નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘માઉસ પકડો, મોબાઈલ ઉઠાવો’ અભિયાન…

એલેકઝાન્ડ્રા સાઉથ આફ્રિકામાં આવેલું જોહાનિસબર્ગ શહેરની પાસે આવેલું ટાઉનશીપ છે.

ત્યાં ૩ પ્રોબ્લેમ્સ બહાર આવ્યા છે. 

૧.  ઉંદરોનો ત્રાસ – આ ટાઉનશીપ ઘણી વાર એમ લાગે છે કે માણસો કરતા માઉસનો વસ્તી-‘રેટ’ બહુ ઉંચો છે.
૨.  ટ્રાશ (કચરા)નો ત્રાસ. – ગંદકીથી ધમધમતા આ ટાઉનમાં કચરો તેમની શહેરી એકત્રિત થયેલી પેદાશ છે અને ઉંદરો માટે ખાદ્ય. ૩.  સ્માર્ટ-મોબાઈલ યુગમાં હજુયે ત્યાં સેલફોન (નોકિયાનો પેલો સૌથી જુનું મોડેલ પણ હજુ ત્યાં નવા જેવો) વાપરવો બહુ મોંઘો પડે છે.વાત એમ બની કે…થોડાં અરસા પહેલા એલેકઝાન્ડ્રા સીટી-કાઉન્સિલમાં કોઈક કાળુભાઈને થોડી સુબુદ્ધિ સૂઝી કે આ પ્રોબ્લેમ્સનું મર્જ કરી લાભ ‘લેવામાં’ આવે તો પ્રજાને પણ કાંઈક ‘સુખનેસ આપી’ શકાય. ને એ બહાને ડેવેલોપમેંટ જેવું થોડું કામ પણ થઇ શકે.

ને શરુ થયું એક ટાઉની અભિયાન. “બસ! ૬૦ ઉંદર પકડો ને એક મોબાઈલ લઇ જાવ.” – હવે ત્યાંની સ્થાનિક પ્રજામાં ખુશહાલી તો સર્જાઈ છે પણ થોડુ ઉદાસીન પણ બન્યું છે.

• : ખુશહાલીનું કારણ: “આહા ! હવેથી ઉંદરને બદલે મોબાઈલ રમાડવા મળશે. યેએએએએએએ!!!!!!”- પણ ‘મોડેલ’ કયું મળશે એ સંસ્થા હજુ નક્કી કરી રહી છે. 

• : ગમગીનીનું કારણ: જ્યાં ખુદ ટાઉન પોતે કચરાના ઢગ પર વસ્યું હોય ત્યારે એમનું વધેલુ એંઠું જમણ પછી જમશે કોણ?- અને કચરો ઓછો થશે તો ઊંઘ કેમ આવશે? (એક નાગરિકે તો ખુલ્લેઆમ એમ પણ કહી દીધું છે કે “અમારા ઉંદરોનો સૌથી પ્રિય ખોરાક ‘વપરાયેલા કોન્ડોમ્સ છે. એની ચિંતા હવે અમને વધુ થઇ રહી છે, બ્વાના !!!”)

જો કે..હાલમાં તો હજુ વાત થઇ છે. અમલની વાત વાશે ત્યારે વધુ વાત. અત્યારે તો કેટલાંક વિરોધી તત્વો આવા આડા કામમાં ઉભા થયા છે. પણ એમાં જે થશે તે સારું જ થશે. કેમ કે…એક વાર મોબાઈલ હાથમાં પકડાયા પછી કોઈક એવો કોપી-‘કેટ’ પણ આવશે જે ‘ઉંદરપકડ’ નામની ‘એપ’ (એપ્લિકેશન) પણ તૈયાર કરી આપશે. 

હવે જતાં જતાં પ્રાપ્ત સૂત્રો કે અનુસાર…

એ સાચી વાત છે કે આ એલેકઝાન્ડ્રા ટાઉન નેલ્સન મંડેલાજીનું પહેલું શહેર હતું જ્યાંથી તેમણે પોતાના ‘સાઉથ આફ્રિકન્સ’ માટે ચળવળ શરુ કરી હતી. હવે એમના બદલે ત્યાંની કાઉન્સિલે આવું અભિયાન શરુ કર્યું છે, એટલે લોકો ઉંદર પકડવા ‘મંડેલા’ છે. 

ફરક માત્ર એટલો છે કે…પહેલે સરફરોશી થી…પર અબ મોબાઈલફરોશી હૈ!

One response to “‘માઉસ પકડો, મોબાઈલ ઉઠાવો’ અભિયાન…

  1. pragnaju November 2, 2012 at 2:09 pm

    યાદ
    ટેડ ઈન્ડિયામાં, પ્રણવ મિસ્ત્રી કેટલાક સાધનોની રજૂઆત કરે છે કે જે ભૌતિક જગત ને ડિસાથે જોડવામાં મદદ કરે છે- સાથે સાથે …. એટલે આઠ વર્ષ પહેલા મે મારી શોધ શરુ કરી. …. કારણ કે મારુ લક્ષ હતુ આપણા કોમ્પ્યુટર વપરાશને વધુ સરળ બનાવવાનો. ….. અને કદાચ …………………..

    ૨ ડોલરની માઉસ પ્રતિક્રિયા સિસ્ટમ અને આ ઉંદરડાઓને કાંઇ સંબંધ હોય તેમ લાગે છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: