નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

જે જ્ઞાન આપણી અંદર રહેલું છે એને બહાર લાવવામાં મદદ કરનાર…

Syedna Muhammad Burhanuddin Saheb (TUS)

જે આપણામાં રહેલો સાચો ‘હું’ જગાડી બહાર કાઢે એ અસલ ગુરુ. નહીંતર આખી ઝિંદગી ‘હું’ પણામાં જ રહી ને મિથ્યાભિમાનમાં રાચતો વ્યક્તિ સફળ દેખાઈ શકે પણ…સુખી ન હોય. 

અરેબિકમાં ગુરુને ‘ઉસ્તાઝ’ કહેવાય છે. (દેશીમાં આપણે ‘ઉસ્તાદ’ કહીએ છીએ). એટલે જે જ્ઞાન આપણી અંદર રહેલું છે એને બહાર લાવવામાં મદદ કરનાર વ્યક્તિ (સંત). કેમ કે…તે વિના જાતનો વિકાસ શક્ય નથી જ…નથી જ..નથી જ. 

કોઈ ખેરખાં બોલતો હોય કે “મેં ગુરુ વિના જ બધું પ્રાપ્ત કર્યું છે. હું જ મારો ગુરુ.” તેને અજ્ઞાની સમજવો. નાદાન સમજવો. કેમ કે તે ખુદ પોતે જાણે છે કે કોઈકને ગુરુ બનાવીને પણ તે દુનિયાને સાચી વાતથી અજાણ રાખતો હોય છે.

કોઈપણ વ્યક્તિ માટે ગુરુ, માતા પણ હોઈ શકે કે પિતા પણ હોઈ શકે. યા પછી એ બંને હોઈ શકે. જો તે સાચા ગુરુની ખોજમાં નીકળ્યો હોય તો….

ફિલોસોફીની બાબત તો છે જ. પણ સામાન્ય માનસમાં ઉતરે તેવી આ એક અસમાન્ય સમજણ છે. આજે દુનિયામાં જે કાંઈ પણ અંધાધુંધી સર્જાય છે તે સાચા ગુરુની સલાહ વિના જ સર્જાય છે. જેમને આ વાત સમજાય તેઓ તરી જાય છે, ને નાસમજુ ડૂબતો રહે છે. આ એક દુઃખદ વાત છે.

ત્યારે….સૌ પ્રથમ જે દેશમાં રહીએ તેને વફાદાર રહેવાનું સમજાવનાર, ‘સ્વ’ની સર્વસ્વ બાબતે ઓળખ આપનાર, પોતાના સાચા ‘ધર્મ’નો મર્મ સમજી બીજાં દરેક ધર્મને માન આપવાનું શીખવનાર, સજ્જનતાને સ્વીકારનાર અને દુર્જનતાને દૂર કરાવનાર અમારા ગુરુ, મેન્ટોર, માતા, પિતા, ઉસ્તાઝ મુરબ્બી મૌલા સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (TUS) આજે હિજરી સન મુજબ ૧૦૧ વર્ષની વય તમામ કરી ૧૦૨માં પ્રવેશ કરે છે. 

આ વયે પણ આપ સાહેબ એમના સમગ્ર અવયવોથી સજ્જ રહી અમારા સૌ માટે…….અરે! બલ્કે પુરા વિશ્વ-સમાજ માટે શાંતિ અને સુલેહ માટે સતત દોઆ કરી રહ્યા છે. 

એમની દરેક દોઆઓને અમો આંખોમાં લઈને દિલમાં ઉતારી તહેદીલથી “મૌલા મુબારક મુબારક મુબારક”નો નારો પોકારીએ છીએ. આપ ઘણું જીવો!

Advertisements

6 responses to “જે જ્ઞાન આપણી અંદર રહેલું છે એને બહાર લાવવામાં મદદ કરનાર…

 1. સુરેશ જાની March 2, 2013 at 7:00 pm

  સૈયદના સાહેબને પ્રણામ.

 2. Saralhindi March 2, 2013 at 10:17 pm

  Happy birthday to saiyad naa saaheb !

  સુરતમાં સૈયદના સાહેબે ૧૦૧ કિલોની કેક કાપી
  http://article.wn.com/view/WNAT87a0c58b9252f0a4630419fbb9c4b62f/#/related_news

 3. Saralhindi March 2, 2013 at 10:47 pm

  History of dawoodi bohra

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! March 3, 2013 at 11:13 am

   આભાર મુરબ્બી! આ લિંક વિશે તો હું પણ અજાણ હતો…શુક્રિયા.

 4. મસ્ત March 3, 2013 at 5:20 am

  મુર્તઝાભાઈ,

  સચોટ લેખ !!

  આપને ઉસ્તાઝ મુરબ્બી મૌલા સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (TUS) ની ૧૦૨ મી મિલાદ મુબારક થાય.

 5. Atul Jani (Agantuk) March 3, 2013 at 12:16 pm

  “મૌલા મુબારક મુબારક મુબારક”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: