નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ખરો આતંકવાદ કોણ અને ક્યાં કરી રહ્યું છે?

Hidden Somewhere..But Near !

.
ખરો અને વધુ વાઈરલ અસર કરતો આતંકવાદ ક્યાં અને કેવી રીતે થઇ રહ્યો છે?…આવા આતંકવાદીઓ તો આપણી પાસે જ છે….(કે પછી આપણી અંદર પણ ક્યાંક સમાયેલો..)

 • ••• પોતાની બહેન, પત્ની કે દિકરીઓની રક્ષા માટે માત્ર “જોઈ લઈશ તને…” એવું કહી પેન્ટ ઢીલી કરીને એસ્પિરીન લેતા લોકો જ્યારે રેપ થયેલી કોઈક પારકી દિકરી માટે ટોળે વળી મા-બહેનની ગાળો દ્વારા ઘરમાં જ પોતાનો ગુસ્સો બહાર ઓકતા હોય છે ત્યારે તેઓ આપોઆપ ઘરેલું નામર્દ આતંકવાદીઓ બનતા હોય છે.
 • ••• ખૂબ જલ્દી !..ઝટપટ !…સુપરફાસ્ટ !…રેપીડ-સ્પિડે દરેક કામ કરાવી પ્રોડક્શન દ્વારા પોતાના એમ્પ્લોઇઝ કે આઉટ-સોર્સને મરવા માટે મજબૂર કરી દેતા ‘બોસ’ તો સોફિસ્ટિકેટેડ આતંકવાદીઓ જ છે.
 • ••• “ટેકનોલોજીએ દાટ વાળ્યો છે.” એવું કહેનારા લોકો તો વર્ષોથી છે. આવું કહીને એ લોકો જ શાંતિથી કાઉચ-પોટેટો બનીને ‘પ્લાઝમા ટી.વી’ની સામે રિમોટ-કંટ્રોલ નામની મશીનગન લઇ જીવતી લાશ બનીને પડ્યા રહેતા હોય છે. પછી લેટેસ્ટ ‘સ્માર્ટફોન’ પર આવી જ કોમેન્ટ્સ ફોરવર્ડ કર્યે રાખતા ‘વ્યાજ-જીવી’ આતંકવાદીઓની વસ્તી ખૂબ વાઈરલ બની છે.
 • ••• ‘દીઠો ન હોય ક્યારેય ચોર, ને ગામમાં જઈ મચાવે શોર !’ –કારણ વિનાની ઉત્તેજના જગાવી ટોળું ભેગું કરી પોતાનો હેતુ સાધતા માઈક અને મીડિયાના મજનૂઓ જેવા ‘અવકાશી’ આતંકવાદીઓ તો સિટિઝન જર્નાલિઝમના પ્લેટફોર્મ પર હવે ધાણીની જેમ ફૂટી રહ્યા છે.
 • ••• માત્ર હોંશિયારી ઠોકવા, ફિસિયારી બતાવવા યા ટાઈમ-પાસ કરી બીજાંના ‘હોમ’ અને ‘કોમ્પ્યુટર’માં વગર રજાએ ઘૂસ મારી તેમને નાગા કરીને પાશવી આનંદ લૂંટતા જલ્સાદાર ‘હેકર્સ-ક્રેકર્સ-શોઅર્સ આતંકવાદીઓ’ તો સમાજ માટે સૌથી વધારે ભારરૂપ બની રહ્યા છે.
 • ••• ખોટી માહિતીઓનો સરવાળો કરી તેમાંથી સચ્ચાઈને બાદ કરી ગુણતા ‘(અ)ધાર્મિક આતંકવાદીઓને’ તો કાયમ ઉભી પૂછડીયે ‘ભાગતા’ જ રહેવું પડે છે. અને હું દોઆં પણ કરું છું કે એમનું ટોટલ હવે ‘બોટમલાઈન’ પર આવી જાય!- આમીન.

પહેલા ખુદને માટે, પછી પોતાના ઘર અને પછી સમાજ માટે હંમેશા પ્રોડકટીવ કામ કરતા સજ્જનોનેએ સચ્ચાઈની શોધ દ્વારા આવા આતંકવાદીઓથી લાંબું અંતર જરૂરી…

“કૌન હૈ સચ્ચા કૌન હૈ જુઠા, હર કરે પે નકાબ હૈ, જરા સોચો જરા સમજો જરા સમજકે રહીયો જી !”

One response to “ખરો આતંકવાદ કોણ અને ક્યાં કરી રહ્યું છે?

 1. સુરેશ જાની May 14, 2013 at 1:05 pm

  ‘(અ)ધાર્મિક આતંકવાદીઓને’
  આમાં કહેવાતા રેશનાલિસ્ટો ને પણ ઉમેરી દો. ‘અધ્યાત્મ’ શબ્દની ડિક્શનેરીની વ્યાખ્યા પણ વાંચ્યા વિના, એ જમાત આખી દુનિયાના બધા પવિત્ર આત્માઓની કાછડી ખેંચતા જણાયા છે; અને પોતાને મહાન વિચારકો ગણાવે છે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: