નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે…

Murtaza-Shakilbhai-Govindbhai_At_Vapi

.

દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે.

જેમાં કેટલીક મેમરી ‘ફ્લેશ’ હોય છે ને કેટલીક ‘ફ્રેશ’. પણ આમાં તો બંનેનું ‘કોમ્બો’ છે. જો એને ૫ સ્ટેપ્સમાં જ કહેવી હોય તો…

 • તારીખી કારણ: ૨૯મી નવેમ્બરે સુરતથી મુંબઈની બાય-રોડ સફર
 • ઘટના: વાપીમાંથી પસાર થતી વખતે થયેલું (અ)મારું અપહરણ.
 • અપહરણ કરનાર મારા બે હબીબી દિલખુશ સાગરીતો: શકીલભાઈ મુન્શી અને મુ. ગોવિંદભાઈ મારું.
 • ઘટના કરવાનું કારણ: દેશી ભાષામાં ‘ચહ’ પીવડાવવા
 • આ ઘટનાને નજરોનજર જોનાર લોકો: મારી મા, મારી બહેન, મારા મોટા ભાઈ સમાન જીજાજી, રેસ્ટોરન્ટની અંદર (અને થોડાં બહાર) રહેલા કેટલાંક ગ્રાહકો, અને અફકોર્સ હું પોતે.

આ વ્હાલો શકીલ મુન્શી એટલે જીવનની ઘણી ‘ડાર્ક એન્ડ લાઈટ’ મોમેન્ટ્સમાંથી પસાર થઇ આવેલો છતાં સદા હસતો રહેતો વ્યવસાયે એક નાનકડી ફોટોગ્રાફીની શોપ સાથે આખું કાઠીયાવાડ અને દક્ષિણ ગુજરાત જેવું મોટ્ટું દિલ ધરાવતો ભલો જુનાગઢી ભાઈડો.

ને મુ. ગોવિંદભાઈ મારુ એટલે ‘તારું ને મારું’ કર્યા વગર નવસારીની એગ્રિકલ્ચર કોલેજમાંથી પસાર થઇ આવી એમના રેશનાલિસ્ટ અને ટ્રાન્સપેરન્ટ વિચારોથી આ બ્લોગ પર ભડાકા કર્યે રાખનાર એક ચેતનવંતો માનવી.

‘વાપી’માં આમ ચાહ ‘પીવા’નું આવું લાઈવ દ્રશ્ય હું મારી મેમરીમાંથી ગોતી તો લાઈવો છું, પણ તમે ક્યારેક ન્યા કણે જાવ તો એમને ગોતીને ચા-પાણી કરવાનું કામ કેવી રીતે કરવું એની ટ્રેઇનિંગ લેવાનું ભૂલતા નૈ. ઈ માણસ હંધાયને આલશે.

તમતમારે વયા જાવ બાપલ્યા…

(ઓહ! મુન્શીજી તમે પણ…ખરી પાર્ટી છો યાર!!! થોડી મિનીટ્સ માટે તમે મારી મૂળ અમદાવાદી ભાસાને ભુલાવી દીધી.) 

8 responses to “દરેક ફોટોની પાછળ એક ઘટના ‘ક્લિક’ થયેલી હોય છે…

 1. pragnaju December 16, 2012 at 2:35 pm

  ‘વાપી’માં આમ ચાહ ‘પીવા’…ઓછા જાય પણ પીવા વધુ જાય !

  ત્યાં સુધી તો બીડી પીવડાવ શાકી… આજે ખાસ આનંદ એ વાતનો કે આ બન્ને અમારા બ્લોગ મિત્રો છે. બાકીનો સૂરતનો અહેવાલ માટે રાહ જોઇએ.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 16, 2012 at 2:40 pm

   પ્રજ્ઞાજુબેન,

   ફેસબૂક પર મારા તેમજ બીજા દોસ્તોના એકાઉન્ટમાં આવી કાંઈક કેટલીયે ઘટનાઓ શેર કરી ચુક્યો છું. જો આપ એ ચુકી ગયા હોવ તો હમણાં જ એફ.બી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને એ નાનકડો ખજાનો માણી શકો છો.

 2. Vinod R. Patel December 16, 2012 at 5:01 pm

  મુર્તઝાભાઈ, ફેસ બુક ઉપર વતનની તમારી યાદગાર મુલાકાત

  અને મુલાકાતીઓ સાથેના તમારા સ્નેહ પૂર્ણ મિલનની વાતો

  તસ્વીરો સાથે રસ પૂર્વક મેં માણી છે .

  ઈજીપ્ત અને ભારતનું અંતરથી છેટું પડી જાય છે પરંતુ

  બે છેડે રહેતા મિત્રો અંતરથી છેટા નથી પડતા .કેમ ખરું ને ?

 3. Shakil Munshi December 17, 2012 at 5:01 am

  શ્રી. મુર્તઝાભાઇ આપની લાગણી છે, નહી તો અહીં નેશનલ હાઈવે ને.૮ પર થી સેંકડો કાર પસાર થાય છે ! આપ લાગણી આમજ વરસાવતા રહેશો અને હવે આ ખાલી ચાહ ! નહી પણ જમી ને જજો. સમયનો અભાવ છતા આપે યાદ કરી ચાહ! કબૂલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
  મુ.શ્રી.પ્રજ્ઞાજુમા ની વાત ખરી છે. અહીં ચાહ ‘પીવા’…ઓછા જાય!

 4. અશોક મોઢવાડીયા December 17, 2012 at 2:44 pm

  માન.મુર્તઝાભાઈ, આપ તો એક ઘડીમાં પાક્કા કાઠિયાવાડી થઈ ગયા ! પરફેક્ટ કાઠિયાવાડી ’ભાસા’ લખી જાણી. મોજ આવી ગઈ સાહેબ.

  આ ’અપહરણ’ની ઘટના વિશે ઉપરોક્ત બંન્ને મિત્રોનાં મોંએથી સાંભળ્યું તો હતું, આપે પુરાવાસહ બતાવી પણ દીધું. આ મિત્રો આવા ’ગુના’ કરતા રહે તથા અમને પણ ક્યારેક આવા ’ગુનેગાર’ બનવાનો મોકો મળે એવી આકાંક્ષા સેવીએ છીએ !

  જો કે મારી એવી માન્યતા છે કે મુ.ગોવીંદભાઈ આ મામલામાં સામેલ હતા એટલે આપ “ચા” પામ્યા, અન્યથા ’ચા-પાણી’ માંહ્યલું “પાણી” જ પામત 🙂 (જો કે આપણાં મુન્શીજી કનેથી “ચાહ” તો અમે પણ બહુ પામ્યા છીએ ! જોઈએ હવે ક્યારેક આપની રાહે “ચા” પણ પામીએ છીએ કે કેમ !). આ સુવર્ણક્ષણો વહેંચવા બદલ હાર્દિક ધન્યવાદ.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! December 17, 2012 at 2:52 pm

   શબ્દરાજા શ્રી અશોકભાઈ, તમેય ઓલરેડી આવા ભલા ગુનેહગારોમાં આવી જ ગયા છો. પેલો અશોક ભલે ને કલિંગનો હોય. તમેય શબ્દો થકી ‘કિલિંગ’ કરી શકો છો એવું શ’કીલ’ મુન્શીજી અને જુગલકિશોરદાદાનું દ્રઢપણે માનવું છે જેમાં મારો પણ હવે મત આપું છું.

   ઠાકુરની અદામાં અત્યારે એટલું કહી શકાય: “ઉન્હોને મુજે વહાં બુલાકર કોઈ ગલતી નહિ કી. ઇસ લીયે લોહા અભી ભી ગરમ હૈ, આપ ભી માર દો હથોડા.” 🙂

 5. ગોવીંદ મારુ December 18, 2012 at 4:06 am

  વહાલા મુર્તઝાભાઈ,
  એકમેકને મળવાની આપણી ‘ચાહ’ હતી એટલે વાપીના હાઈ–વે પર ‘ચા’ પીધી એ ‘ચા’ કરતા ‘ચાહ’માં રહેલી લહેજત… સ્વાદ… આનંદ… આજે પણ આપણે માણવાનીની મઝા આવે છે… ધન્યવાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: