નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આ કોરિયાના પોરિયાઓ તો હુહુહુફ્ફ્ફ્ફ…બાપ રે બાપ!

Korea-Child-Cold-BootCamp

બાળપણથી આપણને એક ખોટી બીક આપવામાં આવેલી હોય છે.

“અલ્યા એય! હવે બૌ મસ્તી કરીશને તો બાવો આવીને પકડી જશે”, ખરુને?

પણ દક્ષિણ કોરિયા દેશમેં એસા ની હોતા હૈ બાવા, હોં!

ત્યાં એક અનોખો બૂટકેમ્પ યોજાય છે. એ પણ શિયાળાની કાતિલ ઠંડીમાં. જ્યાં બરફ પાડીને જામ્યો ત્યારે ત્યાંના મા-બાવાઓ (આઈ મીન બાપો) એવા મસ્તીખોરીયા બચ્ચાંવને બરફની કડકડતી (રેતીમાં) હડીયાપાટી કરાવવાની ટ્રેઇનિંગમાં મોકલે છે.

– બહુ જાલિમ મા-બાપ કહેવાય નહિ?-

પણ ના દોસ્તો. આવી જાલીમી બાળકો માટે એક રીતે આશિર્વાદરૂપ છે. એક તરફ આપણે ત્યાં માતા-પિતાઓ બાળકોને રસ્તો ઓળંગવામાંય હાઈ-બ્લડ પ્રેશરનો અનુભવ કરે છે, ત્યારે કોરિયાના આ પોરિયાઓ હવામાન સાથે તો ખરા જ પણ ઝિંદગીની એવી ઘણી ખરી (માત્ર દેખાતી) મુશ્કેલીઓ સાથે પણ નાનપણથી જ દોસ્તી કરવું (અનૂકૂલન સાધવાનું) શીખી જાય છે.

શેખાદમ આબુવાલા સાહેબના આ શેર એવા બાળકોને સાચે જ ‘શેર-એ-બબ્બર’ બનાવે છે.

“અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં !”

6 responses to “આ કોરિયાના પોરિયાઓ તો હુહુહુફ્ફ્ફ્ફ…બાપ રે બાપ!

 1. Anurag February 4, 2013 at 11:59 am

  અમને નાખો જિંદગીની આગમાં,
  આગને પણ ફેરવીશું બાગમાં,
  સર કરીશું આખરે સૌ મોરચા,
  મોતને પણ આવવા દો લાગમાં !

  Nice 🙂

 2. અમિત પટેલ February 4, 2013 at 12:00 pm

  http://spartanrace.com.au/ આપને ભાવભીનું (ચોખ્ખુ કિચડયુક્ત) આમંત્રણ. બાળ શિવાજી/રાણા પ્રતાપ બનવાનો વારો આવી ગયો છે. નિવૃત લશ્કરી અધિકારીઓ માટે નવીન તક 🙂

 3. Atul Jani (Agantuk) February 4, 2013 at 12:41 pm

  કોરીયાનું નવું વર્ષ ૧૦મી ફેબ્રુઆરીએ શરુ થાય છે. કોઈને છોકરાંવ કોરીયા મોકલવા છે? 🙂

  http://english.visitkorea.or.kr/enu/FU/FU_EN_15.jsp?cid=1791174

 4. pragnaju February 4, 2013 at 2:24 pm

  વાહ
  અહીં કોઇ વધું ગુંચવાડાવાળું કામ હોય તો ભારત કે ચીનને યાદ કરે
  સાથે કોરિયા,જાપાન વિ પણ આવી જાય…
  આ પોરીઆઓ કમાલ કરે છે
  કરશે

 5. Vinod R. Patel February 9, 2013 at 2:01 am

  બાળકોને પહેલેથી નબળા નહી પણ ખડતલ બનાવવા માટે માં-બાપે કોરિયાનો આ રસ્તો

  અપનાવવો જોઈએ .બાળકોને માં-બાપે પોતાના આશ્રય તળેથી દુર મોકલી એમની સ્વતંત્ર

  જિંદગી જીવવા માટે તૈયાર કરવાનો આ જ એક માર્ગ છે .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 9, 2013 at 10:04 am

   વિનુદાદા, તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. પણ…જ્યારે વાસ્તવિકતામાંથી પસાર થવાનું આવે છે ત્યારે વધુભાગે માતાપિતા તેમના બાળકો માટે આવું વર્તન ‘જુલ્મ’ તરીકે જોઈને અખાડા કરી દે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: