નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

રજ્જોની ઋજુતા…

હજુ તો સવારનું રોજિંદુ કામ આટોપી એકલી થયેલી રજ્જો બસ થાક ખાવા બેસી ત્યાં તો યમદૂત પ્રગટ થયા.

“રજ્જો, ચાલ તૈયાર છે ને? આજે તને હું લેવા આવ્યો છું?”

“શું! પણ હજુ તો જુ જવાન જ છું અને ઝીંદગીમાં મને ઘણાં ઘણાં કામો કરવાના છે. બસ અત્યારથી, નોટ ફેર!”

“એ બરોબર. પણ યમરાજનો હુકમ એટલે માનવો તો પડે જ ને?- આ જો આજના લિસ્ટમાં તારું નામ સૌથી મોખરે છે.”

“સાઆઆઆરૂ…પણ મને થોડી વધારે મિનીટ્સ આપો તો હું તમારી સેવા કરી શકું.”- એમ કહી રજ્જો એક ગ્લાસ જ્યુસ લઇ આવી જેમાં તેણે ઘેનની ગોળી મિલાવી હતી.

થોડી જ વારમાં થયેલી અસરથી યમદૂત તો બેભાન થઇ ગયા અને થોડાં કલાકો પછી પાછા જાગી ગયા ત્યારે એમને તાજગી અનુભવી.

તે દરમિયાને રજ્જો એ બાકી લાગતા ઘણાં એવા ઘરેલું કામ પણ આટોપી લીધા. એમાં એક કામ યમદૂતના લિસ્ટમાંથી પોતાનું નામ મોખરેથી લઇ આખરમાં મૂકી દેવાનું કર્યું.  

રજ્જોની ઋજુતા અને ચાલાકી પર ફિદા થઇ યમદૂતે ફરમાવ્યું: “હે રજ્જો! તે આજે મારી મહેમાનગીરી ઘણી સારી કરી છે. એટલે તારી પર પ્રસન્ન થયો છું. હવે હું તને થોડી મહોલત વધારે આપું છું. એટલે આજે નીચેથી શરૂઆત કરું છું.

મોરલો: લાઈફમાં બહુ વધારે પડતી ‘ખેંચાખેંચી’ શું કામ કરવી?

 (મળી આવેલા એક વિદેશી ઈ-મેઈલનું બેઠ્ઠુ દેશી ટ્રાન્સલેશન)

One response to “રજ્જોની ઋજુતા…

 1. pragnaju December 18, 2012 at 3:09 pm

  લાઈફમાં બહુ વધારે પડતી ‘ખેંચાખેંચી’ શું કામ કરવી?
  વાંક બધો બદલાતા વાતાવરણનો,સહુ દુઃખોનું મૂળ છે એ
  વાતાવરણ કહે વાંક ના મારો, ગ્રહોની ખેંચાખેંચી છે કારણ

  નામ છે મારું ગુરુત્વાકર્ષણ, કરું સમતુલન સારા બ્રહ્માંડનું
  કરું ના ખેંચાખેંચી ગ્રહોમાં હું, તો નાશ થશે સારા જગનો

  મળ્યું મન તો વાપરો સમજી, સુખી જીવનની આ છે ચાવી
  ભણી ગણીને કેળવો મનને, જગમાં બનશે ના કોઈ વેરી

  નહી તો જાવો કેમિસ્ટ પાસે, કરાવો સુધારા ડીએનએમાં
  એજ બન્યું છે બ્રહ્મા જગનું, સૌના વિષણું ને વળી શિવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: