નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

લીન થઇ ‘મીન’ પકડવાનો ‘કુંભ’મેળો


દોસ્તો, દર બાર વર્ષે ભરાતા આપણા દેશના કુંભમેળે શું શું થતું હશે એની બહુ ખબર તો નથી પણ આફ્રિકાના માલી દેશમાં એક સરોવર છે.: લેક એન્ટોગો. એના વિશે એક શેષ સમાચાર મળ્યા છે.

ત્યાં બાર મહિનામાં કોઈ એક દિવસે…કોઈ એક સમયે હજારો માછીમારો, ખેડૂતો માછલી-પકડ કુંભમેળો સર્જી ભેગા થાય છે. ને સરોવરમાં ભેગી થયેલી માછલીઓનો પળવારમાં ખાત્મો બોલાવી દે છે. સરોવરને સાવ ખાલી કરી નાખે છે.

(હાઉ મીન પીપલ?!?!?) હવે એવું કરતી વખતે કોઈક કોઈની જગ્યાએથી માછલું હાથમાં પકડી લે તો “આ માલી જગા છે”..(આઈ ‘મીન મારી’) પણ બોલી દે છે…બોલો!

બ્વાના, આ અમારું આફ્રિકા…એક એવો અંધારિયો ખંડ છે જ્યાંના દરેકેદરેક દેશમાં પ્રકાશ પાડતું કાંઈક અનોખું છે. અનોઠું છે…અમેઝિંગ છે. (એમાં આ મુર્તઝાને પાછા નો ગણતા હોં ભ’ઈ)

બીબીસીની આ નીચે મુજબની લેક એન્ટેગોની દોઢ મિનીટની ક્લિપ જોયા પછી તમને વર્ટીગો થઇ જાય તો ‘માલી’ પાસે આવી જાજો….એ તમને માછલી તો નહિ પણ મધમધતું ફૂલ સુંઘાડી દેશે.

ઓ માલી રે…મારી લાઈખી બચારી માછલીઓને !!!

Advertisements

3 responses to “લીન થઇ ‘મીન’ પકડવાનો ‘કુંભ’મેળો

  1. નિરવ ની નજરે . . ! February 12, 2013 at 12:50 pm

    કોઈ આ માછલીઓને પણ સુરંગ બનાવવાનું શીખવી દે તો , તે આ જળરૂપી જેલમાંથી નાસી શકે 🙂 + 😦

  2. Dipak Dholakia February 12, 2013 at 2:08 pm

    દુનિયા કેવી અજબગજબની છે! આ વીડિયો સાથે જ બીજી Earth વીડિયો છે તે પણ જોવા જેવી છે.

  3. Vinod R. Patel February 12, 2013 at 4:25 pm

    ભૂખમરાનું વરવું દર્શન ! એકાદી પણ પકડેલી માછલીને સિક્યોર કરવા બિચારી તડફડતી

    માછલીને દાંત વચ્ચે કેવી દબાવી રાખે છે એ તમે જોયું ! હોટલમાં ફીશ ખાવા જનારે જોવા જેવું

    આ દ્રશ્ય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: