નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

લ્યો ત્યારે FDI નું આ હવે નવું સૂત્ર ‘ખુલશે’…

પ્રાપ્ત સૂત્રો કે અનુસાર…

પ્લેબોય કંપની આવતે મહિને ગોવામાં એમની પહેલી પ્લે-ક્લબ ખોલવા જઈ રહ્યું છે.
(ગરમી લાગવા માંડી ને?- ભ’ઈ હવે તો જરૂર પંખો ચાલુ કરવો જ પડશે)

એમના રિપોર્ટ અનુસાર…ભારત એમના માટે બીજા નંબરનું સૌથી મોટું અને હોટ માર્કેટ ગણાયું છે. આમ તો જો કે એમણે એમના પ્લેબોય મેગેઝિનને માસિકની દુનિયામાં અદ્રશ્ય રીતે (ભારતમાં પણ) પહેલો નંબર તો રાખ્યો જ છે. છતાં ભારતનું યુવા ધન આટલું મોટું ‘નીકળશે’ એવો એમનો અંદાજ સાવ ખોટો પડ્યો.

વાત એમ બની હોય કે….તેમણે પહેલા ‘સન્ની’ અને ચિયર-ગર્લ્સ જેવીઓ છોકરીઓનું જિસ્મ બતાવી માર્કેટ રિસર્ચ કરવા ભારત મોકલી હોય. પેલીઓ એ “ભોત જ્યાદા, ભોત અચ્છા ઔર સિક્યોર્ડ માર્કેટ હૈ યાઆઆઆ૨!!” એવો સંદેશો મળ્યા પછી એમણે આર્યાવ્રત ભારતમાતા સાથે ‘સોમપાન’ કરાવવા આ મંગલમય સંબંધ પાકો કર્યો હોવો જોઈએ.

હવે પ્લેમેટ્સનો ઉપયોગ કરી આ યુવાધનને સેક્સની દુનિયામાં (બર)આબાદ(?!?!) કરવા આગામી ૨-૩ વર્ષમાં ઠેર ઠેર બીજી દોઢસો જેટલી ક્લબ્સ, ડાંસ-બાર અને ફાફેનું પ્રયોજન કરવામાં આવનાર છે.

આમાં માની જ શકાય કે કેટલાંક ‘રવિ’મય માનવીઓની લાગણી દૂભાઈ જશે. પણ એમને પૂછનાર કોણ?- કારણકે એવા બિઝ-‘ગુરુ’ઓ તો ‘શુક્ર’ની જેમ ચમકી ઉઠવાના છે.

આપણે પબ્લિક… આમેય બુધ્ધુ જ છીએ ને? આવી સાવ નીચી બાબતોમાં ક્યાં વિરોધ કરવાનો ‘ટેમ’ મળે? હવા આણે દે ભાય હવા…

આપણી બેનોની ઓઢણી કે બૈરાની છેડતી કે પછી ડોહા-કાકાનું ધોતિયું ખેંચવાની મજાકમાં બહુ વાંધો નથી શાયેબ. આખેઆખું શરીર સચ્ચે જ…સિનેમા પછી પહેલીવાર ખુલ્લેઆમ ચ્યોં જોવા મળવાનું હતું?- આ તો હારું છ ક પ્લે-ભાયડો આવી છોકરીયુંઓને લઇ આયો…બાકી આપણે તો ઈમ જ મરી જાત….

લ્યો ત્યારે FDI નું હવે નવું સૂત્ર ‘ખુલશે’: ફક દે ઇન્ડિયા !

બાપા… જરા એ.સી. ચાલુ કરાવો ને! મફત વીજળીની પેલી વાતનું શું થયું લ્યા ઓયે…હવે તો દિવાળીયે નજીક આવી ભ’ઈ ?

Advertisements

2 responses to “લ્યો ત્યારે FDI નું આ હવે નવું સૂત્ર ‘ખુલશે’…

 1. pragnaju November 4, 2012 at 12:47 pm

  ફક્ત ફાર્મા કંપનીઓમાં જ નહીં એન્જિનિયરિંગ કંપનીઓમાં પણ એફઆઇઆઇનું હોલ્ડિંગ વધ્યું છે. સૌપ્રથમ વખત શહેરની એન્જિનિયરિંગ કંપનીઓમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ વધુ વધ્યું છે. સદભાવ એન્જિનિયરિંગમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ 2.43 ટકા વધ્યું છે. તેવી જ રીતે બિલ્ડિંગ પ્રોડક્ટસ બનાવનાર સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પણ એફઆઇઆઇનો પ્રવાહ છેલ્લાં એક વર્ષમાં વધ્યો છે.

 2. Vinod R. Patel November 5, 2012 at 5:08 am

  ભારતમાં વોલ માર્ટ ,કોક,પીઝા એમ ઘણી ચીજો પશ્ચિમી દુનિયામાંથી આવી ગઈ છે તો પ્લે બોય

  શું કરવા બાકી રહે !

  “ભોત જ્યાદા, ભોત અચ્છા ઔર સિક્યોર્ડ માર્કેટ હૈ યાઆઆઆ૨!!” એવો સંદેશો મળ્યા પછી એમણે આર્યાવ્રત ભારતમાતા સાથે ‘સોમપાન’ કરાવવા આ મંગલમય સંબંધ પાકો કર્યો હોવો જોઈએ.

  એવું જ કૈંક થયું લાગે છે મુર્ત્ઝાભાઈ .જોયા કરો આગળ શું થાય છે.બધી વાતનું આઉટ સોર્સિંગ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: