નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

હાસ્યની એક ભેંટ: “Turning Tears into Laughter”

દિવસ: સપ્ટેમ્બર ૮. ૨૦૧૨

સમય: વહેલી સાંજનો.

સ્થળ: બૈરુત શહેરની મધ્યમાં આવેલો ‘બૈરુત શુક (માર્કેટ).

કારમેન નામની એક નાનકડી દિકરી તેના મમ્મી-પપ્પા સાથે ત્યાંના જ કોઈક મોલમાં ખરીદી કરી રહી છે. બીજાં ઘણાં બાળકો પણ તેમના પેરેન્ટ્સ સાથે ધીંગા-મસ્તીમાં રચ્યાપચ્યા છે.

ત્યાં જ આસમાનમાં હેલિકોપ્ટરની ગડગડાટી સંભળાય છે. અચાનક શું થઇ રહ્યું છે તે જોવા લોકો ભેગાં થવા લાગે છે. માર્કેટના મધ્યભાગમાં હેલિકોપ્ટરમાંથી સાન્તાક્લોઝનો પહેરવેશ પહેરી એક વ્યક્તિ જાડા રસ્સાથી નીચે ઉતરે છે.

બીજાં સેંકડો બાળકો સાથે આ બાળકી કારમેન પણ શું થાય છે તે જોવા થોડે દૂર ઉભી રહે છે. નીચે ઉતરેલો સાન્તાક્લોઝ ભીડ ચીરતો ને હાથ હલાવતો અચાનક કારમેન પાસે જ આવીને ઉભો રહે છે અને તેની ગિફ્ટ-ઝોળીમાંથી એક સુંદર મજાની ગિફ્ટ આપે છે જે કારમેનને ખૂબ પસંદ પડે છે.

લોકો સાથે તેના મા-બાપ પણ અવાચક બનીને આ જોયા કરે છે. તે પછી સાન્તાક્લોઝ ધીમેથી એ બાળકીને કશુંયે બોલ્યા વિના એક દિવાલ તરફ આંગળી ચીંધે છે. ને ત્યાં જ સામી દિવાલ પર એક મોટું પોસ્ટર ખુલે છે. જેમાં કારમેનના જ મોટા ફોટોગ્રાફ સાથે અંગ્રેજીમાં લખ્યું છે કે…

“ ડિસેમ્બર સુધી શાં માટે રાહ જોવી? તારા માટે તો ક્રિસમસ આજે પણ મનાવી શકાય છે. વ્હાલી કારમેન ! તને મેરી ક્રિસમસ !”

ત્યારે ખુશીઓના બુકે સાથે હસી પડતી કારમેનના મા-બાપની આંખોમાં આંસુઓ સરકી પડે છે. એટલા માટે કે…એમને પણ ખબર છે કે એમની ઢીંગલી કારમેનને કેન્સર છે. હવે એ કેટલુ વધુ જીવવાની છે એ વિશે કાંઈ કહી શકતા નથી….માત્ર ખુશીઓ આપવા સિવાય.

બૈરુતમાં આવેલી ‘તમન્ના’ નામની ચેરિટેબલ ફાઉન્ડેશન પણ બસ આવું જ ક્રિયેટીવ કામ કરતી રહે છે.: “Turning Tears into Laughter”

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

માસૂમ મોરલો: કોઈક માટે આપણે પણ ‘તમન્ના’ બની શકીએ છીએ, ખરું ને?- પછી સ્થળ અને સમય તો આપોઆપ બની જાય છે.

આજે રવિવાર છે…ચાલો શોધી કાઢીએ એવી કોઈક ‘કારમેન’ અને બની જઈએ તેના ‘સાન્તાક્લોઝ’.

2 responses to “હાસ્યની એક ભેંટ: “Turning Tears into Laughter”

 1. સુરેશ જાની April 7, 2013 at 2:21 pm

  કોઈક માટે આપણે પણ ‘તમન્ના’ બની શકીએ છીએ, ખરું ને?-
  —————–
  હા, આ ભાવ ફૂલો ફાલો ..
  આવી જ એક વાત છેલ્લી ઘડીની નજીક પહોંચી ગયેલા એક બાળકની હતી; જે ફાયરમેન બનવા ચાહ્તો હતો.
  હજુ દુનિયામાં પૂણ્ય સાવ પરવારી ગયું નથી જ.

 2. mdgandhi21 December 28, 2014 at 1:09 am

  લાગણીસભર બહુ સુંદર બનાવ છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: