નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

સો વર્ષની બહાર આવેલી એ યાદો !

ઈ.સ. ૧૯૧૩ની એ સાલ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ શરુ થવાને બસ થોડાં મહિનાઓની વાર હતી. મોહબ્બતના વાઈરસ હજુયે ચારેબાજુ ઘૂમી જ રહ્યા હતા.

ત્યારે અમેરિકાના એ નાનકડાં શહેર ઓક્લાહોમાના કેટલાંક સમજુ લોકો આવનાર ભવિષ્યને યાદગીરી રૂપે કાંઈક આપવા એક નાનકડી ટાઈમ-કેપ્સ્યુલ બનાવીને તેમના કામોને ચૂમી રહ્યાં હતા.

૧૦૦ વર્ષ પછીનું ભાવી કેવું હશે? કોણ, કેવી રીતે જીવતું હશે એની બહુ ચિંતા કર્યા વિના એ અરસા દરમિયાન એ લોકો કઈ રીતે જીવતા હતા?… શું કરતા હતા?… શું અને કેવું ખાતા-પીતા હતાં?… કોણ કેવી રીતે અમેરિકાની ધરતી પર રાજ કરતુ હતું?….જેવી મહત્વની વિગતો પતરાની એક મોટી પેટીમાં ભરી રહ્યા હતા.

જેમ કે તે સમયની કેટલીક વસીયતો, સરકારી દસ્તાવેજો, કિતાબો, કૉફીનો ડબ્બો, મકાઈનો ડોડો, મખમલનું મફલર, અનાજના દાણા, ગ્રામોફોનનું વાજા-પેટી, સીવવાનું મશીન, ટોપી, બૂટ, સ્મારકના ફોટોગ્રાફ્સ, ગ્રીટિંગ-કાર્ડસ…..વગેરે…વગેરે…વગેરે… યાદોની એ પેટીમાં સમાવાઈ ગયા અને….

અને બરોબર વસિયત મુજબ એક સો વર્ષ પછી ગયે અઠવાડિયે તેને ત્યાંના મુખ્ય ચર્ચમાં ખોલવામાં આવ્યું ત્યારે તેમાં દબાવાયેલી સો વર્ષ જુની સોના જેવી યાદો સમાજને કાંઈક નવું આપવા જીવિત થઇ ગઈ છે. નીચે મુકેલી બે મિનીટ્સની વિડીયોમાં એ જોઈ શકાય છે.

…આપણે પણ આવી રીતે કેટલીક મીઠ્ઠી યાદો આવનાર પેઢીને આપી શકીએ, ખરું ને?

મેમરી-યુક્ત મોરલો: —

“યાદોની આદત તો….ફરીફરીને પાછા આવી કાંઈક આપી જવાની જ હોય છે. ‘ફરિ’યાદો તો આપણે જ કરતા રહીએ છીએ.”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: