નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

યું કી…બાત હૈ…યુ.કે. કી

ગઈકાલે અમારા સૈય્યેદના સાહેબની ૧૦૨મી વર્ષની વર્ષગાંઠના સેલિબ્રેશન માટે અહીંના અમારા યુથ-ગ્રુપે એક પ્રહસન (સ્કીટ)ના પ્રોગ્રામનું આયોજન કર્યું. જેમાં મારા ભાગે | માન્ચેસ્ટર (યુ.કે)થી આવતા હોય એવા મન્નુભાઈ માસ્તર | નું એક અનોખું પાત્ર ભજવવાની જવાબદારી આવી.

સ્કૂલ અને કોલેજના દિવસોમાં કરેલા કેટલાંક નાટકોના દિવસો જાણે મને પાછાં મળ્યા. માત્ર ૩ જ દિવસમાં સ્ક્રિપ્ટની તૈયારી, બ્રિટીશ- ગુજરાતી પહેરવેશ ધારણ કરી મુર્તઝાને ‘મન્નુભાઈ માસ્તર’માં ટ્રાન્સફોર્મ કરવાનો, સ્ટેજ પર સતેજ રહી, હાથમાં દાંડિયા લઇ મન્નુને ફન્ની કરી ડાયલોગ્સ ડિલીવર કરવાનો અનુભવ અદભૂત રહ્યો.

‘જેનો અંત સારો, પછી બધું જ સારું ગણાય’ એમ આખો શો હીટ અને હોટ રહ્યો.

મોડી રાતે ઘરે પાછો ફર્યો ત્યારે આંખનો થોડો થાક ઉતારવા ફેસબૂકના માત્ર કેટલાંક સ્ટેટસ પર આછી નજર ફેરવી. અને ત્યાં જ ક્રિયેટિવ કવિ શ્રી પંચમભાઈ શુક્લનો લંડન થી (એ પણ યુ.કે.!!!) એક મેસેજ ચમક્યો.

“મુર્તઝાભાઈ, તમારું એક કાવ્ય અહીંના અમારા એક મેગેઝિન ‘ઓપિનિયન’માં આ મહિનાના અંકમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.”

યુ.કેના વર્ચ્યુઅલ મન્નુ માસ્તરનો થાક યુ.કેના જ એક્ચ્યુઅલ ગુજ્જુ ‘પંચમદા’ એ સેકન્ડ્સમાં ઉતારી ‘નાઈખો બાપલ્યા!’

૨૦૧૧માં જુલાઈના એક દિવસે સતત ૪ કલાક આખી રાત જાગી લેખને બદલે આ કાવ્ય લખ્યુંતું ત્યારે ખબર ન હતી કે એનો ‘ઓપિનિયન’ મને આ રીતે લેખે લાગશે ! મુ. વિપુલભાઈ કલ્યાણી અને પંચમભાઈ શુક્લ, આપનો હાર્દિક આભાર.

તમારામાં રહેલો કોઈક એવો કલાકાર છે જે વર્ષોથી સૂતેલો હોય?- જો મોકો મળે તો તક ખોળી ક્યારેક જગાડી દેજો. આમાં કલાકો નહિ માત્ર એક ક્ષણ કાફી છે.

સુખી તો દરેકને થવું હોય છે. પણ એ તો જાતે ખુશ થઇ ‘મેળવવી’ પડે છે….સાથીઓને સથવારે !

Advertisements

6 responses to “યું કી…બાત હૈ…યુ.કે. કી

  1. Dipak Dholakia February 23, 2013 at 4:06 pm

    તમારૂં એ ઇંટરનેટી કાવ્ય મેં પણ ગઈ રાતે જ ‘ઓપિનિયન’માં વાંચ્યું.

  2. jagdish48 February 24, 2013 at 12:20 am

    લેખ અને કાવ્યો તો લખશો જ પણ ‘આ’ ફટકાઓનું (કોલેજના “… ” ની વાત નથી.) શું ? આજનો ફટકો –
    “સુખી તો દરેકને થવું હોય છે. પણ એ તો જાતે ખુશ થઇ ‘મેળવવી’ પડે છે….સાથીઓને સથવારે !”
    (સામાન્ય સુધારો – ‘મેળવવું’. – સુધારો સુચવવા, દોષ દેવો હોય તો ‘વેબ ગુર્જરી’ ને દેજો)

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 24, 2013 at 7:54 am

      જગ્ગુદાદા! (મસ્ત નામ લાગે છે 😉 ખુબ ખુબ આભાર. બોસ! આ અકસીરવાક્યરચના માટે મને સૂચવતા જજો. મારી સાથે બીજા અનેકને શીખવા મળશે બાપા!

      જો કે..આ મેળવવું શબ્દ મેં ‘મેળવણ’ ને ધ્યાનમાં રાખી લખ્યો તો.

  3. Mayur February 24, 2013 at 2:43 pm

    સરસ કાવ્ય લખ્યુ છે સાહેબ !!…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: