નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

દરેક માણસની ઝીંદગીમાં વણાયેલી પ્રેમ-કથા…એક ‘ભૂતકથા’ જ છે

કેટલીક (અદ્) ભૂત કથાઓ લખી મશહૂર થયેલા એક અમેરિકન લેખક ડી. ટી. મેક્સનું મસ્ત ક્વોટ છે.

“દરેક માણસની ઝીંદગીમાં વણાયેલી પ્રેમ-કથા…એક ‘ભૂતકથા’ જ છે.”

ખૂબ સાચી વાત.

માણસ અચાનક ગર્ભમાંથી પેદા થઇ હાડ-માંસનું ચાનક ચડાવી એવા એવા કામો કરતો જાય છે, જેની આપણને કલ્પના નથી હોતી.

ને અંતે આ ચાનકોની થતી રહેલી ચિનગારીઓ વચ્ચે અચાનક ગાયબ થઇ જાય છે. રાખ બની જાય છે. જેને આપણે ‘મોત’થી ઓળખીયે છીએ.

પણ તેની સાથે જોડાયેલા પ્રેમી વ્યક્તિ(ઓ)નો એ ગાયબ થયેલા એ જીવ સાથે એવી મોહબ્બતનો નાતો રહેલો હોય છે કે તેની યાદો સાથે એ આપણને ફરી-ફરી એવી જગ્યાઓએ દેખાય છે જ્યાં તેના હોવાનું ભાસ થયે રાખે છે.

એ જ આપણો ભ્રમ. એટલા માટે કે માણસથી માણસ કોઈક અદ્રશ્ય તંતુઓથી જોડાયેલો છે. તેની પર ફિદા થવાય એવી હર અદામાં, હર અદબમાં, હર આદતોમાં, હર ઇબાદાતોમાં, આદિમાં…અનાદિથી આવું ચાલતું આવે છે અને ચાલતું રહેશે.

ગમતી પળો મેળવવા ગાયબ થતા રહેવું મનેય ગમે. અદ’ભૂત’ અનુભવ થાય છે. જાત સાથે…સ્વ સાથે….સ્વ. થયા વિના…..

Advertisements

6 responses to “દરેક માણસની ઝીંદગીમાં વણાયેલી પ્રેમ-કથા…એક ‘ભૂતકથા’ જ છે

 1. jjkishor February 9, 2013 at 2:40 am

  ‘કથા’ શબ્દમાં ભૂતકાળ એવો અર્થ સમાયેલો જ છે ને ! કથા માત્ર ભૂત(કાળ) કથા
  ગણાય. સરસ વાત મૂકી છે. – જુ.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 9, 2013 at 10:05 am

   જુ.કી. દદ્દુ… આ લેખક પોતે ક્યારનોય ‘ભૂત’ થઇ ચુક્યો છે.

 2. jagdish48 February 10, 2013 at 1:35 am

  જાત સાથે…સ્વ સાથે….સ્વ. થયા વિના…..
  સ્વ. નું કાળું ટપકું તો જાણે મુર્તઝાએ મારેલો સિક્કો ! મોટું કાળું ટપકું ….
  વર્તમાનમાં પણ જીવંત પ્રેમ (કથા) ને શું નામ આપશું ?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 10, 2013 at 7:37 am

   હહાહાહાહ…જગદીશબાપા…તમેય બરોબર પકડી શકો છો. આખરે આ ‘ડોટ’ કૉમનો જ જમાનો છે ને!

   • jagdish48 February 10, 2013 at 9:39 am

    બુઢ્ઢા હોગા …..!
    સોરી, પણ…યાર !
    મને હજુ તો ૬૫ જ થયા છે.
    દોસ્તી મંજુર ને ?

   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 10, 2013 at 10:10 am

    દાદા, આવી દોસ્તી માટે સવાલ ‘નો’ કરાય…એમાં તો જવાબ ‘યેસ’ જ હોય! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: