નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

એમાં હવે ‘એન્ટ્રી’ બંધ છે ને ‘એક્ઝિટ’ સતત ચાલુ છે. આજે પણ, અત્યારે પણ..

૨૯ જાન્યુઆરી ૨૦૧૨.

બરોબર એક વર્ષ પહેલા…..

સમય: રાતના ૭ થઇ ચુક્યા છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ઘરના બિછાના પર એક ભડવીર પુરુષ લગભગ અઢી વર્ષથી પણ વધારે સતત પોતાના સ્વાસ્થ્ય સાથે સખત લડી આપી રહ્યો છે…ને હવે ખૂબ થાકી રહ્યો છે.

એટલી હદ સુધી કે તેની પાચનશક્તિ પાણીને પચાવવા પણ પાણીમાં બેસી ચુકી છે. અચાનક ધીમે ધીમે…પેટ વધુને વધુ ફૂલી રહ્યું છે. દોઢ વર્ષ પહેલાથી બહાર ડોકાતી પેટની પાંસળીઓ હવે બેસી રહી છે.

એ પુરુષને હવે કશુંયે ભાન નથી…અવાચક તો માત્ર તેની આસપાસના કુટુંબીજનો છે. કેમ કે….થોડી વાર અગાઉ જ નિદાન કરી ગયેલા ફેમીલી ડોકટરે ધીમેથી ચંદ કલાકોની ‘ડેડ’-લાઈન આપી દીધી છે.

ત્યાં બીજી બાજુ…..દૂર દેશમાં રહેલા તેના દિકરાને તેની મા તરફથી તાત્કાલિક સમાચાર મળે છે. “બેટા, તું આવી જા…બસ હવે તો તારા પપ્પા…”

દિકરો ગભરાઈને ફોન મૂકી એજન્ટ પાસેથી પ્લેનની ટિકિટ કઢાવે છે. દિકરાની પત્ની આંસુ સાથે નાનકડી બેગ તૈયાર કરે છે. પણ દિકરો અત્યારે આંસુ પી રહ્યો છે કેમ કે તેને તો પિતા એક્ઝિટ થાય એ પહેલા એન્ટ્રી લેવાની જલ્દી છે. કલાકોમાં એરપોર્ટ પર આવી લોન્જમાં બેઠો છે ને અચાનક મોબાઈલ રણકે છે…

“ભાઈ! પપ્પા…બસ થોડી મિનીટ પહેલા જ ગુજરી ગયા છે. તું જલ્દી આવ…”-

સમયસર હોવા છતાં દિકરાને એ પ્લેન ઘણું મોડું પડ્યું હોય એમ લાગે છે. પણ એ કરે શું?- એને તો પ્લેનમાં પણ સામે દેખાતા સ્ક્રિન પર કોઈ હોલીવૂડની ફિલ્મ નહિ પણ પોતાની જ….તેના પિતા સાથે ગાળેલા પાછલાં વર્ષો-વર્ષોની ફિલ્મ દેખાય છે.

સાડા પાંચ કલાકની એ એકધારી મુસાફરી પછી મુંબઈના એરપોર્ટ પર હજારોમાંય પોતાની જાતને એકલ મહેસૂસ કરે છે….કેમકે આજુબાજુ ઘણાં લોક છે..પણ પપ્પા તો હવે…

કુલ્લે ૧૮ કલાકની એ મેરથોન સફરનો અંત ત્યારે આવે છે, જ્યારે આડે આવેલી કેટલીક ઘટનાઓ પસાર કરીને પણ દિકરો આખરે પિતાના જનાજા પાસે પહોંચીને બેસી જાય છે. જ્યાં દફનવિધિ માટે જ સૌ કુટુંબીજનો માત્ર અને માત્ર એ દિકરા માટે રાહ જોઈ રહ્યા છે.

….દિકરો પિતાના દેહને સલામ કરે છે અને માત્ર એટલું જ કહે છે: “શુક્રિયા અબ્બાજી”.

ભરાયેલી આંખો હવે ઉભરાયેલી છે. જેમાં સઘળું છે….જોશ અને રોષ સાથે. કેમ કે એ બધું જ યાદોના વિવિધ રંગોના પીટારામાંથી નીકળી રહ્યું છે. એમાં હવે ‘એન્ટ્રી’ બંધ છે ને ‘એક્ઝિટ’ સતત ચાલુ છે….આજે પણ…અત્યારે પણ..

એ દિકરો ભલે ને પછી ‘મુર્તઝા’ નામધારી હોય પણ પિતા તરીકે ‘સિરાજ’… ધરી બની એના દિલમાંથી ફરી આંગળીએ વારંવાર ફેરો ફરી આવે છે.

સમય માટે ક્યાં કોઈ વર્ષ છે?- બસ એને માટે તો ‘યાદો’ છે….ફરિયાદો છે….ફરી ફરીને આવેલી ઋણાનુંબંધ…

“પાપા! હજુ પણ તમે જ બાજુએ બેસી લખાવી રહ્યા છો અને કાયમ બસ આમ જ લખાવતા રહેશો.”

(નાઈલને કિનારેથીના આ બ્લોગ પર પબ્લિશ થયેલી આજની આ ૫૦મી પોસ્ટ મારા અબ્બાજીને અર્પણ)

8 responses to “એમાં હવે ‘એન્ટ્રી’ બંધ છે ને ‘એક્ઝિટ’ સતત ચાલુ છે. આજે પણ, અત્યારે પણ..

 1. Vinod R. Patel January 29, 2013 at 4:08 am

  દિલ હલાવી દે એવી સત્યકથા .વિદેશમાં રહેનારનું આ એક મોટું દુખ કે છેલ્લી ઘડીએ બધા પ્રયત્નો છતાં મા કે બાપનો જીવતે જીવ મેળાપ ન થઇ શકે !આપના પિતાના આત્માને પ્રભુ શાંતિ બક્ષે .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 29, 2013 at 1:19 pm

   Yes Vinudada, I always pray for frequent togetherness for my very Nears & Dears.

 2. Krutarth Amish Vasavada January 29, 2013 at 4:08 am

  “શુક્રિયા અબ્બાજી” – આ બે શબ્દોમાં બધું જ આવી ગયું, મુર્તઝા ભાઈ !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 29, 2013 at 1:16 pm

   Yes Krutarth. You got it right. I didn’t say anything after that at those moments.

 3. સુરેશ January 29, 2013 at 12:53 pm

  અબ્બાજીને અમારી દિલી અંજલિ…

 4. Parshotam Shiyal February 5, 2013 at 10:22 am

  મુર્તઝા ભાઈ… દિલ હલાવી દે એવી સત્યકથા,, જેવું તમારી સાથે થયેલું બસ એવુજ કૈક મારી જોડે પણ થયેલું ફર્ક માત્ર એટલો જ કે એ મારા દાદાજી હતા ( અને હું એમને સોથી વધુ વહાલો હતો) આજ થી ૧૫ વર્ષ પહેલા હું પણ મારા દાદાજી ની, મને મળવાની અંતિમ ઈચ્છા પૂરી ના કરવાનો વસવસો આજે પણ છે,,, પણ આજે પણ હમેશા મારી સાથે હોય અને સત્તત રાહ બતાવી રહ્યા નો અહેસાસ કાયમ થાય છે.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 5, 2013 at 12:44 pm

   પરસોત્તમભાઇ, તમારી લાગણીઓને પણ મારું હાર્દિક માન. આભાર.

 5. bharat akbari July 22, 2013 at 6:51 am

  nagme hai sikve hai kisse hai bate hai
  bate bhul jati hai yaade yaad aati hai
  ye yaade kisi dilo janam ke chale jane ke bad aati hai
  yaade yaade yaade.
  khub lagnisabhar ane antaraatma ne sparshi gayu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: