નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તો એ છે…સિતારમાંથી નીકળી કાયમ માટે ઘુસી ગયેલું એક અમર નામ…

Pnadit Ravishankar

Photo:(C) V Sreenivasa Murthy

.

બાળપણથી જ જ્યારે સિતારને માત્ર જોવાની સમજણ આવી‘તી ત્યારથી એક શબ્દ મન-મગજ અને દિલમાં ઘર કરી ગોઠવાયેલો છે. ‘પંડિત રવિશંકર.’

આવું એટલા માટે કે….રવિદાદાએ સિતાર સાથે એવું તો સુપર્બ બ્રાન્ડિંગ કર્યું છે કે કદાચ જ કોઈક વિરલો પાકે કે જે એમનું સ્થાન લઇ શકે. અને એ વિરલો ખુદ પોતે રવિશંકર જ હોય.  

હું એમના સંગીતનો કોઈ ‘ફેન’ નથી કે નથી એ.સી. પણ એટલું કાન ફાડીને કહું જ કે… આ દુનિયામાં ૧ થી ૧૦ નંબર સુધીના સિતારી રેન્કિંગમાં પંડિત રવિશંકર જ છે. બાકી બીજા ૧૧થી શરુ થાય. પછી ભલેને પંડિત વિલાયતખાન હોય કે પંડિત હિન્દુસ્તાનખાન.

મેં એટેન્બરોવાળી ‘બેન’ભાઈની ગાંધી ફિલ્મ ૪ વાર જોઈ છે. એક વાર ગાંધીબાપુ માટે. ૩ વાર એમાં રહેલા રવિબાપુના સંગીત માટે.

ઉપરાંત એમની એક જૂની જુગલબંધીની કેસેટ (જે માળિયામાં ક્યાંક હોવી જોઈએ) એ મારું કલેક્શન. બાકી એમના બધાં જ રાગો તો….કેમ રાખી શકું? – આવો અણમોલ ખજાનો કાંઈ ઘરમાં પડી રખાતો હશે?!? આજે તો ઈન્ટરનેટની દુનિયામાં લગભગ બધું જ સંગીત ‘ક્લાઉડ’માં આવી ગયું છે. મન ફાવે ત્યાંથી બસ ખેંચી લેવાય.

આવનારા દિવસોમાં એમના ‘શંકર’ પરિવાર વિશે, એમના ખોવાયેલા, ન સંભળાયેલા સંગીતની ‘અંદર’ની વાતો વધારે જાણવા, વાંચવા અને જોવા મળશે જ.

તોયે અત્યાર સુધીની એમના અન્ય સુપર સંગીત સાથે પેદા કરાયેલી બે બેસ્ટ ટ્યુન્સ હજુએ ખોબા ભરીને એવોર્ડ્સ લઇ આવે છે.  (૧.) અનુષ્કા શંકર (૨.) નોરા જોન્સ.

થોડીવાર પહેલા જ એક સાઈટ પર કોઈ કોમેન્ટ સ્વરૂપે એક હડહડતું જુઠ્ઠું વાક્ય વાંચ્યું : “ઓહ! એમના મોતથી સંગીત મૃત્યુ પામ્યું છે.”

તો હું માત્ર એટલું કહી (પેલી કેસેટ શોધવા) જાઉં છું કે… “અલ્યા ટોપાભાઈ, ‘શંકર’ દરેક બાબતને અમર કરવા માટે જાણીતો છે. મારવા માટે નહીં. એ પછી હલાહલ ઝેર હોય કે બધુંયે હલાવી નાખે એવું સંગીત….હાલતો થા ભાઈ…”

Advertisements

7 responses to “તો એ છે…સિતારમાંથી નીકળી કાયમ માટે ઘુસી ગયેલું એક અમર નામ…

 1. jjugalkishor December 12, 2012 at 8:20 am

  એમને બિસ્મિલ્લાહજી સાથે મેં સાંભળ્યા છે.

  મારી પાસે એક કેસેટ હતી જે ખુબ વપરાઈને નકામી જેવી થઈ ગઈ તેમાં સાળોબનેવી રવિશંકરજી અને અલિઅકબરખાન (સરોદ) અને અલારખા સાહેબ (તબલા)ની રંગત હતી !

  આજે તો અનુષ્કા પણ ગજબનું સીતારમાધુર્ય ધરાવે છે.

 2. Vinod R. Patel December 12, 2012 at 2:36 pm

  બીટલ્સની ટોળકી રવિશંકરની શિષ્ય થઇ ગઈ હતી .સિતાર અને રવિશંકર ..એક બીજા સાથે હંમેશા જોડાયેલા

  રહેશે .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 12, 2012 at 4:07 pm

   વ્યક્તિ જ એવી હતી કે સંગીતના દરેક ચાહકને ગુરુ બનાવવાનું મન થાય વિનુદાદા.

 3. pragnaju December 12, 2012 at 4:04 pm

  આ દુનિયામાં ૧ થી ૧૦ નંબર સુધીના સિતારી રેન્કિંગમાં પંડિત રવિશંકર જ છે. …અમારા મનની વાત કરી દીધી

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 12, 2012 at 4:08 pm

   મેં આ રેન્કિંગ લખતા પહેલા આજુબાજુ અને ઉપર નીચે જોયેલુ. ૧૦ સુધી તો હાળું કોઈ દેખાયું જ નહિ..લે!

 4. jjugalkishor December 13, 2012 at 12:45 am

  સખત સ્ટીલના તારમાંથી આવી કોમળતા ઝંકૃત થઈ શકે તે એક અજબ અનુભવની વાત છે…જોકે મને તો સુજાતખાનની સીતાર પણ બહુ જ ગમે. નિખિલ બેનરજી પણ ભુલાય નહીં. અહીં અમદાવાદમાં સપ્તકનાં સ્થાપીકા મંજુબહેનના સીતારને પણ સાંભળો તો ખ્યાલ આવે….

  છતાં પંડિતજીને આંબવાનું ગજુ તો –

 5. DIPEN SHAH December 13, 2012 at 7:38 am

  હમણાં હમણાં ઉપરવાળાને ફનકાર અને ધૂની માણસોની બહુ જરૂર લાગે છે. પહેલા અખિલભાઈ અને હવે રવિશંકર જી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: