નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કડકડતી ઠંડીનો ગરમાવો?!?!?!

CoffeCup

વહેલી સવારની કડકડતી ઠંડીમાં અમેરિકાના કોઈક ટાઉનના ફૂટપાથના ખૂણે એક મુફલિસ માણસ ઘરબાર વિના પડ્યો પાથર્યો છે.

થોડીવારમાં એક યુવાન સ્ત્રી ક્યાંકથી ચાલતી આવે છે અને નજીકની કોઈક બેંચ પર બેસી સાથે લાવેલા ગરમાગરમ ફોફીના ઘૂંટ ધીમેધીમે અંદર ઉતારે છે, અને અંદર રહેલો થાક બહાર કાઢી રહી છે. ને પછી થોડીવારમાં રિફ્રેશ થઇ કપને બેંચ પર જ રાખી ઉતાવળે આગળ ચાલી જાય છે.

ત્યારે આ મુફલિસની નજર એ ખાલી પડેલા કપ પર પડે છે. અંદરથી ‘કાંઈક બચેલું’ મળશે એમ માની એ લેવા ઉભો થાય છે. અને ત્યાં પહોંચીને એ કપ હાથમાં લઇ લે છે. પણ કપમાં વધેલી કોફીને બદલે એ સ્ત્રીની વીંટી દેખાય છે.

મુફલિસ તો એ વીંટીને ખિસ્સાની અંદરના ચિંથરે વીંટાળી પેલી સ્ત્રીને શોધતો શોધતો દૂર તેની પાસે પહોંચી જઈ પાછી આપી દે છે. સ્ત્રીની એક આંખમાં વિવાહની વીંટી પાછી મળ્યાની ખુશીના આંસુ છે જ્યારે બીજીમાં આ મુફલિસની પ્રમાણિકતાના દર્દીલા આંસુ.

સ્ત્રી તેની સાથે બહુ બોલતી નથી. પણ ખપ પૂરતી માહિતી મેળવી બીજે દિવસે તેની પાસે પાછી ફરે છે. એના હાથમાં હવે દાનરૂપે ભેગાં કરેલી ૧,૫૨,૦૦૦/- ડોલર્સની કડકડતી નોટો છે.

કડકડતી ઠંડી અને કડકડતી નોટોમાં રહેલી પ્રમાણિકતાનું એક નવું જ કોમ્બો-પેક સર્જાયુ છે. ફૂટપાથ પર…’ફ્રુટ-પાઠ’ આપતું!

આમ પણ…પ્રમાણિકતામાં ક્યાં કોઈ ક્રિયેટીવીંટી‘ની જરૂર પડતી હોય છે, ખરું ને?

(ચંદ કલાકો પહેલા જ મળી આવેલી સત્ય ઘટના)

Advertisements

7 responses to “કડકડતી ઠંડીનો ગરમાવો?!?!?!

 1. pragnaju February 28, 2013 at 12:00 am

  પ્રેરણાદાયી વાત
  યાદ
  મુફલીસ કવિ અંગે પંક્તીઓ-
  चंद तस्वीरे बुतां,
  चंद हसीनोंके खुतूत,
  बाद मरनेके मेरे घरसे ये सामां निकला. ”
  आशीकी मुफलीस… बना के रख देती दोस्त..
  आज ऐतबार का इम्तीहान कोइ और ना ले..
  कदमों तले पीसी हुइ हैं ये झींदगी…
  वो इझ्झते आम का कोइ नाम ना ले…
  આવા જ કવિ નર્મદેને દાંડિયો શબ્દ દમદાર
  લાગેલો કે તેના અખબારનું નામ આપી લખ્યું
  વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
  અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે;
  તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિ;
  મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી

 2. Vinod R. Patel February 28, 2013 at 4:14 am

  વીંટી વાળી બેન ધનવાન હોય તો જ આવું મોટું દાન કરી શકે .

  મુફલીસને એની પ્રમાણિકતાનો સારો બદલો મળ્યો . હવે એ મુફલીસ ન રહ્યો .

  Honesty is the best policy .

 3. Dipak Dholakia February 28, 2013 at 5:32 am

  clicked the ‘like’ button. but it does not express “extremely liked”

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! February 28, 2013 at 5:35 am

   hahahahahah….Thanks Dipakbhai. I have felt high voltage of ‘Likability’ even in this 😉

 4. વિનય ખત્રી February 28, 2013 at 8:36 am

  મજાની વાત. સરસ ભાષાંતર. ફોટા સહિત લેખ વાંચવા મૂળ લેખની લિન્ક આપવાની ગુસ્તાખી કરું? http://www.express.co.uk/news/uk/380499/100-000-for-beggar-who-returned-diamond-ring

 5. Utkantha March 1, 2013 at 7:19 am

  vah..

 6. mahesh patel May 1, 2013 at 5:31 am

  aava pramanik manvi ne muflish banavanar kon

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: