નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

એને માટે તો દરરોજ માત્ર રૂ. ૧૦૦૦/- વાપરવા ‘કાફી’છે…

“તમને કોઈ પૂરા એક વર્ષ માટે દરરોજ (માત્ર જમવા) રૂ.૧૦૦૦/- આપે તો તમે શું શું ખાવામાં ખર્ચ કરો?”-

દાળ-ભાત બાજુએ દબાવી દો, ભજીયા ભૂલી જાવ, પિઝાને પાછળ રાખો, દાબેલીને ડૂબાવી દ્યો, સીંગ-ચણા તો સાંભરે જ કેમ?, પૂરી-શાકને પેટીમાં રાખો, અને બાકી જે દેશી ખાણું સૂઝે એને માળીયે ચઢાવો. અને પછી વિચારો.

ઓફર રિજેક્ટ થવાની સંભાવના થાય. ખરુને? (યાર આપનું દેશી જમણ રૂ. ૧૦૦૦/-માં આમ થોડું હલાવી દેવાય? હવે જો આપણે એમાં વિદેશી જમણનો જો તડકો નાખીએ તો આખું વર્ષ શું, આવનારા પચ્ચી-પચા વરહ વિવિધ વાનગીઓ ઝાપટી શકીએ એટલી સુવિધા મળી શકે છે. ખૈર,   

મીસ.‘બ્યુટીફુલ એક્ઝિસ્સ્ટંટ’ એનું અસલ નામ છે. એને વર્ષ ૨૦૧૩ માટે એક તુક્કુ સૂઝ્યું છે. સિયેટલની આ કુમારીએ આખા એક વર્ષ માટે (હાલના ઈન્ડી-ભાવ મુજબ રૂ. હજાર સાથે) ‘સ્ટારબક્સ કૉફી’ની આઇટમ્સ પર ગુજારો કરવાનો (કાઆફી અચ્છા) નિર્ણય લીધો છે.

એના સમજુ બજેટ પ્રમાણે આ બૂન દરરોજ ૧૯/- ડોલર્સ ખર્ચશે. આખા વર્ષ દરમિયાન તે લગભગ ૭૦૦૦/- ડોલર્સમાં આ કૉફી જમણવાર ગટગટાશે. જો કે આવું કરવા પાછળ સ્ટારબક્સ તરફ્થી કોઈ સ્પોન્સરશિપ મળી નથી, કે પોતે સ્ટારબક્સની કોઈ ફેન પણ નથી. આ તો માત્ર જોવા માંગે છે કે…આ બ્રાન્ડવાર જમણની તેના ફિગર અને લાઈફમાં શું અસર થાય છે.

સ્ત્રીઓમાં (પણ) અજબ બુદ્ધિ હોય છે ને?- ફિગરની ફિકર પાછળ ૭૦૦૦નો ફિગર માત્ર આવા ગરમાગરમ ‘મોક્કા’માં ખર્ચી નાખે છે. નહીં?!!!!!

એની વે આવી અનેક નીતનવી ઘટનાઓ જાણવામાં રસ હોય તો મને ફ્રેન્ડ-રીક્વેસ્ટ મોકલી આપો. શક્ય છે ક્યારેક સાથે બેસી કૉફી-પાણી કરવાનો ‘મોક્કો’ મળી જાય.

હવે જે બંધુઓ અને ભગિનીઓને આ કૉફી-કન્યા વિશે જાણવામાં વધારે રસ હોય એ આ સાઈટ પર પહોંચી જાય: http://1yearofmylife.wordpress.com/ 

(આ પોસ્ટ પાસ કરતી વખતે (મારી) પત્ની પાસેથી જાણવા મળ્યું છે કે… “ચિંતા ન કરતા! મને આવા નિર્ણયો લેવાની કોઈ ઈચ્છા કે ઉતાવળ નથી.”- હવે એના આ ‘ઉતાવળ’ શબ્દથી જરા ઠરી ગયો છું એટલે હું તો ચા-પાણી કરીને આવું છું.:-~|)

Advertisements

3 responses to “એને માટે તો દરરોજ માત્ર રૂ. ૧૦૦૦/- વાપરવા ‘કાફી’છે…

 1. Vinod R. Patel January 12, 2013 at 2:03 am

  મુર્તઝાભાઈ, તમે ના કહો છો. પણ આ માથા ફરેલ “બુન ” ને સિયેટલની સ્ટારબક્સ કમ્પનીએ ખાનગીમાં આ તુક્કો રમતો મુકવા માટે અનેક ઘણા 1000 રૂપિયા આપ્યા હશે ! તમે તો વેપારના માણસ

  છો, માર્કેટિંગની અનેક ચાલાકીઓમાંની એક આ હોઈ શકે ! તમે શું કયો’છો ?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 12, 2013 at 2:11 am

   માની શકું વિનુદાદા. માર્કેટિંગના ગતકડાં ક્યાંકથી અને કેવી રીતે નીકળે છે એ કળવું ઘણી વાર મુશ્કેલ થઇ પડે છે. આવું જ કાંઈક મારા પ્રિય લેખક સેઠ ગોડીનની બૂક ‘ઓલ માર્કેટર્સ આર લાયર્સ & સ્ટોરી-ટેલર્સ’ વિશે આ પહેલા મેં રિવ્યુમાં લખ્યું છે. સમય મળે તો આ લિંક પર જોઈ લેશો.

   પણ જે હોય તે…આમાંથી બીજાં અનેક આઈડિયાઝના બીજ રોપી શકાય છે એની તરફ મારી નજર છે.

 2. pragnaju January 12, 2013 at 2:44 am

  આવા વેપારી ગતકડા વાંચવા ગમે !
  અમારા સ્નેહીના પડોશીએ ગુજરાત સ્ટાઇલ ની ઇન્સટન્ટ ચા બનાવી અને
  ગરમ પાણીમા પડીકી નાંખતા ચા તૈયાર ! ચા,દૂધ ,ખાંડ,ચાનો મસાલો બધું જ આવી જાય…નાના પાયા પર વેચાણ થાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: