નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘ફેસબૂકી’ કાવ્યોના પ્રકાર કેટલાં હોય છે તે જાણવા છે? લ્યો આ રહ્યાં…

આમાં વિશ્વની કોઈ યુનિવર્સીટી મારા રિસર્ચની મદદે આવી નથી. પણ..ફેસબૂક પર સર્ચ કરતા કરતા કેટલાંક ઝણઝણતા તારો મળી આવ્યા…કે આધુનિક ફેસ્બૂકી કાવ્યો કેટલાં પ્રકારના હોય છે?

•=> ગુન્હા-કબૂલ કાવ્ય: આવા કાવ્યો વાંચ્યા બાદ થાય છે કે જો તેને થર્ડ-ડિગ્રી રૂપે કેદીઓને સંભળાવવામાં આવે તો ત્રાસીને જરૂર ગુન્હો કબૂલ કરી શકે એટલાં ભારેખમ હોય છે.

•=> નાડા-ચડ્ડી કાવ્ય: શ્રુગાંર-રસથી ભરપૂર આ કાવ્યો વાંચ્યા બાદ થાય તો ખરા કે ઘણું બધું ખુલી ગયું રે…(દિમાગ સિવાય!)

•=> વિશ્વરૂપમ્ કાવ્ય: સોરી! આવા કાવ્યોમાં કમલ હસનની કોઈ ભૂમિકા નથી. પણ ગંજી-ફરાક ઉપર બેસી ચણા ફાંકીને તેવા સુન્દરમ અલૌકિક કાવ્યોમાં સમગ્ર વિશ્વદર્શન કરાવવામાં આવે છે. (પછી ભલેને પાર્ટી પાલનપુરની બારે’ય ન જઈ શકી હોય)

•=> દુઃખીજીવ(લેણ) કાવ્ય: આમાં પાર્ટીને લાગી રહ્યું છે કે…તે બ્રહ્માંડનો એ સૌથી દુખિયારો જીવ બની અવતર્યો છે ને બસ એ હવે ચંદ ઘડીઓનો જ મહેમાન છે. શૃંગારિક ગાળોથી ભરપૂર આ કાવ્યોની અસર વાઈરલ હોય છે. એનાથી બચવાનું ઇન્જેક્શન માઈકલ જેક્શન પાસેય નહોતું.

•=> મેગી-૨ મિનીટ્સ કાવ્ય: બરોબર…બે જ મિનીટમાં તૈયાર થઇ જતા આ કાવ્યોની વાત તો સાવ સામાન્ય છે. પણ મુશ્કેલી એ વાતની છે કે…મેગી-યુક્ત આવા કાવ્યોને પકડવા ન તો ચોપ-સ્ટિક મળે છે કે ન ચમચો. ત્યારે ભૂલેચૂકે એ જોઈ લેનારને એમ લાગે છે કે ‘ખવિ’ ભલે દેશી હોય, પણ ‘ખાવ્ય’ ‘મેઇડ-ઇન-ચાઈના’નું છે.

•=> ‘ભાઈ છાપ’ બેસન-યુક્ત કાવ્ય: ઇનડાયરેકટલી એમની (ન સાંભળતી પ્રેમિકા કે ન સાંભળતા પ્રેમી)ને દાદાગીરી બતાવવા માટે આવા શૂરવીર કાવ્યો રચવામાં આવેલા હોય છે. પણ વર્ષને અંતે એવી સંસ્થાઓ વાંઢા કે વાંઢી રહી જતા હોય છે. (પછી એકલા ભજીયા ખાવું કોને ગમે, ભ’ઈ?)

•=> ‘લાઈક’-ફંડ ઉઘરાણી કાવ્ય: તેમાં શબ્દોના અર્થનું માથું અને હાથ-પગો ૭૨૦ અંશના ખૂણે ફરતા હોય છતાં આપણને ‘લાઈક’ કરવા માટે હાથ-પગ જોડવામાં આવે….(આ બાબતે દિલનો ઉપયોગ કેમ કરાય બાપલ્યા!?!?!)

[ રિસર્ચ હજુ ચાલુ હૈ મેર દોસ્ત!. આવા બીજાં પ્રકારો મળશે ત્યારે નવા સંશોધન રૂપે તેની નવી આવૃત્તિ બહાર પાડવામાં આવશે. (કાવ્યની નહિ રે…આવા લેખની હોં) ]

3 responses to “‘ફેસબૂકી’ કાવ્યોના પ્રકાર કેટલાં હોય છે તે જાણવા છે? લ્યો આ રહ્યાં…

 1. Saralhindi February 18, 2013 at 3:36 pm

  May be all modern poems are written to save Gujarati Bhasha?

 2. yuvrajjadeja February 18, 2013 at 6:47 pm

  વાહ ! સારા નામ અને વર્ણનો ! હવે ફેસબુક પર આવું કોઈ કાવ્ય દેખાશે એટલે તરત નીચે કોમેન્ટમાં આમાંથી જે પ્રકાર લાગુ પડતો હશે તે લખી દઈશ.આ રીતે પાર્ટીને ખબરેય ના પડે એ રીતે હું જે તે કાવ્ય વિષે મારો પ્રામાણિક અભિપ્રાય આપી શકીશ 🙂

 3. Vinod R. Patel February 18, 2013 at 7:06 pm

  નાડા-ચડ્ડી કાવ્ય: શ્રુગાંર-રસથી ભરપૂર આ કાવ્યો વાંચ્યા બાદ થાય તો ખરા કે ઘણું બધું ખુલી ગયું રે…(દિમાગ સિવાય!)

  આવા કાવ્યો જો હોય તો દિમાગ પણ ખોલી નાખે કે ફરી એની ઝપટમાં કદી ન ચડવું ! ઝ્પ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: