નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

| ગમ ભુલાનેકે લીયે મૈ તો ચ્યુંઈંગગમ લીયે જાઉંગા ! |

એ ભાઈનું નામ જ બેન છે.  મી. બેન વિલ્સન.

( એમને મેં પૂછ્યું તો નથી પણ) શક્ય છે એના પેરેન્ટ્સ તરફથી એને પીંછી-રંગો નહિ મળ્યા હોય એટલે એવો ગમ ભૂલાવવા બેન બાપુએ નવી ક્રિયેટિવિટી શોધી કાઢી હશે.

લંડનના રસ્તા પર જ્યારે જ્યારે કોઈએ ચ્યુંઈંગગમ ખાઈને ચીટકાવી દીધી હોય કે ફેંકી દીધી હોય તેને આ બેન આર્ટનું સ્વરૂપ આપી દે છે. એક પેઈન્ટર તરીકે તેમાં રંગીન ભાત ઉપસાવી દે છે.

૨૦૦૪થી શરુ કરેલી આ મુવમેન્ટમાં તેણે અત્યાર સુધી લગભગ દસ હજાર ઉપરાંત ભાતો ઉપસાવી દીધી છે.

સામાજિક સંદેશો ફેલાવવા લંડનની રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રીએ તેમને આ કામ થકી વળતર આપી નોકરીએ રાખી દીધો છે.

* ગમને પાસે રાખી ભાત ઉપસાવી,
* દાળ-‘ભાત’ મેળવી,
* ગમ દૂર કરવો….

તે આનું નામ! (આ પણ એક વધારાની ક્રિયેટિવિટી થઇ ને?)

મારા ભારે મનવાળા દોસ્તો, કોઈ કામ હલકું નથી હોતું. બસ ! એની પાછળ રહેલી નિયત હલકી થઇ ચીટકી ન થાય એ જરૂરી છે.

લ્યો ત્યારે હવે આ તેની રંગીન ફિલ્મ-ક્લિપ પણ જોઈ લ્યો…

The Chewing Gum Man from Ed Emsley on Vimeo.

Advertisements

One response to “| ગમ ભુલાનેકે લીયે મૈ તો ચ્યુંઈંગગમ લીયે જાઉંગા ! |

  1. Vinod R. Patel February 19, 2013 at 1:55 am

    ઘણીવાર કલાકારો ધૂની મગજના હોય છે એનો આ એક નમુનો . બીજાઓથી કૈંક જુદું કરવું એ એક
    ધૂન અને પછી એ ધૂન પાછળ પડી જાય . આ ભાઈ બેન પણ એક કુદરતની કલાનો નમુનો !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: