નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

તો એ છે ભીખ માંગવાની એક નવી ઢબ…

અહીં કેરોમાં પાછલાં અમૂક વર્ષોથી ભીખ માંગનારાઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે. યુઝુઅલી સોફિસ્ટિકેટેડ, સૂટબૂટમાં તાજામાજા નાહીને નીકળ્યા હોય એવા બુઝુર્ગ આદમીઓ, જીન્સ ટી-શર્ટ પહેરેલી જુવાન બાઈઓ અવારનવાર રસ્તામાં જતી વખતે ક્યાંકથી ટપકી પડે છે, અને પછી શરુ કરે છે એમની વિવિધ માંગણીઓ..

* — “સાહેબ! મારી ગાડીનું પેટ્રોલ ખલાસ થઇ ગયું છે. આમ તો ૧૦૦ પાઉન્ડનું જરૂરી છે પણ અત્યારે ૫૦નું પણ ભરી આપશો તો મહેરબાની. કે પછી…

* — “એ દોસ્ત! હું એલેક્ઝાન્ડ્રીયા શહેરમાં રહું છું. મારી પાસે ટિકિટના પૈસા ખલાસ થઇ ચુક્યા છે. ૫૦ પાઉન્ડ આપીશ તો તારું એહસાન.” યા તો..

* — “મારી દીકરી હોસ્પિટલમાં તડપી રહી છે. ઓપરેશન માટે એક પણ રકમ નથી. આ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન માટે જો તું મદદ કરશે તો તારું ભલું થશે…” વગેરે..વગેરે…

ચાલો એ તો સમજ્યા કે આવી ઘટનાઓ બીજે ક્યાંક પણ બનતી રહેતી હશે. પણ થોડાં જ દિવસ અગાઉ ઘરની બહાર એક કૌતુક દીઠું. લઘરવઘર હાલતમાં એક બાઈએ અહીંની સફેદ કેરો ટેક્સીમાં છત પર મોટું સ્પિકર મુકીને, ડ્રાઈવર સાથે અંદર બેસી માઈકમાંથી અરેબિકમાં રીતસર ભીખની આજીજી કરી. જે મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું.

શરૂઆતમાં તો લાગ્યું કે કોઈ ચૂંટણી પ્રચાર હશે (જો કે એ પણ તો એક તરેહની રાજકીય ભીખ જ છે ને!) -પણ જ્યારે તેના અવાજમાં ધીમે ધીમે આંસુઓ ટપકવા લાગ્યા ત્યારે ટેકસીની આસપાસ આવીને કેટલાંક લોકોએ તેને મદદ પણ કરી. અને બાઈએ શાનદાર અદાથી સારી એવી રકમ એકઠી પણ કરી લીધી.

પન્નાલાલ પટેલનું ક્વોટ છે: “ભૂખથીયે ભૂંડી ભીખ છે.” ત્યારે મને થાય છે. કે રેવોલ્યુશન પછી કેરોની હાલત એટલી તો કથળી નથી જ કે આવી રીતે ભીખ માંગવાનો નવો વેપલો શરુ થાય.

નિલ’અંબર’ 

” જેમને ખુદની ઉપર પૂરેપૂરો ભરોસો છે તેઓ ખુદાના ભરોસે બેસી નથી રહેતા. અલ્લાહ તો દેતા હૈ, પર બંદા કહા લેતા હૈ?!?!”

4 responses to “તો એ છે ભીખ માંગવાની એક નવી ઢબ…

 1. Vinod R. Patel May 15, 2013 at 4:56 pm

  જ્યાં સુધી દેનારા છે ત્યાં સુધી લેનારાનો દુકાળ પડવાનો નથી . ભીખ એ કોઈ પણ જાતના

  ઇન્વેસ્ટમેંટ વિનાનો ધંધો છે .એની તરકીબો ટેકનોલોજીની માફક સમયે સમયે બદલાતી

  રહેતી હોય છે .

 2. mdgandhi21, U.S.A. May 16, 2013 at 3:47 am

  સાચી વાત છે, જ્યાં સુધી દેનારા છે ત્યાં સુધી લેનારાનો દુકાળ પડવાનો નથી . ભીખ એ કોઈ પણ જાતના

  ઇન્વેસ્ટમેંટ વિનાનો ધંધો છે .એની તરકીબો ટેકનોલોજીની માફક સમયે સમયે બદલાતી રહેતી હોય છે .

 3. jagdish48 May 16, 2013 at 10:28 am

  ‘ઇનોવેશન્સ’ નો જમાનો છે, ભઈલા !
  અમદાવાદ IIM એક પ્રોફેસર, ગુજરાતના ગામડાઓના કારીગરોએ પોતાનું મગજ દોડાવીને કરેલા નવતર પ્રયોગોનું ડોક્યુમેન્ટેશન કરી ‘ઇનોવેશન સેન્ટર’ ચલાવે છે, કારીગરને પણ ભેગો રાખે, એની પ્રોડક્ટને પ્રેઝન્ટ કરવાનો ખર્ચ દેશ-વિદેશની સંસ્થાઓ પાસેથી આવે જે કદાચ કારીગરના વાર્ષિક ટર્નઓવર કરતાં વધારે હશે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: