નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

બોલના..વિવિધ તોલ અને મોલ !

Various Types of Ball

નેટ પર ક્યારેક એવી એવી માહિતીઓ મળી આવે છે કે વાંચતા જ દિમાગમાં ટીખળ સૂઝી આવતી હોય છે. યા એમ પણ હોઈ શકે કે વાંચનારને આ રીતે ‘ટિકલ’ કરવામાં લખનારને પણ મજા આવતી હોય! તો આજે એવાં જ ટીખળયુક્ત સમાચાર પર મારી પણ નજર પડી.

‘બોલ’….દડો. (આમાં તમે ‘દડો’ એમ ન બોલતા પાછા, આ તો શબ્દનો અર્થ ઘણાં દેશીઓ બરોબર રમી શકે એ માટે લખ્યો છે). નેટ-લેખકના એક ઓબ્ઝર્વેશન પ્રમાણે વિવિધ બોલ્સની સાયકોલોજી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે મોટા દડાથી લઇ નાનકડા દડા એક વિશિષ્ઠ પ્રકારના ઉપયોગી ‘મોલ’ દર્શાવે છે. જેમ કે…

ફૂટબોલ: –
આખી દુનિયામાં સૌથી વધુ રમાતા આ સ્પોર્ટને નાનકડી શેરીઓમાં રમતા નાનકડા ગરીબ છોકરાંવએ સૌથી વધુ સપોર્ટ કર્યો છે.

બાસ્કેટ બોલ: –
જે લોકો મજૂરી ‘નોકરીયાત’ વર્ગના (જેમ કે દબાયેલો એન્જિનિયર, શેષ થયેલો એકાઉન્ટન્ટ વગેરે…) તેમનો આ રમત માટે ડેડીકેટેડ સપોર્ટ મળ્યો છે.

રગ્બી બોલ: –
જે લોકો ‘ફ્રન્ટ-લાઈન’ના માણસો (જેવા કે એરપોર્ટ કસ્ટમર આસીસ્ટન્ટ, હોટેલ લોબી મેનેજર, રિસેપ્શનિસ્ટ વગેરે…)એ આ રમતમાં ‘આગળ’ પડતો ભાગ ભજવ્યો છે. (જો કે અમેરિકામાં આનું ચલણ વધારે છે, ભારતમાં આવી જોબ્સને ‘ચાલુ’ ગણાય)  

ક્રિકેટ બોલ: –
મધ્યમ વર્ગની આ રમત શરૂઆતમાં બિચારી ગણાય છે. પણ પછીથી તેમાં ‘જોર’ પકડાય છે. એટલા માટે જેઓ સુપરવાઈઝરી કે મીની મેનેજરશીપ કરી જાણે છે તેઓએ આ રમતને મેનેજ કરવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.

ટેનિસ બોલ: –
જે લોકો નાનકડાં મેનેજર્સને હાથમાં ‘રમાડી’ જાણે છે તે સૌ મોટા મેનેજમેન્ટના માણસુઓએ આ રમતને અથાક ર્હદય સાથે રમી ઘણી ઉંચી ઉઠાવી છે. હવે તો આ રમતમાં બેનો પણ વધારે જોડાઈ છે એટલે ગ્લેમરસ પણ વધારે બની છે.

ગોલ્ફ બોલ: –
જે ઉચ્ચ- કોર્પોરેટ કક્ષાના ‘ખેલાડી’ઓ છે તેવા સૌને આ રમત બહુપ્રિય. ઉંચી મેડીના ઉંચા મોલ વાળી આ સ્પોર્ટ આવા નબીરા લોકોના સપોર્ટ વગર આગળ આવી જ શકી ન હોત એવું રિસર્ચ કરનારનું માનવું છે.

તો જોયું ને?…સૌથી મોટો બોલ સૌથી નાના વર્ગમાં પ્રિય થયો છે. ને જેમ જેમ બોલનું કદ ઘટ્યું તેમ તેમ જોબનું મૂલ્ય વધ્યું છે.

 

હ્મ્મ્મ્મ્મ્મ….ત્યારે હવે સમજાય છે કે આપણા સરકારી કર્મચારીઓમાં ‘લખોટી’ શું કામ આટલી પ્રિય હશે?!?!?!?!??

Advertisements

5 responses to “બોલના..વિવિધ તોલ અને મોલ !

 1. Prasham Trivedi November 8, 2012 at 1:46 pm

  આપણા સરકારી કર્મચારીઓમાં ‘લખોટી’ શું કામ આટલી પ્રિય હશે?!?!?!?!??

  સસ્તી, ગમ્મે ત્યાં ગબડે એવી, એક તો ચળકાટ ય નકલી હોય અને એ ચળકાટ પ્રમાણે ભાવ ન ઉપજતા હોય. 😉

 2. pragnaju November 8, 2012 at 3:50 pm

  ગાલિબસાહેબે બાળકોને લખોટી રમતા જોઇ આ ગઝલ પઢી !(વિદ્વાનો /ઇતિહાસકારોએ ચર્ચા કરી લખોટીઓ ગાલિબસાહેબની ફીલ્મમા બતાવી હતી)

  બાજ઼ીચા-એ-અત્ફ઼ાલ હૈ દુનિયા મેરે આગે
  હોતા હૈ શબ-ઓ-રોજ઼ તમાશા મેરે આગે

  ઇક ખેલ હૈ ઔરન્ગ-એ-સુલેમાઁ મેરે નજ઼દીક
  ઇક બાત હૈ એજાજ઼-એ-મસીહા મેરે આગે

  જુજ઼ નામ નહીં સૂરત-એ-આલમ મુઝે મન્જ઼ૂર
  જુજ઼ વહમ નહીં હસ્તી-એ-અશિયા મેરે આગે

  હોતા હૈ નિહાઁ ગર્દ મેં સેહરા મેરે હોતે
  ઘિસતા હૈ જબીં ખ઼ાક પે દરિયા મેરે આગે

  મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે
  તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે

  સચ કહતે હો ખ઼ુદબીન-ઓ-ખ઼ુદઆરા હૂઁ ન ક્યોઁ હૂઁ
  બૈઠા હૈ બુત-એ-આઈના સીમા મેરે આગે

  ફિર દેખિયે અન્દાજ઼-એ-ગુલઅફ઼્શાની-એ-ગુફ઼્તાર
  રખ દે કોઈ પૈમાના-એ-સહબા મેરે આગે

  નફ઼રત કે ગુમાઁ ગુજ઼રે હૈ મૈં રશ્ક સે ગુજ઼રા
  ક્યોઁ કર કહૂઁ લો નામ ના ઉસકા મેરે આગે

  ઇમાઁ મુઝે રોકે હૈ જો ખીંચે હૈ મુઝે કુફ઼્ર
  કાબા મેરે પીછે હૈ કલીસા મેરે આગે

  આશિક઼ હૂઁ પે માશૂક઼ફ઼રેબી હૈ મેર કામ
  મજનૂઁ કો બુરા કહતી હૈ લૈલા મેરે આગે

  ખ઼ુશ હોતે હૈં પર વસ્લ મેં યૂઁ મર નહીં જાતે
  આઈ શબ-એ-હિજરાઁ કી તમન્ના મેરે આગે

  હૈ મૌજજ઼ન ઇક ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ કાશ! યહી હો
  આતા હૈ અભી દેખિયે ક્યા-ક્યા મેરે આગે

  ગો હાથ મેં જુંબિશ નહીં આઁખોં મેં તો દમ હૈ
  રહને દો અભી સાગ઼રો-મીના મેરે આગે

  હમ-પેશા ઓ’ હમ-મશરબ ઓ’ હમ-રાજ હૈ મેરા
  ‘ગ઼ાલિબ’ કો બુરા ક્યોં કહો, અચ્છા મેરે આગે.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 8, 2012 at 3:59 pm

   પ્રજ્ઞાજુ બા! મને ગમતી શ્રેષ્ઠ ગઝલોમાંની આ એક છે. ‘મિર્ઝા ગાલીબ સિરીયલમાં જગજીતસિંહનો વેલ્વેટી વોઈઝમાં અને નસીરુદ્દીન શાહ પર ફિલ્માવાયેલી આ ગઝલ એ સમયની અફર કરાવી દે છે.

 3. jjkishor November 9, 2012 at 12:46 am

  બોલબોલ કરવાની રમતનો સમાવેશ બૉલ વિભાગમાં થાય કે નહીં ?

  દડો બધી રીતે ગોળ હોઈ એને કોઈ દિશા હોતી નથી ! એની દશા પણ તેથી જ ગબડ્યા કરવાની હોય છે. અહીં મારી એક રચના યાદ આવી તે મૂકું ? (આ પણ એક જાતનો વેપાર જ થયો ને…કોઈની જગ્યામાં આપણા માલનો બોલ કરાવવો તે ?)
  http://jjkishor.wordpress.com/2011/03/30/kavitadan-gazal-2/

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 9, 2012 at 6:27 am

   દાદા, બોલબોલની રમત તો પાર્લામેન્ટમાં જોવા મળે જ છે. પછી બીજે ક્યાં ક્યાં જોવા મળે એ માટે હવે મને ‘બોલવું’ જરૂરી નથી લાગતું. 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: