન્ટેડ-રિયાલીટીનું કોમ્બિનેશન કરી નવો ચીલો પેદા કર્યો છે.

   આ રહ્યું એનું ભવ્ય ઉદાહરણ ગૂગલ મહારાજે જ આપ્યું છે. તો શરુ થઇ જાવ તમારી અંદર રહેલી ક્રિયેટિવિટીને ડીજીટલ મોડમાં ફેરવા માટે..

   http://www.buildwithchrome.com/static/map

 5. Pingback: તમે આ ૧૭ રીતે ફેંકાફેંક કરી શકો છો… બોલને! « ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: