નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

મળી આવેલા કેટલાંક ચકલાંચૂંથી શંશોધનો…

પૃથ્વી પર આવેલી યુનિવર્સીટી કે ઇન્સ્ટીટયુટની લેબ્સમાં રહેલા આ નિશાચરો (એટલે કે રિસર્ચરો) ક્યારેક નવરા બેઠા એવા રિસર્ચ ‘ઓકે’ છે કે આપણને લાગે કે આવા રિસર્ચને અન્ય સંસ્થાઓ ‘ઓકે’ જ કેમ કરે છે?

લેટેસ્ટ નમૂનો:

 “કરોડો વર્ષ પહેલા જે મહાકાય ડાયનોસોર્સ પૃથ્વી પર ફરતા હતા ત્યારે તેઓ તેમની પૂંછડી હલાવી (એની ડાયનોસોરીઓને) સેક્સ અપીલ કરતા હતા.” – લ્યો યાર! સવાલ થાય છે કે આવા પટપટતા ન્યુઝ કોણ લેવા ગયું તું બાપલ્યા!?!?

એના પરથી લાગે છે કે આવનારા વર્ષોમાં હવે આવા બીજાં ચકલાંચૂંથી શંશોધનો બહાર પડે તો નવાઈ નહિ. જેમ કે…

 • •=> “૧૦૦૦ વર્ષ પહેલા…. લિયોનાર્દો વિન્ચ્શીની પ્રસિદ્ધ મોનાલીસાના એ રહસ્યમય હાસ્યનું કારણ એટલું જ કે…તે જ્યારે ફોટો ચિતરાવવા બેસી હતી ત્યારે તેના કૂલા નીચે કીડી ધીમો ધીમો ચટકો ભરી રહી હતી…”
 • •=> “૯૯૯ વર્ષ અગાઉ…..જેના જવાથી ઘણાં ક્રિકેટપ્રેમીઓ ‘વિધવા’ બન્યા’તા…એવા પ.પૂ.ધ.ધૂ. ૧૮,૪૨૬ રનધીરાજ શ્રી શ્રી ગોલઘુટ્ટમ બલ્લાવીર સચિનેશ્વર તેન્ડૂલકરમ્ પ્રભુ જ્યારે દોઢ-વર્ષના હતા ત્યારે તેમના ઘરની પાછળ આવેલી ગલીમાં નાનકડું ધોકો-બેટ લઇ ૯૯ વાર ઉભાઉભા રબરથી માત્ર ‘બોલ બોલ’ કર્યા કરતા..એટલે ‘નર્વસ નાઈન્ટી’નો રોગ ત્યારથી લાગુ પડ્યો હતો.”
 • •=> “૫૦૦૦ વર્ષ પહેલા… લોક સેવાર્થે મૂર્ધન્ય (ઓહ…સોરી મૂકધન્ય) ‘બની ગયેલા’ ભારતવર્ષ નામના એક નગરના પૂર્વ પ્રધાનમંત્રી નામે મનમોહનભ’ઈએ શાંત રહી પ્લેનેટ રિકોર્ડ કાયમ કર્યો હતો. જ્યારે એમના ‘બોસે’ ઇટાલિક ફોન્ટ સાથે ‘બોલ બોલ’ કરવાનો.
 • •=> “૯૪૫ વર્ષ અગાઉ…. ગુજરાત નામના સાવ નાનકડા ગામડે શ્રી મોદી નામે એક બાપુ-નેતાને અમેરિકા નામના પરગ્રહની વિઝા એટલા માટે રિજેક્ટ થઇ હતી કે…તેઓએ વિઝા ફોર્મની બદલે ‘ભૂલ’થી ચૂંટણીનું ફોર્મ ભરી સબમિટ કર્યું હતું. એમાં લખાયેલી એમની હિસ્ટ્રી જોઈને ત્યાંના એલિયન્સ ઓફિસરોને હિસ્ટીરિયા આવી ગયો હતો.
 • •=> “ઓલમોસ્ટ એક લાખ વર્ષ પહેલાની વાત છે….સન ૧૯૪૯માં જગમશહૂર ‘મોહન’ નામનો કોઈક કાઠિયાવાડી ‘ભારતીય’ બાપુ જો હયાત હોત તો ‘ઇન્ડિયા’ની બહાર આફ્રિકાના જંગલમાં પોતાના નવા સ્થપાયેલા આશ્રમાં અંતે ૮૦ વર્ષનો થયો હોત.”

આવા શંશોધનો…હજુય ‘ચાલુ’ છે. અપડેટ થયે બહાર લાવીશું. ત્યાં સુધી તમતમારે નીરો ગટગટાવો. આહ! ‘બારે ઠંડી બૌ છે, ને?

3 responses to “મળી આવેલા કેટલાંક ચકલાંચૂંથી શંશોધનો…

 1. સુરેશ January 7, 2013 at 1:39 pm

  કલ્પનાના ગપગોળા…… બધી વાર્તાઓ, નવલકથાઓ, કવિતાઓ સમેત!!!

 2. Vinod R. Patel January 9, 2013 at 6:54 pm

  મુર્તઝા પટેલ બાપુ, બીજા લોકો તો સંસોધનો કરે ત્યારે ખરા પરતું તમોએ જે કેટલાંક ચકલાંચૂંથી શંશોધનો દાખલા રજુ કર્યા એ તમારા ફળદ્રુપ ભેજાની નીપજ માટે તમને આગોતરા અભિનંદન ….
  નેટ ઉપર વહેવારનો વેપાર એ આનું નામ ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: