નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

” થેંક યુ એષા !”

Esha Khare

પ્લગ ભરાવો અને ૨૦ સેકન્ડ્સમાં જ મોબાઈલની બેટરી ચાર્જ….

દોસ્તો, થોડાં મહિનાઓ બાદ જો આવી સુપર-ફાસ્ટ મોબાઈલ ચાર્જિંગ સહુલિયત આપણને મળતી થઇ જાય ત્યારે એક વાક્ય બોલવું પડશે… “થેંક યુ એષા.”

મિસ એષા ખરે. ગઈકાલ સુધી અજાણ્યું રહેલું આ નામ આજે રાતોરાત ટેકનોલોજીના ક્ષેત્રે ખરુ ઉતર્યું છે. ૧૮ વર્ષની આ ભારતીય અમેરિકન દિકરીએ એવા LED based સુપર-ચાર્જરની શોધ કરી છે. જેના કારણે ગઈકાલે જાહેર થયેલા ઇન્ટેલ ફાઉંડેશન ઓફ યંગ સાયન્ટિસ્ટનો ૫૦,૦૦૦/- ડોલર્સનો એવોર્ડ આ ‘ખરે’બૂન ખાટી ગઈ છે.

વારંવાર ખલાસ થતી તેની મોબાઈલ બેટરીને કારણે દિમાગથી ડિસ્ચાર્જ થતી એષાએ થોડાં જ મહિનાઓ પહેલા જોયું કે માર્કેટમાં હજુ સુધી એવી કોઈ બેટરી નથી કે જેને લીધે પળવારમાં મોબાઈલમાં જાન લાવી શકાય. બસ એક ધૂન સવાર થઇ અને તેને સાથ આપવા માટે તે અરસામાં ઇન્ટેલ કંપનીએ તેનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પ્રોગ્રામ જાહેર કર્યો.

પહેલા દિમાગને અને પછી તેની સ્કૂલમાં શીખેલા ઇલેક્ટ્રોનિક્સના જ્ઞાન વડે સુપરકેપેસિટર્સની ડિઝાઈન કરી તેને પાવરપેક બનાવી એષાએ આ ટેકનોલોજીને ઇન્ટેલના વિજ્ઞાન-મેળામાં પ્રદર્શિત કરી.

મોબાઈલ મોરલો:

“દિકરો કે દિકરી ‘બારમું’ ભલે કરે. પણ તેમના દિમાગનું ‘તેરમું’ ન થાય એટલો સાથ-સહકાર જરૂર આપશો.”

Advertisements

11 responses to “” થેંક યુ એષા !”

 1. નિરવની નજરે . . ! May 19, 2013 at 9:36 am

  મિસ. ” ખરે ” , પણ ‘ખરે’ખરની નીકળી . Happy Charging 🙂

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 19, 2013 at 9:37 am

   તમે પણ ‘ખરે’ખરી વાત કીધી ! 🙂

 2. Shakil Munshi May 19, 2013 at 10:48 am

  “પ્લગ ભરાવો અને ૨૦ સેકન્ડ્સમાં જ મોબાઈલની બેટરી ચાર્જ….” !!!!!!
  વાહ …. મિસ. ખરે એ ખરે સમયે ખરી શોધ કરી !
  આ એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી અને અન્ય બેટરી પણ ખરા સમયે ખેલ કરે છે ! હવે મિસ.ખરે જલ્દી આ ખેલ માંથી ઉગારે ! એડવાન્સમાં થેંક્યુ અને આ ખરેખરા ન્યુઝ ખેર સોરી શેર કરવા બદલ આપને પણ…”થેંક્યુ”

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 19, 2013 at 10:58 am

   એષાને તો પછી કહીશું…પણ આવી મજાની રી-ચાર્જડ કોમેન્ટ મુકવા બદલ તમને પણ આભાર કહું છું….શકીલમિંયા! 🙂

 3. jagdish48 May 19, 2013 at 11:18 am

  “દિકરો કે દિકરી ‘બારમું’ ભલે કરે. પણ તેમના દિમાગનું ‘તેરમું’ ન થાય એટલો સાથ-સહકાર જરૂર આપશો.”
  મોબાઈલના મોરલાએ દિલ ખુશ કરી દીધું !

 4. A P PATEL May 19, 2013 at 3:29 pm

  Congratulations to Esha Khare for her achievement.

 5. સુરેશ જાની May 19, 2013 at 3:55 pm

  એષા ‘ખરે’ નહીં…
  એષા ‘ઊગે’ !!

 6. Heena Parekh May 20, 2013 at 5:54 am

  ‘ખરે’એ પ્રથમ શોધ કરીને બધાને ખેરવી દીધા.

 7. વિનય ખત્રી May 20, 2013 at 6:08 am

  એષાએ કંઈ નવું ઈન્વેન્ટ કર્યું નથી, તેણે સારી રીતે યોગ્ય જગ્યાએ અને આજના જમાના પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યું છે.

  વર્ષો પહેલા વીસીઆરમાં પાવર ગયા પછી પણ ઘડિયાળ ચાલુ રહે તે માટે એક નાનકડી બેટરી વપરાતી હતી પછી તેની જગ્યાએ સુપર કેપેસિટર વપરાવા લાગ્યા (તમારા ઘરે જૂનું વીસીઆર હશે તો તેમાં આ ટેક્નોલોજિ વપરાયેલી હશે).

  આ સુપર કેપેસિટર પળમાં ચાર્જ થઈ જતા અને લાંબો સમય માટે ચાલતા. આ જ ટેક્નોલોજિ એષા ખરેએ ખરા સમયે મોબાઈલની બેટરીની જગ્યાએ સુપર કેપેસિટર વાપરીને બેટરીનો બહુ મજાનો (ફાસ્ટ ચાર્જિંગ) વિકલ્પ રજુ કર્યો છે.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 20, 2013 at 8:10 am

   યેસ વિનુભાઈ, માની શકીયે કે તેણે નવું કાંઈ કર્યું ન હોય. છતાં….લાખો..લાખો લોકોમાંથી કોઈએ પણ એ બુદ્ધી દોડાવીને મોબાઈલમાં તેનું ઇમ્પ્રુવમેન્ટ કરવાની હિંમત કરી નહિ. જ્યારે એષા એમાં આંગળી નાખી આવી. એ મહત્વનું બન્યું. છે. આજે ભલેને…બીજાં કોઈકે તેનાથી પણ ચડિયાતું નવું કાંઈક ઈન્વેન્ટ જરૂર કર્યું હશે પણ પ્રેઝેન્ટેશન ક્યાં છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: