નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ત્યારે બને છે…‘વેલ ઇન ટાઈમ’

પાછલા સ્ટેટસમાં લખ્યું’તું કે…થોડા ખીન્ન થયા હોવ ત્યારે…નાના ભૂલકાંવની શાળામાં જઈ આવવું. મોટિવેશનની કિતાબ વાંચવાની જરૂર નહિ રહે.

હવે આજે જ્યારે…કોઈક ભુલાયેલા કે ભુલાયેલી દોસ્તે કોઈ રીતે પણ મોહબ્બતનો મેસેજ આપી દિવસ બનાવી નાખ્યો હોય અને તે પછી આખા દિલ અને ડીલમાં એનો નશો ઉતારી ખુબજ ખુશ થઇ જવાય ત્યારે?…

વ્હાલા દોસ્ત ! કોઈક એવા બુઝુર્ગ (વડિલ) હોય જે એકલવાયા હોય. ખાસ કરીને એવી હોસ્પિટલમાં માંદગીને કારણે બિછાને પડ્યા હોય તો એની મુલાકાત સાચો ‘વેલ ઇન ટાઈમ’ બની શકે છે.

માત્ર એક સ્પર્શ…એક ટચ…ગુલાબોના કન્ટેનરની ગિફ્ટનું કામ કરે છે.

એમની ઝિંદગીમાં છવાયેલો લાગતો કાર્બન ડાયોક્સાઈડ…તમારી મોહબ્બત થકી ઓક્સિજનનું કામ કરી નાખશે….બોસ!

નિલાંબર :

એની વે!…આ બધી મસ્ત મૌસમમાં આજે ‘પહેલી’ માટે દિલમાંથી નીકળ્યાં કેટલાંક ‘વેલેન્ટાઈકુઝ’

વેલેન્ટાઈન્સ,
તું મારામાં અને હું
‘તારા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
હવે ‘માળા’માં હું ને
‘તાળા’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
પછી ‘જોબમાં’ અને
‘બોજ’માં એક.

 ~*~

વેલેન્ટાઈન્સ,
એક થયાં સ્વમાં ને,
ગૂમ સ્વ.માં.

Advertisements

5 responses to “ત્યારે બને છે…‘વેલ ઇન ટાઈમ’

 1. Vinod R. Patel February 14, 2013 at 6:11 pm

  ક્યા ખુબ કહી ! વેલ ઇન ટાઇમ !

  ‘વેલેન્ટાઈકુઝ’ ગમ્યા . વેલેન્ટાઈન હાઈકુઝ માટે મુર્તઝાભાઈની અજબ શોધ ,હંમેશની જેમ .

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 14, 2013 at 11:20 pm

   વિનુદાદા, આભાર. આપનો જવાબ પણ…હંમેશની જેમ ‘વેલ ઇન ટાઈમ’ જ હોય છે. 🙂

 2. Prashant goda February 15, 2013 at 11:12 am

  વેલેન્ટાઈન્સ,
  હવે ‘માળા’માં હું ને
  ‘તાળા’માં એક.
  are bhai amanegamyu karnke kon tala me mala kai j nakki nahi 🙂

 3. yuvrajjadeja February 18, 2013 at 6:50 pm

  મજા પડી ! ઇટ્સ સો રોમેન્ટિક ..

 4. Pingback: વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા….. | નાઇલને કિનારેથી....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: