નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કેટલાંક ફેસબૂકી હાઈકુઓ….

આ બે દિવસ પહેલા ચેકબૂક લખતાં લખતાં ‘ફેસબૂક’ વિશે હાઈકુઓ લખાઈ ગયા…પણ હવે તો ‘થોરાંમાં ઘન્નું ચક્કર’ ને સમાવવાની મૌસમ છે. લ્યો ત્યારે..|
—————-
ચાલો થોડાંક
હાઈકુઓ માણીએ,
ફેસબૂકના…
—————-
કોમેન્ટ’ કરું,
તે પહેલા તું મને,
લાઈક’ તો થા!
—————-
વોલ’ ના બોલ,
જો પાછાં અફળાય
તો, ન બોલ !
—————-
શેર કે કૉપી?
તારું એ કર્મ આપે,
સાચી ઓળખ.
—————-
ફોટોજેનિક
નથી છતાં કાયમી
ટેગ’ ટેન્શન.
—————-
કટ’ થયા છો?
કે અંદરથી ચાલુ
છે ‘કૉપી-પેસ્ટ’?
—————-
ભલેને બ્લેન્ક,
હોય ‘ઇમેજ’ તોય
લાઈક’ કરો.
—————-
કર્યું પ્રપોઝ,
ગયું ફ્રેન્ડ’શિપ’નું
વહાણ ડૂબી.
—————-
ઝુકરબર્ગ
‘બનાવે’ હરચીજ
ફેસબૂકમાં!
—————-
રિફ્રેશ’ થાવા,
ઉપર-નીચે સ્ક્રોલ
કરતા રહો.

6 responses to “કેટલાંક ફેસબૂકી હાઈકુઓ….

 1. નિરવ ની નજરે . . ! February 10, 2013 at 8:19 am

  હમણાં એક ઈંગ્લીશ/વિન્ગ્લીશ બ્લોગ પર . . . બ્લોગરે જણાવ્યું કે હુ બ્લોગીંગ છોડી રહ્યો છું અને ક્યારે પાછો ફરીશ , તે નક્કી નહિ . . . અને બીજા દિવસ સુધીમાં તો 10થી વધારે લાઈક આવી ગયા !

 2. pragnaju February 10, 2013 at 1:17 pm

  ફેસ હાઈકુ
  આનંદ જ્ઞાન વધે
  દૂર હતાશા !

  કોઇએ આવા જ વિચારથી આવું હાઇકુ લખ્યું હોય તો આને પ્લેજીરીઝમ ન માનશો

 3. સુરેશ જાની February 10, 2013 at 4:48 pm

  એ ફેસબુક?
  કામ એમાં ન મારું
  આવજો, બાય !

 4. Vinod R. Patel February 10, 2013 at 8:01 pm

  ફેસબુક હાઈકુ
  વાંચ્યા ખુબ ગમ્યા
  આનંદ અભિનંદન !

 5. અશોક મોઢવાડીયા February 11, 2013 at 3:06 pm

  ‘કોમેન્ટ’ કરું,
  તે પહેલા તું મને,
  ‘લાઈક’ તો થા! — આ તો ’આપણ બ્લૉગર્સ’ને પણ લાગુ પડે !

  આ ફેસબૂકી
  હાઈકુ મમળાવી
  મોજાયાં બહુ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: