નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તમે જ્યારે સ્માર્ટ હોય ત્યારે આવા ‘સ્પિરીટ’ની શું જરૂર???

….અને હાઈ-વે પર એ કારે બેલેન્સ ગુમાવ્યું ને….ધડાઆઆઆઆમમ્મ્મ્મ્મ્મ્મ કરતી તે મોટા માઈલ-સ્ટોન સાથે અથડાઈ ગઈ.

બોય-ફ્રેન્ડનો પિત્તો ગયો. કેમ કે તેણે એની ગર્લ-ફ્રેન્ડને આજે પહેલીવાર પોતાની નવી કાર ‘ટ્રાય’ કરવા આપી દીધી હતી. (અને એ પણ માત્ર એક જ રિક્વેસ્ટ પર…)

“ઓહ્ફ….આઈ એમ સો સોરી…ડિયર ! બટ…વાઉં ! આ જો ટો ની…આપરા નસીબ…સ્ટોન સાથે અથડાઈ હોવા છતાં આપરી કારને કાંઈ ઠયું નથી અને બેસ્ટ ઓફ ઓલ…આપણને બંનેને બી કાંઈ ઠયું નથી. સો લકી…વી યાઅઆર. લાગે છે આ આપણો ભાવી શુભ-સંકેત છે.”

બોય-ફ્રેન્ડ તેના દિમાગની સૂરત બગાડે એ પહેલા તેની એ હુરટી ગર્લ-ફ્રેન્ડે સ્ટીયરિંગ પર હાથ મૂકી પોતાની બાજી સંભાળી લીધી અને સાંત્વના આપી. ત્યારે બોય-ફ્રેન્ડનો પારો આસમાને બસ જવાનો હતો પણ સીધો જમીનમાં ઊંડે ઉતરી ગયો.

“ચાલ હવે તું….પ્લિઝ ટેન્શન ન લેતો. સમજ કે આપણને નવી લાઈફ મલી છે. તો એનું સેલિબ્રેશન થવું જોઈએ ની?”- એમ કહી ગર્લ-ફ્રેન્ડ ગાડીમાંથી ઉતરીને ડિકીમાં છુપાવી રાખેલી તેની પર્સમાંથી સરપ્રાઈઝ તરીકે ‘વાઈન’ની બોટલ લઇ આવી.

“લે હવે…સંભાલ તારી કાર અને સાંભલ…તારા ગુસ્સા સાથે મારી તરફથી આ વાઈના થોડાં ઘૂંટ પણ પી લે જો. આપણને હજુ થોડી લાંબી સફર કરવાની છે.” – ગર્લ-ફ્રેન્ડતો આજે બરોબર રંગમાં આવી હતી અને પેલો એના રંગમાં રંગાઈ પણ રહ્યો હતો….(એ પણ માત્ર એક જ રિક્વેસ્ટ પર.)

પણ એ બચારાને શું ખબર કે..આ રંગ થોડી જ વારમાં ઉતરી જવાનો છે, જ્યારે હાઈ-વે પોલીસ આવીને તેને વાઈન સાથે ‘રંગે હાથ’ પકડી લેવાની છે…..(એ પણ માત્ર એક જ રિક્વેસ્ટ પર.)

ખોટો મોરલો: “સ્માર્ટ વૂમન સાથે ક્યારેય પંગો ન લેવો.”- ખરું ને? – ના….ના….ના….નાંઆઆઆઆ.

સાચો મોરલો: “પંગો તો કોઈ પણ વૂમન સાથે લઇ શકાય. પણ એ જ્યારે સ્માર્ટ હોય ત્યારે આવા ‘સ્પિરીટ’ની શું જરૂર??? યાર! એટલા સ્માર્ટ તો પુરુષે પણ બનવું જોઈએ કે ની!?!? 

Advertisements

2 responses to “તમે જ્યારે સ્માર્ટ હોય ત્યારે આવા ‘સ્પિરીટ’ની શું જરૂર???

  1. જીવન કલા વિકાસ January 28, 2013 at 10:16 am

    ધ્યાન રાખવુ જોશે હો આ ગર્લ – ફ્રેન્ડથી…

  2. Vinod R. Patel January 28, 2013 at 5:20 pm

    મુર્તઝાભાઈની સોજજી સલાહ – સ્માર્ટ તો પુરુષે પણ બનવું જોઈએ કે ની!?!?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: