નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

બ્લોગી અને રમતો ભમતો જોગી એટલે અખિલ સુતરીયા…

Akhilbhai_Sutaria

Photo Source : Akhilbhai’s Facebook Page.

૨૧મી એપ્રિલ ૨૦૧૨ ને દિવસે બપોરે ૨.૨૦ સમયે મારા સ્કાય્પ પર એક મેસેજ ઝળક્યો.

Good Evening from Indiaaaaaaaaaaaa.

ડેસ્ક પર ન હોવાથી એ મેસેજ મેં થોડી મિનીટ્સ પછી આવી જોયો જ્યારે સ્કાય્પમાંથી મને કોલિંગ ટોન્સ સંભળાઈ. સેકન્ડ્સમાં જ સરપ્રાઈઝ બોક્સ માંથી એક નામ વંચાયું. Akhil Sutariya is Calling You.

વગર વિચાર્યે એ કોલ રિસીવ કરી પણ લીધો. કેમ કે વ્યક્તિ પણ એવી જ મજાની હતી.

એક ભોળો આદમી વલસાડી સ્ટાઈલમાં તેની ભલી ભાષામાં તેની દિલની વાતોથી ઘણું બધું કહી ગયો. એ સાથે એમણે એમનું માર્ગદર્શન અભિયાન, ભોમિયા વિના અને સાથે પણ ફરવાની સુટેવ વિશે ઘણી બાબતોની ફીલિંગ્સ વહેંચી. જો કે અમારી વાતનો મુખ્ય મુદ્દો એ હતો કે …અખિલભાઈને મારા લેખોમાં શબ્દ PUN ની સ્ટાઈલ ખુબ ગમતી તે હું કઈ રીતે લખું છું?…

કોઈ જ નાટકીય એક્પ્રેશન્સ નહિ કે કોઈ ખોટી વાત નહિ. જો દિલમેં થા વોહ ઝુબાન પર….

ને છેલ્લે “ભારત આવવાનું થાય ત્યારે વલસાડ જરૂર જરૂર આવજો ભાઈ…આજે તો આ રીતે સ્કાઈપ પર વાતો કરી ઘણું ગમ્યું છે.” ૪૦ મિનીટ્સ ૧૩ સેકન્ડ્સની એ અમારી પ્રથમ અને આખરી ફોન મુલાકાત…

ઓફકોર્સ એ પછી તો વારંવાર એમના સ્ટેટસ અને બ્લોગ-પોસ્ટ્સ પર કોમેન્ટ્સ અને લાઈક્સની ક્રિયા ચાલતી રહી અને ઇન્ટરએક્શન પણ થતું રહે. બ્લોગી અને રમતો જોગી એવા અખિલભાઈના પાછલાં સ્ટેટ્સ વ્યર્થ નહિ પર વર્થ છે. એમણે શિક્ષણ ક્ષેત્રે મોબાઈલી મિશન કર્યું અને જે ગમ્યું તે કર્યું.

પણ…હવે ગઈકાલે રાતે કોમ્પ્યુટર બંધ કરતા પહેલા ફેસબૂક સ્ટેટસ પર નજર અટકી ગઈ અને દિલ ખટકી ગયું કે…’અખિલભાઈ ઇઝ નો મોર. રેસ્ટ ઇન પિસ.’

ત્યારે મને દોસ્ત વિમેશ પંડ્યાની સુરતમાં કહેલી એક રીક્વેસ્ટ યાદ આવી ગઈ. “મુર્તઝાભાઈ, અખિલદાદુ સાથે વાત કરવી છે?- એમણે મળશો તો બહુ ગમશે.”.

મેં કહ્યું દોસ્ત જરૂર પણ પછી. ત્યારે કેમ જાણે દિલમાં અચાનક એમ થયું કે અખિલભાઈને વલસાડની બહાર સફર પર અટાણે કેમ મળું? જો એ રૂબરૂ મળવાનો ટાઈમ ગોઠવી દેશે તો પછી હું એમને મળવા કઈ રીતે જઈ શકીશ ??? – આજે એ બાબતનો વસવસો રહ્યો છે કે…કાશ એમની સાથે બીજી વાર પણ એટલીસ્ટ ફોનથી વાત થતે…

ખૈર, આજથી જ હવે સુતા પહેલા આપણા કોઈ વ્હાલા કે વ્હાલીને વિદાય તો નહિ પણ બાય જરૂર તો કહીએ.

…..જબ ખબર હી નહિ હૈ પલ કી તો બાત ક્યોં કરે કલ કી.

Advertisements

16 responses to “બ્લોગી અને રમતો ભમતો જોગી એટલે અખિલ સુતરીયા…

 1. pragnaju December 9, 2012 at 11:23 am

  ’અખિલભાઈ ઇઝ નો મોર.
  ખૂબ દુઃખદ
  સામાન હૈ સો સાલકા
  પલકી ખબર નહીં
  અ મા રી દિલી શ્રધ્ધાંજલી

 2. નિરવ ની નજરે . . ! December 9, 2012 at 11:44 am

  ઓહ , અખીલભાઈ ને શું થયું ? હું તેમને ત્યાં વારે વારે જઈ ચડતો . . . તેમની નાની નાની વાતો ખુબ અસરકારક રહેતી . .

  છેલ્લે જયારે તેઓએ રાજસ્થાનમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓ વિષે પોસ્ટ અપડેટ કરી અને છેલ્લે છેલ્લે ચુંટણી વિષે તેઓ સમજાવતા ગયા . . . હવે તેઓનાં બ્લોગમાંથી કોઈ નવી પોસ્ટ નહિ આવે . . . આ બધું આટલું અચાનક કેમ થતું હોય છે ?

 3. Vinod R. Patel December 9, 2012 at 7:10 pm

  અખિલ સુતરીયા મારા બ્લોગના મેઈલિંગ લીસ્ટમાં એક નામ છે .જે હજુ પણ છે .

  તેઓ હવે ઈ-મેલ વાંચવા સદેહે હાજર નથી એ જાણીને ખુબ દુખ થયું .

  એમનો બ્લોગ મને ખુબ ગમેલો . એક અલગારી વ્યક્તિ હતા એ .

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે . મારી હાર્દિક શ્રધાંજલિ આ અમર આત્માને .

  …..જબ ખબર હી નહિ હૈ પલ કી તો બાત ક્યોં કરે કલ કી.

  આવી દુખદ સમાચાર આપતી પોસ્ટ ઉપર લાઈક ક્લિક કેવી રીતે કરી શકું ! હાથ સંકોચાઈ ગયો મારો !

 4. Dr.Maulik Shah December 10, 2012 at 11:50 am

  અખિલ સુતરીયા, માર્ગદર્શન યાત્રા ના સંદર્ભે કેટલીક વાર ટેલિફોનીક વાત થયેલ… ઘણો ખરો પરિચય નેટ દ્વારા અને તેમના પરમાર્થી કામ દ્વારા..! મળ્યા નથી પણ એક મળવા લાયક માણસ ગુમાવ્યાનો અફસોસ થાય છે…..!

 5. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી' December 10, 2012 at 8:15 pm

  અખિલભાઈ સાથે અનેક વખત સ્કાઇપ દ્વારા અમારે લંડન વાત થયેલ, રૂબરૂ ક્યારેય મુલાકત થઇ નથી. ખૂબજ સહજ -મળતાવળો સ્વભાવ., તેમનો પરિચય નેટ દ્વારા જ થયેલ અને સાથો સાથ એમનું કાર્ય … ખૂબજ ઉમદા- ઉત્ત્તમ કાર્ય અને તે કાર્ય કરવા પાછાળ તેમની ધગશ જોઈ નત મસ્તક થઇ જવાતું હતું. એ હકીકત છે કે એક ઉત્તમ માનવ ફક્ત બ્લોગ જગતે જ નહિ પરંતુ શિક્ષણ જગતે પણ ગુમાવ્યા છે.જેનો અફસોસ સદા રહેશે…..

  બસ, પરમકુપાળું પરમાત્મા – ઇષ્ટ ને એ જ પ્રાર્થના ..કે . સદગત -આત્માને -જીવને તેમના શરણોમાં લઈ શાંતિ અર્પે …અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ આવા એક ઉત્તમ આત્માને !

  ખૂબજ દુઃખદ સમાચાર- ઘટના.

 6. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 10, 2012 at 9:15 pm

  મુ. અશોકભાઈ, ડૉ. મૌલિકભાઈ, મુ. વિનોદભાઈ, મુ. પ્રજ્ઞાજુબેન તેમજ સર્વે વાંચક દોસ્તો,

  અખિલભાઈ તરફ અહીં અપાયેલી આપ લોકોની આપ લોકોની શ્રદ્ધાંજલિનો આભારી છું. શક્ય છે કોઈકને કોઈ રીતે આપણે એમની સાથે ઋણાનુબંધ જોડાયેલા છીએ. આપણા સૌની આવી લાગણી એમના પરિવારમાટે શક્તિ છે.

  સદગતને આત્મા માટે પ્રાર્થના.

 7. planettanvay December 11, 2012 at 1:31 pm

  rip… mryada dhyan rakhta like nthi kryu…. 😦

 8. himanshupatel555 December 12, 2012 at 2:02 am

  rip.

 9. સુરેશ December 13, 2012 at 10:53 am

  Extremely sad news. I am shocked.
  A memoir of two days with him in 200…
  http://gadyasoor.wordpress.com/2011/03/30/bearded_jogi/

 10. સુરેશ જાની April 1, 2013 at 9:01 pm

  મુર્તઝા,
  જરા તપાસ કરીને મને જણાવશે – એમની વેબ સાઈટ કેમ કામ કરતી નથી?
  તેમનો પરિચય બનાવી રહ્યો છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: