નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

જે વાતચીતમાં ‘ચિત્ત’ ન હોય તેવી વાતચીત….

ચાલો નેટ-બંધુઓ આજે એક વાર્તા કહું….

એક મોટ્ટા જંગલમાં એક સિંહનું (કહેવા પૂરતું) રાજ હતું. સિંહ સ્વભાવે ખૂબ ભલો એટલે કાયમી ધોરણે જંગલમાં મંગલ થતું રહેતું. જ બાબતે સિંહભાઈ પણ બેધ્યાન રહી નિજાનંદમાં રહેતા, એમ સમજીને કે….પ્રજા સુખી તો આપણે સુખી.

એક દિવસે સવારે જ્યારે સિંહભાઈ જાગ્યા ત્યારે જોયું કે એમની ભાગોળે આવેલી ગુફાના દ્વારે એક વિશાળકાય ડ્રેગન આવીને બેઠો છે. થોડીવાર માટે ગભરાઈ ગયેલા સિંહે પિત્તો ગુમાવ્યા વિના ડ્રેગનને કારણ પૂછ્યું તો તેણેજણાવ્યું:

“ હેં હેં હેં હેં ! અરે સિંહભાઆઆય, તમેય તે આમ મારાથી ગભરાઈ જવાતું હશે !!! હું તો તમારો મહેમાન છું, સમજોને કે..ભાઈ જેવો છું. અને મને તો ખબર છે કે તમારા આ મોટ્ટા જંગલમાં તમે મહેમાનોને જાનની જેમ સાચવો છો. ખરું ને?- બસ સમજો કે..થોડાં દિવસ પછી હવાફેર કરી ચાલ્યો જઈશ.”

હાશકારો અનુભવી સિંહભાઈ તો ખુશ થઇ ગયા અને જંગલના પ્રજાજનોને કહ્યું: ભાઈઓ ! આ ડ્રેગનભાઈ આપણા મહેમાન છે હોં! એ આપણને કોઈ નુકશાન નહિ પહોંચાડે. માટે તમે સૌ શાંત રહો એવી મારી અપીલ છે.”

પણ પ્રજામાં રહેતા એક શિયાળભાઈએ પરિસ્થિતિ સમજી કેટલાંક સમજુ પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું કે…

“ખબરદાર ! સિંહની વાતોમાં આવ્યા છો તો. એ આપણને મૂર્ખ બનાવી રહ્યો છે. એવી મહેમાનગીરી શું કામની જેનાથી આપણા સૌનો જીવ જોખમમાં મુકાય. આ ડ્રેગન ખૂબ લુચ્ચું છે. રાત પડ્યે આપણા સૌમાંથી એક એકને પકડી ગળી જવા આવ્યો છે. માટે તમે સૌ સાવચેત રહેજો. આ મારી અપીલ છે.”

થોડાં દિવસ પછી ફરીવાર ભૂખ્યા બનેલા ડ્રેગને જોયું કે…આ રાજા કરતા તો પ્રજા વધારે સમજુ છે. એટલે બળથી નહિ પણ કળથી કામ કઢાવવું પડશે. એટલે ફરીવાર એક શાંતિનો પ્રસ્તાવ લઇ તે સિંહ પાસે આવ્યો:

“સિંહભાઈ, તમારા પ્રજાજનો તરફથી જો મને સપોર્ટ મળે તો આપણે બેઉ જણા આ જંગલ પર હજુ વધુ શાંતિ કાયમ કરી શકીએ એમ છે. નહીંતર અહીં રહી ભૂખ્યે મારો પ્રાણ જાય એમ છે. તમારું આ સુંદર જંગલ શું કામનું જેમાં આટઆટલી ખુશહાલી કાયમ હોય અને કોઈ સુખી ન જણાય.”

સિંહભાઈ હજુયે આ શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે કે…‘હાળું મને આ ‘ભાઈચારા’માં અત્યાર સુધી કેમ ન ખબર પડી કે મારા જ જંગલમાં પ્રજા સુખી નથી…’

મોરલો:

“જે વાતચીતમાં ‘ચિત્ત’ ન હોય તેવી વાતચીત ચિતા સમાન છે.”

Advertisements

4 responses to “જે વાતચીતમાં ‘ચિત્ત’ ન હોય તેવી વાતચીત….

 1. jagdish48 May 20, 2013 at 5:54 pm

  મનમોહન મૌન રહે એથી આમ તેમની ઠેકડી ઉડાડાય ? 🙂

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 20, 2013 at 9:10 pm

   દાદા, ક્યાંય પણ એમનું નામ લખાયેલું દેખાય છે?- આ તો વાર્તા છે. તમેય તે…ક્યાં કથા કરવા માંડ્યા?

   • jagdish48 May 21, 2013 at 2:17 am

    ભઈલા, તું પણ ભુલ્યો ! મેં ક્યાં વ્યક્તિવિશેષ નો ઉલ્લેખ કર્યો છે ?
    😉
    http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%AE%E0%AA%A8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8*/

   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 21, 2013 at 3:04 am

    હાઈલા! એ વાત પણ છે. હવે આ વખતે તો તમે ઠેકડી નહિ પણ થોડો મોટ્ટો ઠેકડો માર્યો દાદા! 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: