નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તો એ છે…ચાઈનાની ‘સવ્યસાચી’ !

Chen-Siyuan

(C) Chen-Siyuan

અત્યાર સુધીમાં માત્ર એક અર્જુન વિશે એમ જાણકારી હતી કે જે ‘સવ્યસાચી’ (એટલે કે બંને હાથે બાણ ચલાવે તેવો) હતો.

આજે વર્ષો વર્ષો પછીની (અથાગ મહેનત વગર સ્તો) મને બીજી એક અર્જુની વિશે જાણકારી મળી આવી છે. જે ચીનમાં છે. નામ હૈ : ચેન સિયુંઆન.

એની સામાન્ય વાત:
આ ચેનબેન બંને હાથે લખી શકે છે. (લે એમાં ધાડ શું મારી?- એ તો ૩ ઈડિયટ્સ વાળો પેલો પ્રો.વાઈરસ પણ લખી શકતો).

હવે અસામન્ય વાત:
આ ચેનબેન એક હાથે ઈંગ્લીશ અને બીજા હાથે ચાયનીઝ (મેન્ડેરીન) ભાષા લખી શકે છે. (ચાઈ લા…આવું કેમ થાય?!?!?!)

યેસ દોસ્તો ! આ ચેનબૂનનો ફોટો જોયા પછીયે ચેન ન પડ્યું હોય તો નીચે એની લાઈવ ડેમો વાળી વિડીયો ક્લિપ જોઈ લેવી હાથની કસરત માટે સારી રહેશે.

હવે આ ચીનાઓ તો ગર્વ સાથે એમ બી કહી શકે છે કે… “બંને હાથે લખવું એ પણ હવે અમારા માટે ડાબા હાથનો ખેલ છે.”

3 responses to “તો એ છે…ચાઈનાની ‘સવ્યસાચી’ !

 1. pragnaju December 15, 2012 at 3:01 am

  દરેકે સવ્યસાચી થવા પ્રયત્ન કરવો જોઇએ
  “ બંન્ને હાથ સમાન રીત વાપરી શકતા હોય
  તેને હુ મારો જમણો હાથ આપીશ.”

  “ જ્યારે તમે રસ્તાના વળાંક ઉપર આવો ત્યારે, તે તરફ વળો.”
  “ ફક્ત જોવાથી તમે ઘણુ અવલોકન કરશો. “

  “ તે ઘણુ મોટુ ટોળુ છે. હવે ત્યાં કોઇ જતું નથી.”
  ” જ્યારે હુ વિચાર કરુ છુ ત્યારે ધ્યાન કેન્દ્રીત કરી શકતો નથી.”

  ” હકીકતે જે હોવુ જોઇએ તે ભવિષ્ય નથી.”
  “હુ મારા બાળકોને સર્વવિદ્યાસંગ્રહ ખરીદી આપવા માગતો નથી.

  મે કર્યુ હતુ તેમ તેમને શાળામાં જવા દો.”

 2. • » નટખટ સોહમ રાવલ « • December 15, 2012 at 4:41 am

  મુર્તઝાભાઇ,

  બંન્ને હાથે લખી શકે એ તો જાણેલું પણ એકસાથે બંન્ને હાથે અને એ પણ અલગ-અલગ ભાષામાં? વિડિયો જોઇ માની ગયા સાહેબ આ છોકરીને…

  ચીનનાં લોકો ‘કંઇક હટકે’ કરવામાં માને છે પછી ભલે એ અંગ-કસરતનાં દાવ હોય કે આવું કંઇક…

 3. નિરવ ની નજરે . . ! December 15, 2012 at 6:04 am

  ચાઈ લા 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: