નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’…

….તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે. 

તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. 

ને એક દિવસ…અચાનક…

તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો: “ જા! મારા સ્વાહાલા… આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય….

…હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.” 

બાકી દુનિયા જાવે…તેલ લેણે…બોલે તો અપણે કુ ક્યા?….રે’ણા હે તો બસ…”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

…………તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)

પણ સાચે જ…આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.

પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે? 

આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે. 

૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો…હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?…..આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?

ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says! 

.

ભાગ-૨ માટે અહીં આવશો:  https://nilenekinarethi.wordpress.com/2013/05/08/can-you-leave-the-world-like-this-way-2/

Advertisements

4 responses to “શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

  1. jagdish48 April 30, 2013 at 6:04 am

    May be the first experience – ( Steve Mueller )
    30 days without the internet –
    http://www.planetofsuccess.com/blog/2012/30-days-without-internet-a-self-experiment/
    a very good site for personal developement……………

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 30, 2013 at 9:42 am

      જગદીશ બાપા! આભાર. એક કરવા લાયક ઉપવાસ ખરો, ખરું ને?

  2. Utkantha April 30, 2013 at 10:18 am

    આ બધી વસ્તુઓ વાપરવી જ એટલી કે તેનાથી ભાગી છૂટવાનું મન ના થાય . આમ પણ અતિ સર્વત્ર વર્જયેત . .:)

  3. Pingback: ભાગ-૨ || શું તમે પણ આ રીતે દુનિયા ત્યજી શકો છો? | નાઇલને કિનારેથી....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: