નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

|| એવા કેટલાંક તમ્મરી વાક્યો (જેમાં ગધેડાને પણ તાવ આવી શકે…) ||

• “સ્વદેશી અપનાવો, દેશ બચાઓ.”
– (કેટલાંક અશક્ય કામોની મજા કાંઈક અલગ જ હોય છે, ખરું ને?- એની વે, એક દેશી ‘ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું’ લેટેસ્ટ ઉદાહરણ કોણે આપ્યું તું, યાદ છે ને…બેનો ને ભાઈઓ?)

• “ભ્રષ્ટાચાર નાબૂદ કરો.”
– (ભારતનો રાષ્ટ્રીય ગ્રહ ઉદ્યોગ પર આ રીતે પાણી ફેરવાય, કેમ ચાલે?)

• “ગરીબાઈ દૂર કરો.”
– (બચારા ગરીબો જશે ક્યાં પછી?!?!, જપો ને વડીલ)

• “ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારા ભઈ-બૂન છે.”
-(અત્યારે તો પાછલાં છ વર્ષમાં સાડા પાંચ કરોડમાંથી સવા છ કરોડની વધેલી વસ્તીનું આ સંપીલું’ ર’હાસ્ય’ શોધવાનું છે, બસ!)

• “ભારત શાંતિ-પ્રિય દેશ છે.”
– (અશાંત માત્ર તેની પ્રજા છે.)

• “આ બનાવને અમો કડકમાં કડક શબ્દોમાં વખોડીએ છીએ.”
–(રે’વા દ્યો પ્રભુ! આવું હલકું કામ તમારાથી નો થાય. જરા આની ઉપરનું જ વાક્ય ફરીવાર વાંચી લ્યો એટલે કાંઈક કામ પણ કરીએ.)

• “હમસે જો ટકરાયેગા, મીટ્ટીમેં મિલ જાયેગા”
– (હવે આવું ‘બોઈલા’ પછી કેટલી કબરુંઓ ખોદાણી એની તો કબર (સોરી, ખબર) નથી.

• “આ વારંવાર થતો ભાવ વધારો અસહ્ય છે.”
– (ઓહફ, થાકી ગયા દોસ્ત…ચાલ મુક આ બધી બબાલ ને કોઈક સારી ૪-સ્ટાર હોટલમાં જઈ ચિકન બિરિયાની અથવા જાપાનીઝ સુશી-ડીશ ખાઈ આવીએ. આ ભવમાં ભાવને રોકનાર આપડે કોણ? )

Advertisements

6 responses to “|| એવા કેટલાંક તમ્મરી વાક્યો (જેમાં ગધેડાને પણ તાવ આવી શકે…) ||

 1. નિરવની નજરે . . ! April 12, 2013 at 5:10 pm

  ભારતભાઈને શાન્તિબહેન કદાચ ક્યારેય લાઈન આપે તેવું લાગતું નથી 😉 . . . અને આ મત્રીઓ કેટલીય વાર દિવસમાં વખોડતા હશે પણ તોયે ખોડાયા નથી 😉 મતલબ કે વ’ખોડાયા’ નથી 😀

 2. સુરેશ જાની April 12, 2013 at 8:38 pm

  ગધેડોય જાનવર છે હોં . ઈનેય તાવ આવે !!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 12, 2013 at 8:59 pm

   હોઈ શકે દદ્દુ! કેમ કે હું એવું તપાસવા ક્યારેય ગયો નથી… આ તો ડોકટર જેવી જેમની આવડત 😉

 3. jagdish48 April 13, 2013 at 4:27 am

  “આ ભવમાં ભાવને રોકનાર આપડે કોણ?” (તમારા જેવું મસ્ત વાક્ય !)
  અહી જ માર ખાધો છે ને ! જલસ કરોને ! 🙂

 4. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ April 13, 2013 at 12:35 pm

  good

 5. mdgandhi21 December 28, 2014 at 1:13 am

  બહુ સુંદર વાક્યો(!) છે……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: