નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આખરી છાપું.

Hut-of-HappYness

રણની નજીક જ આવેલા એક રડ્યા-ખડ્યા નેસડામાં ઠંડીએ બધાંના ડીલને પણ જકડી લીધાં.

હમીદ…નેસનો સાવ ગરીબ ગણાતો મજૂર દરરોજ ની જેમ આજે પણ પોતાની એ નાનકડી ઘાસની ઝૂંપડીમાં હવે થોડો જરા ‘મોટા’ થયેલા ૪ વર્ષ દીકરા બશર સાથે રમતા રમતા સુવાની તૈયારી કરી રહ્યો હતો. અને બીવી ઝાહીરા છતની ઉપરના ખુલ્લાં કાણા ગણવામાં મશગૂલ થઇ હતી.

ત્યારે…  

“સુનો!….હાજીચચા આજે કહેતા’તા કે ‘આ વર્ષે ઠંડી થોડી વધારે પડવાની છે. તારા શૌહરને સમજાવજે કે કમસેકમ છતની મરામત કરાવી લે. એનો નહિ પણ તો બશરનો તો ખ્યાલ કરે!’.  ઝાહીરાએ પોતાના ઘરની ઓરત (ઈજ્જત)ને ધીમેથી ખુલ્લી કરી.

ત્યારે…

“હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ”- જોઈ લઈશું પછી.”- મુશ્કેલીની વાતને દૂર કરી હમીદે ફક્ત હકારો મુક્યો. અને હાથમાં આજે નેસની બહારથી થોડા નવા મળી આવેલા છાપાઓના પાનાં લઇને ચાર ટુકડાંઓ જોડી ચાદર બનાવી રહ્યો હતો.

ત્યારે…

“અબ્બાજાન! હું વિચારી રહ્યો છું કે ખુદાએ આપણને કેવી સરસ ચાદર મોકલી છે ! ને આ વખતનું ઘાસ પણ મજાનું મળ્યું છે. જેમની પાસે આવું ઘાસ અને આવી ચાદર નહિ હોય એ લોકો કઈ રીતે સુતા હશે?!?!?!?!!?!?!” – બશર એની માસૂમ બશીરત (આંતરિક સ્ફૂરણા)ની નજર બતાવી રહ્યો.

ત્યારે…

“મારી જાન! આ હવે આખરી ગુર્નાલ (છાપાનો અરેબિક શબ્દ) હશે…તારા આ બાબાજાન બહુ જલ્દી આનાથી એ બહેતર ઓઢવાનું લઇ આવશે.”

ત્યારે…

બીવી ઝાહિરાને છતના કેટલાંક કાણાં આપોઆપ પૂરાઈ ગયેલા દેખાયા.    

-‘નાઈલને કિનારેથી’..ની (અત્યાર સુધી) એક અ-પબ્લિશ વાર્તા 

Advertisements

13 responses to “આખરી છાપું.

 1. Himmatray Patel November 12, 2012 at 5:19 pm

  હૃદયસ્પર્શી…

 2. નિરવ ની નજરે . . ! November 12, 2012 at 5:20 pm

  સંતોષી નર સદા સુખી + સંતોષી { નાર + બાળક } પણ સદા સુખી 🙂

 3. Dipak Dholakia November 12, 2012 at 5:22 pm

  A touching love story. Thank you and the best wishes for Diwali and the New Year.

 4. Dipen Shah November 12, 2012 at 5:42 pm

  સંતોષ+આત્મવિશ્વાસ …
  દિવાળીના દીપક જેવું અજવાળું દર્શાવતી લઘુ કથા.

 5. pragnaju November 12, 2012 at 6:25 pm

  આવી ગળતી છતનૂ અમારું જાણીતુ/માનીતું ગીત
  Arkansas Traveler
  The song is traditionally known to have had several versions of lyrics,The official lyrics as the state historical song of Arkansas.
  On a lonely road quite long ago,
  A trav’ler trod with fiddle and a bow;
  While rambling thru the country rich and grand,
  He quickly sensed the magic and the beauty of the land.

  Chorus:
  For the wonder state we’ll sing a song,
  And lift our voices loud and long.
  For the wonder state we’ll shout hurrah!
  And praise the opportunities we find in Arkansas.

  Many years have passed, the trav’lers gay,
  Repeat the tune along the highway;
  And every voice that sings the glad refrain
  Re-echoes from the mountains to the fields of growing grain.

  Repeat: Chorus

  The following is a more traditional lyric the first two stanzas were used on the version recorded on the Peter Pan label for children. (It had “on” instead of “it’s” just before “a rainy day”.)

  Oh, once upon a time in Arkansas,
  An old man sat in his little cabin door
  And fiddled at a tune that he liked to hear,
  A jolly old tune that he played by ear.
  It was raining hard, but the fiddler didn’t care,
  He sawed away at the popular air,
  Tho’ his rooftree leaked like a waterfall,
  That didn’t seem to bother the man at all.

  A traveler was riding by that day,
  And stopped to hear him a-practicing away;
  The cabin was a-float and his feet were wet,
  But still the old man didn’t seem to fret.
  So the stranger said “Now the way it seems to me,
  You’d better mend your roof,” said he.
  But the old man said as he played away,
  “I couldn’t mend it now, it’s a rainy day.”

  The traveler replied, “That’s all quite true,
  But this, I think, is the thing to do;
  Get busy on a day that is fair and bright,
  Then patch the old roof till it’s good and tight.”
  But the old man kept on a-playing at his reel,
  And tapped the ground with his leathery heel.
  “Get along,” said he, “for you give me a pain;
  My cabin never leaks when it doesn’t rain.” આ ગીતનો ઇતિહાસ પણ આપની સરસ વાર્તા જેવો છે….

 6. yuvrajjadeja November 13, 2012 at 7:46 am

  SPARSHI GAYU

 7. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' November 13, 2012 at 12:03 pm

  હૃદયસપર્શી રજૂઆત !

  દિવાળીની શુભભાવના સાથે શુભેચ્છાઓ ! નૂતનવર્ષાભિનંદન !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 13, 2012 at 2:50 pm

   અશોકભાઈ, આપને પણ દાદીમાની પોટલીઓની શુભેચ્છાઓ ભરેલી મુબારકબાદી!

 8. preeti November 14, 2012 at 11:34 am

  ખુબ જ હૃદયસ્પર્શી !!!!

  • preeti November 14, 2012 at 11:35 am

   સાથે સાથે સાલ મુબારક

 9. drkishorpatel November 14, 2012 at 12:44 pm

  દિલને હચમાવી દે ભાઈ સાહેબ

 10. haridas24887 November 22, 2012 at 7:58 am

  hraday sparshi, thoda ma ghanu samajavi de che!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: