નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

વાંધાપ્રધાન સાહેબજીને એક ‘ખુલ્લો’ પત્ર…

(જાહેર વિજ્ઞાપ્તિ : સરજી ! ભલેને આ ખુલ્લો પત્ર હોય પણ એમાં લૂગડાં ઉતારીને વાંચવાની કોઈ જરૂર નથી. જે હાલમાં હોવ એમાં વાંચી શકશો…ફેર પડે તો ઠીક…બાકી તમતમારે આરામથી વાંચજો

મુ.મ.મો. સાહેબ, આપ તો ભારતમાં કુશળ છો જ એવા વિશ્વાસ સાથે માત્ર થોડીક જ પેટછૂટી વાત કરી દેવી છે. (નહીંતર માનસિક કબજીયાતની તકલીફ તો દરેક દેશમાં રહેલી છે.). આ તો ક્યાંક વાંચ્યું કે આપ ‘ડોકટર’ છો અને સૌની વાતો શાંતિથી (માત્ર) સાંભળી શકો છો એટલે કહી દઉં.

સાહેબ, અમારા ભારતીય ન વ યુ વા નો માં………………… નપુંસક્તાના દરનું (અને ડરનું પણ) પ્રમાણ પાછલાં કેટલાંક વર્ષોથી ઘણું વધી રહ્યું છે. 

કારણ શું છે એની ખબર નથી. એનું કોઈ ઊંડું રિસર્ચ જર્મની, યુ.કે., યુ.સે.એ. કે જાપાનની કોઈ યુનિવર્સીટી કરી લાવશે તો વિશ્વાસ આવશે. (આવું એટલા માટે કે ત્યાં રહેલા આપણા ભારતીયો એ બાબતે કદાચ વધારે જાણકાર છે.). 

પણ અત્યારે આ પ્રોબ્લેમની જેટલી મામૂલી જાણકારી મળી આવી છે એ વિશે આપને માત્ર જણાવવા માંગુ છું. એ બાદ આપને લાગે કે…કોઈ ઉપાય નામનું સાધન મળી શકે તો તોડ બતાવજો.

અમને એટલું ખબર છે કે…ચક્કર-તમ્મર છાપ સરકારી નિયમો, લોકશાહીની આંતરિક (અને આંતરેલ) કંટ્રોલ સિસ્ટમ્સ, નેશનલ સિક્યોરીટીનો ભય જેવી ભારતીય પ્રણાલીકાઓએ અમારા જેવી મડીયલ નર પ્રજા પર સીધો હૂમલો વર્ષોથી કર્યે રાખ્યો છે. જેની સીધી અસર અમારી આંખ અને પ્રજનન અંગો પર થયેલી છે. 

આ કારણે જ અમારી દ્રષ્ટિ આગળ ધીમેધીમે નપુંસક સૃષ્ટિ રચાતી ગઈ છે. એની સામે અમારું પૌરુષત્વ આંખ આડા કાન કરી સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરવા માટે બળવો પોકારે છે. 

જુઓને બળવો પોકારતી અને ખૂન ગરમ કરતી સેંકડો ફિલ્મો અમે બનાવી અને શાંતિથી જોઈ પણ લીધી. સાથે હજારોની સંખ્યામાં લોહી ઉકાળતા ભાષણો પણ સાંભળી લીધાં છે. 

ઉત્તેજક લેખો પણ વાંચી લીધાં છે. જેમ કે…બ્લેક ફ્રાઈડે, ધ વેડનસડે, જખ્મી ઔરત, ચાણક્ય…..(ઓહ્ફ! ઇથ્થે વડ્ડા લિસ્ટ હૈ સરદારજી!) 

પણ (એની મા ને…અમને એની કોઈ અસર નથી, બાપ!) 

હવે આપની પાસે એ માર્ગદર્શન માટે આવ્યા છે. એ જાણીને કે આપ પણ આ બાબતે અમારા (અ)સરદાર છો. આપને વર્ષો જુનો અનુભવ છે. 

•=> આનો કોઈ અક્સીર ઉપાય અમને કોણ આપી શકશે? 

•=> છે કોઈ એવો સર્જન (કે સર્જનહાર) જે અમારૂ શોર્ય અને વિર્ય પાછુ લાવી શકે?

આપ શ્રીને નમ્ર વિનંતી છે કે અમારામાં પર કોઈક એવો કડક દવા-પ્રયોગ અજમાવોને જેથી કરી અમારી અસલી મર્દાનગી બહાર આવી જાય અને અને અમે અમારી ‘ચાલી જતી’ ‘સિસ્ટર્સ’ની જ સારવાર કરવાની તાકાત પેદા કરી શકીએ.

ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે?!?!” – 

ચુસાયેલી ‘મેંગો’ પબ્લિકનો જ
એક દેશી ભારતીય.

3 responses to “વાંધાપ્રધાન સાહેબજીને એક ‘ખુલ્લો’ પત્ર…

  1. Arvind Adalja December 29, 2012 at 8:45 am

    જે નપુસંક જ છે તેની પાસે મર્દાનગીની દવા કે ઔષધ માંગવાનો કોઈ મતલબ નથી !

  2. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી' December 29, 2012 at 12:35 pm

    એક હકીકત છે કે નપુસંકતા સામે યાચના નાં હોઈ !

  3. Vinod R. Patel December 29, 2012 at 6:49 pm

    સોનિયાજીને પૂછ્યા વગર પાણી પણ ન પીએ એવા ન પૂછક ( કે પુંછડા વગરના! ) સિંહ ,નપુંસક મનમોહન સિંગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: