નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આ સમાચાર તો સાચે જ ‘મંગલમય’ છે…

SpaceX-on-Mars

SpaceX-on-Mars (C) Wired Magazine

પેલું રોવર જ્યારથી મંગળ પર હરીફરી રહ્યું છે ત્યારથી આખી દુનિયામાં તેના વિકાસના અવનવા ગતકડાં બહાર આવી રહ્યા છે. લેટેસ્ટ અને પાકેપાયે સાચા ન્યુઝ એમ છે કે…

મંગળ ગ્રહ પર એક રેસિડેન્શિયલ સ્કિમ તૈયાર થઇ રહી છે….સાચે જ. બોલો કોણ જવા તૈયાર છે?

આ કોઈ સ્કેમ નથી પણ જેઓ પૃથ્વી પર પણ ‘મંગલમય’ જીવન જીવી શકતા નથી એ સૌ માટે એક નવીનતમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

સ્પેસ-X કંપનીના સ્થાપક એલન મસ્કે તેના માર્સ કોલોની ડેવેલોપમેંટ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની સરકારની મદદથી આ સર્વિસની શરૂઆત કરી છે. (યાર! એ લોકોમાં જ આવી તાકાત આવે છે?!?!!?)

મજાની વાત એ છે કે તેના પ્રોજેક્ટને સપોર્ટ કરવા બીજી અન્ય મોટી વેન્ચર્સ કંપનીઓ પણ તેમાં ઇન્વેસ્ટ કરી રહી છે. કોલોનીનો પ્લાન પાસ કરાવતી વખતે ત્યાં વસાહતો કેવી રીતે બનાવવામાં આવશે, તેનો આકાર, રચના, ટકાઉપણું જેવી ઘણી અમેઝિંગ બાબતોને આવરી લેવામાં આવી છે. 

એટલી હદ સુધી કે… લોકોને ત્યાં લઇ જવા માટે ટ્રાન્સપોર્ટેશન, જમવાનું, રહેણાંક પણ કેવું આપવામાં આવશે તેની બારીકાઈથી ચર્ચા કરવામાં આવી છે. (બોલો હવે આમાં કોને મંગળ નડી શકે?)

બીજાની તો ખબર નહિ પણ એલન મસ્કભાઈએ પૃથ્વી પર જ તેના ખુદનું જીવન તો અત્યારથી જ મસ્ત અને મંગલકારી બનાવી દીધું કે નહિ?!!!

(કોઈક ફેસબૂકસંતના ચવાયેલા આ વાક્યને એલને મસ્ક સણસણતો જવાબ આપ્યો: 

“મંગળ પર જીવન શોધો એ કરતા જીવનમાં મંગળ શોધો એ અગત્યનું છે.”)

Advertisements

10 responses to “આ સમાચાર તો સાચે જ ‘મંગલમય’ છે…

  1. સુરેશ February 3, 2013 at 12:24 pm

    “મંગળ પર જીવન શોધો એ કરતા જીવનમાં મંગળ શોધો એ અગત્યનું છે.”)
    – Very Good

  2. pragnaju February 3, 2013 at 12:44 pm

    વાહ
    ખૂબ સરસ

  3. નિરવ ની નજરે . . ! February 3, 2013 at 12:53 pm

    ‘મંગલ’ પર ચરણ મુકવાની ઘટના , ” મંગલાચરણ ” તરીકે ઓળખાશે 🙂

  4. GUJARATPLUS February 3, 2013 at 8:09 pm

    One may need flight to go Mangaldhaam but not to the Akshardhaam,kailaasdhaam,Swargdhaam……etc

  5. અશોક મોઢવાડીયા February 4, 2013 at 8:05 am

    મસ્કભાઈ (એનું ગુજરાતી નામ કસ્તૂરભાઈ થાય કે નહીં ?)ને મંગળ ફળ્યો ! પણ મંગળ પર રહેનારને પૃથ્વીનાં નંગ પહેરવા પડશે !
    “મંગળ પર જીવન શોધો એ કરતા જીવનમાં મંગળ શોધો એ અગત્યનું છે.” – ઝક્કાસ !

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 4, 2013 at 9:57 am

      ક્યા બાત હૈ!…. ‘આઘાતહીન’ (ઓહ સોરી અશોકભાઈ) !’ આ તો મને કસ્તુરીયુક્ત વાત લાગી.

      ખૈર, હાલના ધોરણે મંગળની વીંટી પહેરનાર કોઈક ‘નંગ’ મળે તો જણાવજો બાપલ્યા! મને ઇન્ટરવ્યું લેવો ગમશે. 🙂

  6. Pingback: Anonymous

  7. jagdish48 March 12, 2013 at 10:28 am

    કોક રુદ્રાક્ષની માળાવાળો ભોરિંગ સામો મળે તો જરાક આચમનીરુપ એકાદ-બે ‘para’ પીવડવી દેજોને ! તમને જ ‘નંગ’ બનાવી દેશે. પછી તો ‘ઇન્ટર્વ્યુ’ બ્લોગ પોસ્ટમાં આવશે ને ?

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 12, 2013 at 11:14 am

      જગ્ગુ દાદા! આ વાત જરા બમ્પર ગઈ…ફોડ પાડશો?

      • jagdish48 March 12, 2013 at 1:28 pm

        ભઈલા,
        દુનિયાનો ઉધ્ધાર કરવાવાળા ગળામાં રુદ્રાક્ષ અને કેસરી વાઘામાં સજ્જ થઈ આખી દુનીયામાં ફરવા માંડ્યા છે. (સાપની જેમ વાંકાચુકા ગમે ત્યાં ગોઠવય જાય છે). તેમને તમારે ત્યાંના ચલણ (para – કોપર કોઈન – વીકીમાં વાંચ્યુ હતુ, બાકી બીજુ કોઈ ચલણ હોય તો તમે જાણો !)ની દક્ષિણા પધરાવશો તો તમને પણ એકાદ ‘નંગ’ પહેરાવી ‘નંગ’ બનાવશે અને પછી ‘પોતાનો’ ઇન્ટરવ્યુ લેવો તો સહેલો છે ને ? (જોકે ખરેખર તો બહુ અઘરો છે અને ‘સ્વ’ નો સાચો ઇન્ટરવ્યુ બ્લોગ પોસ્ટમાં છાપવો એનાથી પણ અઘરું કામ છે !!!) )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: