નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

બોલો, તમને આવા ‘બૂથનું કેપ્ચરિંગ’ કરવું ગમશે?

નામ: મી. માઈક બ્લૂમબર્ગ.

ન્યુયોર્કના નાગરિકોની ડીરેક્ટરીમાં સૌથી પહેલું નામ. એટલા માટે કે એ શહેરના મેયર છે.

 • એમનું કામ કોઈ કંપની કે દુકાનની રિબન કાપીને ઉદ્ઘાટન કરવાનું જરાય નથી.
 • એ ક્યારેય કોઈકની પુણ્યતિથીએ પૂતળાંઓને હારતોરા કરવાયે જતા નથી.
 • એ ન તો વારંવાર ચા-પાણી કરવા કે કરાવવા સમિતિઓ રચતા નથી.
 • એ તેના કોઈક ઉપરી સાહેબની પરવા કે ‘ઓર્ડર’ની પણ રાહ જોતા નથી.

એનું મુખ્ય કામ તો NYC (ન્યૂયોર્ક સિટી)ને વધુને વધુ હાઈપર (સુપરથી એક કદમ આગળ) બનાવવા માટે આઈડિયાઝ દોડાવવાનું છે. NYC વાસીઓને વધુને વધુ સહુલીયાતો મળતી રહે તેનું આયોજન કરવાનું છે. એ અજબનો મેયર છે એટલે જ શહેરીઓ એમને ગજબનો એડમાયર કરે છે.  

આ તો આપણે ગુજ.દેશીઓ ત્યાં પણ જઈ વસ્યા છે એટલે ત્યાં બનતા રહેતા અન્ય સમાચારોને બાજુ મૂકી એમને બ્લૂમબર્ગજીના લેટેસ્ટ અભિયાન વિશે માત્ર એક્ટિવેટ કરવા છે.

બ્લુમબર્ગ સાહેબે હજુ ગઈકાલથી જ NYC વાસીઓને એક નવી કોન્ટેસ્ટ માટે આમંત્ર્યા છે. કોઈ ક્વિઝ થકી અંદરોઅંદર લડાવવા માટે નહિ પણ કાંઈક જુની થઇ રહેલી બાબત માટે દિમાગ લડાવવા.

વાત સિમ્પલ છે. :

“NY વાલોં ! સાવ પડી (ભાંગેલા) રહેલા ૧૧,૦૦૦ થી વધુ ટેલિફોન બૂથનું રી-ઇનોવેશન તમે કઈ રીતે કરવા ઈચ્છો છો?….એવું હટકે શું કરી શકાય કે જેથી આ લટકેલા ફોનબૂથને નવું જીવતદાન મળે?”

હવે જો મારા પ્રિય યુવાન વાંચકોમાંથી કોઈક ત્યાં રહેતું હોય યા પછી એમનું કોઈક સગું ત્યાં વસતું હોય તો એમને આપણી દેશી બુદ્ધિ બતાવવાનો અવસર છે. વધુ વિગતો મેયર સાહેબની પોતાની વેબસાઈટ પર જ મુકાયેલી છે.

http://www.mikebloomberg.com/index.cfm?objectID=68A7D21F-C29C-7CA2-F3DAE67890E057B5

જો કૂવામાં હોય અને હવાડામાં લાવવાનો શોખ હોય તો આ ચેલેન્જથી ભાગવાને બદલે ભાગ લેવું સલાહભર્યું સૂચન છે.

આવું એટલા માટે કહેવું છે કે….આપણા કોઈક શહેરના મેયર સાહેબ જો ચૂંટણીના બૂથને બદલે…ખખડધજ ટેલિફૂન બૂથ બદલે તો રોજી અને ભાજીનો લાભ બધાંને મળી શકે એમ છે.

બાકી પૂતળાં અને ‘હાર’ની આપણે ત્યાં ચ્યોં કમી છ, નઈ?    

5 responses to “બોલો, તમને આવા ‘બૂથનું કેપ્ચરિંગ’ કરવું ગમશે?

 1. pragnaju December 6, 2012 at 1:24 pm

  ما شاء الله

  ન્યુયોર્કની મૅયરની વાત અને અમને આજે ખબર પડી!

  સૅન્ડી,રોકફેલર સેન્ટર,ટાઇમ્સ સ્કવેર;રેડિયો સિટી મ્યુઝીક હોલ;સેન્ટ્રલ પાર્ક;બોટોનીકલ ગાર્ડન;ગ્રાન્ડ ટર્મીનલ સ્ટેશન; કે એવા કોઇ દુઃખદ /સુખદ પ્રસંગોની યાદ નહીં અને સામ (પિત્રોડા કે અંકલ)નો પ્રશ્નચર્ચા કરતા મઝા આવશે!

 2. નિરવ ની નજરે . . ! December 6, 2012 at 1:30 pm

  પાણીની પરબ બનાવવી જોઈએ 😉 😀 . . Just joking 🙂

  Suggestion : ન્યુયોર્કના મોટાભાગે પ્રદુષિત વાતાવરણમાં થોડીક તાજગી મળી રહે , એ માટે તેને ” ઓક્સીજન /ઓઝોન ” બારમાં ફેરવી નાખવા જોઈએ . . . કે જેમાં એક નાનકડા માસ્ક વડે થોડીક ક્ષણો માટે તેમને તાજગી મળી રહે . . .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 6, 2012 at 1:31 pm

   Thumbs Up!….Good and Effective Idea. If possible Submit to them.

 3. Dr.Maulik Shah December 7, 2012 at 4:02 pm

  મુર્તુઝા ભાઈ લેખ ઘણો જ સુંદર અને ધ્યાન આકર્ષક…. જ્યાં સુધી મંથન નો સવાલ છે તો આ વસ્તુ આપણે ત્યાં ન કરવી જોઈએ ઘણા બીચારા આશાસ્પદ બેરોજગારો કે જે આ ‘ધંધા’ માં રોજગાર મેળવવા જૂદી જૂદી રાજકીય શાળાઓમાં તાલીમ લે છે તેને ખરેખર ધક્કો પહોંચશે…(કઈ જગ્યાએ તે આપના વિવે!ક પર છોડુ છું….! ) અને એટલે જ એમનું બૂથ પણ અલગ જ રહેશે…!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 7, 2012 at 4:38 pm

   ડોક્ટર ખૂબ આભાર. મોબાઈલ ક્ષેત્રમાં આપણે સુપર સ્પિડથી આગળ વધી રહ્યા છે. બૂથ અને મોબાઈલનું કોમ્બિનેશન ઘણાં સોલ્યુશન્સ લાવી શકે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: