નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ગમતા ‘ગાજર ની પીપૂડી’ આ રીતે પણ વગાડી શકાય…

The Keret House in Warsaw. [Source: homedsgn.com]

 • મૂળ નામ: એટ્ગર કેરેટ
 • મૂળ કામ: હિબ્રુ ભાષામાં લેખન (એટ લિસ્ટ ૨૦ કેરેટ જેટલું તો ખરું)
 • મૂળ વતન: વોર્સો, પોલેન્ડ
 • હાલમાં રહેઠાણ: તેલઅવીવ, ઇઝરાયેલ (કેરેટેડ જ્યુ)
 • મૂળ ખોરાક: મૂળા અને ગાજર (હોઈ શકે એક લેખક માટે માની શકાય, જ્યારે વાત ઇઝરાયેલની હોય)
 • ને હવે મૂળ વાત: ૧૫૨ સે.મી જેટલી મોટી

ત્યારે તમને સવાલ થાય કે આ મુર્તઝા(ભ’ઈ)એ ૧૫૨ સે.મી. જેવી સાવ નાનકડી વાતને મોટી કેમ કરી?!?!?

તો ભાઈઓ અને બહેનો! આ ૧૫૨ સે.મી.એ આ બાવન અઠવાડિયામાં એક સાવ પાતળો (Thinnest) રેકોર્ડ કાયમ કરી આખી દુનિયામાં સૌથી મોટી વાત બનાવી છે.

બન્યું એવું છે કે એટ્ગરભાઈના માતા-પિતા અને બીજાં સગાં-સંબંધીઓ વિશ્વયુદ્ધ-૨ના હોલોકાસ્ટ દરમિયાન પોલેન્ડમાં માર્યા ગયા હતા. પોતાના દર્દ અને મોહબ્બતની લાગણીઓનું લખાણ વાર્તા સ્વરૂપે લખી ઇઝરાયેલમાં તો એમણે ધૂમ મચાવી દીધી છે.

પણ જ્યારે થોડાં વર્ષો અગાઉ પોલેન્ડમાં શ્રધાંજલિ આપવા માટે તેઓ વોર્સો ગયા હતા ત્યારે તેમને હરતા-ફરતા એ શહેર એટલું ગમ્યું કે ત્યાં બીજું એક રહેઠાણ કરવાનું નક્કી કરી દીધું. તે માટે ગલીએ ગલીએ શોધ આદરી.

હવે આ કેરેટભાઈ ગાજરિયા જાસૂસ તો હતા નહિ; છતાં એક જગ્યા જોઈ એમને કાંઈક એવો વિચિત્ર વિચાર આવ્યો કે જે ત્યાંના સ્થાનિક લોકોને પણ ન સૂઝે (અને સૂઝી પણ હોય તો કોણ કહેવા જાય?!?!)

તેના એક બીજાં આર્કિટેક્ટ દોસ્ત જેકબ(યાકુબ) ઝેક્ઝેન્સકીને લઇ આવી ‘એ’ જગ્યા બતાવી. એ જગ્યાની પહોળાઈ હતી માત્ર ૧૫૨ સે.મી. અને પહોળાઈ (યા ઊંડાઈ) ૯ મીટર!- (સાલું આટલી જગ્યામાં નહાવું કેમ?…નીચોવવું કેમ?)- બે ઉંચી ઈમારતો વચ્ચે બચેલી આ સાંકડી ગલી ને જોઈ યાકુબજીને પણ વિચારનો કબજીયાત થયો જ હશે એમાં કોઈ શંકા ખરી?

પણ આર્કિટેક્ટ જેનું નામ. હટકેલ દિમાગ રંગમાં આવ્યું. ને શરુ થયો એક અનોખો પ્રોજેક્ટ. ‘કેરેટ હાઉસ’. :  http://kerethouse.com/

‘મામુલી’ લાગતી સાવ સાંકડી જગ્યાને આ ‘કેરેટ હાઉસે’ વિશ્વભરના ડિઝાઈ-નરો-નારીઓ માટે ‘૨૪ કેરેટ’ના સોના જેવી ‘મહામૂલી’ વાત બનાવી દીધી છે. ‘દુનિયાના સૌથી સાંકડા ઘર’નું ટેગ લગાવી તે ગિનેસબુકમાં રેકોર્ડ કાયમ કરી આવ્યું છે.

બનાવતી વખતે એમાં દિલ-દિમાગ અને હાથની નસો કેટલી ખેંચાઈ હશે એની માપણી એ લોકો પર છોડી દઈએ. પણ એક વાત શીખી શકીએ શકે કે શરૂઆતમાં કેરેટ (ગાજર)ની પીપૂડી જેવું ‘સોલીડ’ વગાડવા જેવું મુશ્કેલ લાગતું કામ પણ શાંતિથી વિચારતા અનોખા બેન્ડવાળા ઉકેલ સાથે પાર પડી શકે છે.

પછી પોલેન્ડ હોય કે નાગાલેન્ડ….જગ્યા સાથે અક્કલ પણ કોના ફાધરની છે, હેં?

કેરેટ ‘કિક’:

વર્ષમાં માત્ર ૨-૩ વાર કેરેટભાઈ આ ઘરની મુલાકાત માટે આવશે. ત્યારે સાવ ‘ફ્રિ’ પડેલા ઘરમાં જેમને થોડો જ સમય વિતાવવો હોય તે સૌને એપોઈન્ટમેન્ટના ધોરણે રહેવાનું ભાવભર્યું (ભીનું નહીં) આમંત્રણ તેમણે આપ્યું છે…એ પણ સાવ ફ્રિ…મફત !

સર’પંચ’ :

આપણા દેશમાં તો સાંકડી જગ્યાઓમાં વર્ષોથી આખાને આખા રાજ્યો રહી રહ્યાં છે. એમના વિશે કેમ કોઈ અખબાર લખવા માટે ‘જગ્યા રોકતું’ નથી?

ખૈર,…જતા જતા એક નજર કેરેટ હાઉસ પર: 

Advertisements

6 responses to “ગમતા ‘ગાજર ની પીપૂડી’ આ રીતે પણ વગાડી શકાય…

 1. સુરેશ October 31, 2012 at 12:44 pm

  આઠ ફૂટ પહોળા પોળના મકાનમાં ઊછરેલા આ જણને આ મકાન ગમી ગયું.

 2. નિરવ ની નજરે . . ! October 31, 2012 at 12:53 pm

  1} સે.મી માં માપ ૧૫૨ સે.મી = અંદાજીત 5 ફૂટ થાય છે , જયારે તમે ૩૩ ફૂટ આપ્યું છે . . . અને મૂળ ઘર 3 ફૂટનું છે

  2} ઝેક્ઝેન્સકી , નામ લખવા સમયે કેટલી છેકછાક થઇ હતી 😉

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! October 31, 2012 at 1:03 pm

   દોસ્ત, માપનો હિસાબ લખવામાં થોડી ઉતાવળ થઇ હતી. પણ હવે સુધારી લીધું છે. આભાર.

   ‘ઝેક્ઝેન્સકી’ …સાચું કહું તો એકવારમાં જ લખાઈ ગયું હતું. એટલા માટે કે…મને ખબર તો હતી જ કે આ ‘ધાંગધ્રા છાપ’ શબ્દોને જરા શાંતિ ન્યાય આપવો પડશે.

   ખૈર, એક આ લેકના રેફ.માં બીજી એક લીંક પણ મળી આવી છે : http://ebookfriendly.com/2012/10/29/keret-house-pictures/

 3. jjkishor October 31, 2012 at 3:24 pm

  कौन गली गये श्याम ???

 4. pragnaju October 31, 2012 at 5:16 pm

  વાહ સરસ
  યાદ

  જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હે મૈં નાહિ
  પ્રેમ ગલી અતિ સાંકરી, જામેં દો ન સમાહિ.
  જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી આત્મારૂપી હરિ નહોતો. હવે હરિ છે ત્યારે અહંકારનું અસ્તિત્વ નથી.

  પ્રેમની ગલી ઘણી સાંકડી હોય છે. તેમાં એકી સાથે બે …

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! October 31, 2012 at 5:54 pm

   પ્રજ્ઞાજુબેન, ક્યા બાત હૈ! આપની દરેક કોમેન્ટ ‘હટકે’ મળે છે. કાંઈક નવું જ…રસવંતુ!- આભાર…થોડો વધારે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: