નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

||=|| ઈમાન’દાર આદમી બન્યો ઇનામ’દાર ||=||

અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના એક ટાઉનમાં ૩૫ વર્ષથી વણઝારૂ જીવન ગાળી રહેલા ૫૯ વર્ષના ડેનિશ મૌહરીન તાજેતરમાં સમાચારમાં ચમકી ઉઠયા છે. એટલા માટે કે આ મસ્ત-ફકીરને ૫૦,૦૦૦/- ડોલર્સની લોટરી લાગી.

ચાલો ખૈર લાગી તો સારું થયું જ. પણ બાપુને જ્યારે એવી ખુશ ખબર મળી કે તેમણે તુરંત તેનો વહીવટ કરી નાખ્યો. એવા કામોમાં કે જેમાં તેના જેવી ‘સ્ટ્રીટ-લાઈફ’ ઝિંદગી ગુજારતા બીજાં જરૂરતમંદોને બહેતર સાફ-સૂથરું રહેઠાણ અને સગવડ કરી આપી શકે. 

વળી થોડા વધુ ગરીબ જાણાતા તેના કેટલાંક ઓળખીતા બુઝુર્ગ દોસ્તોને માસિક ૧૦૦ ડોલર્સનું ભથ્થું પણ બાંધી આપવાનો મનસૂબો કર્યો છે. ત્યારે, સદાય હસમુખા રહેતા આ ડેનિશચાચાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે પોતાના માટે શું કરશે? તો જવાબ મળ્યો કે: 

……“એક નાનકડી ઝૂંપડીમાં આ બંદો પહેલા પણ મસ્તીથી રહેતો. અત્યારે પણ અલમસ્ત છું. અને હવે કોઈકને મદદ કરી થોડો વધારે મસ્તીમાં જીવી શકીશ. મુજે ઝ્યાદા ઔર ક્યા ચાહિયે?”……

આ અકલમંદ ડેનિશને હું દાનિશ કહીશ…સાચે જ દાનિશમંદ!

Advertisements

2 responses to “||=|| ઈમાન’દાર આદમી બન્યો ઇનામ’દાર ||=||

  1. અશોક જાની 'આનંદ' April 14, 2013 at 10:45 am

    Hats off to u …!! Danish Uncle……….

  2. સુરેશ જાની April 14, 2013 at 3:23 pm

    મસ્ત-ફકીરને સલામ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: